________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - 3
નહિ મેળવી શકવાથી અને નિત્ય સેવામાં રહેતા હોવાથી, એક વાર પરઠવી દીધેલા તે પાલેપવાળા પાણીની સુગંધીથી, તે પાદલેપમાં આવતી સઘળી વસ્તુઓ તેમણે જાણી લીધી. વિચારો કે બુદ્ધિ કેટલી ? આટલી તીવ્ર બુદ્ધિ છતાં ગુરુનિશ્રાના અભાવે, જાણેલી તે વસ્તુઓનો પાદલેપ બનાવી ઊડવા માંડ્યું, પણ ઊડે અને પડે. કારણ કે આમ્નાયની ખામી રહેલી હતી. જ્યારે સામાન્ય વસ્તુમાં આ હાલત થાય, તો પછી પરમતા૨ક અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરદેવના આગમનું રહસ્ય, આમ્નાય વિના કેમ જાણી શકાય ?
૩૭
શુદ્ધ હેતુ વિનાના જ્ઞાનથી અજીર્ણ થવાનો સંભવ છે, માટે રોજ જોવું, વિચારવું અને તપાસવું કે જ્ઞાનના યોગે આત્માની કઈ સ્થિતિ છે ? જો વિપરીત દિશામાં આત્માનું વર્તન હોય, તો સમજવું કે જ્ઞાન જે રીતે પરિણામ પામવું જોઈએ, તે રીતે પરિણામ પામ્યું નથી. જ્ઞાન, એ નિર્જરાનું કારણ છે અને નિર્જરા માટે જ જ્ઞાનનો સ્વીકાર હોવો જોઈએ. જે જ્ઞાન મન, વચન અને કાયા ઉપર કાબૂ મેળવવામાં સહાય ન કરે, તે વાસ્તવિક રીતે જ્ઞાન નથી. ‘જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કર્મ ખપાવે જેહ; પૂર્વ ક્રોડ વરસાં લગે, અજ્ઞાની કરે તેહ'
આ દોહરો તે જ જ્ઞાની માટે છે, કે જે જ્ઞાની મન, વચન અને કાયાના યોગો ઉપર પોતાનો કાબૂ જમાવે. આ દોહરા ઉપરથી જેઓ શુષ્ક જ્ઞાનની મહત્તા સ્થાપિત કરવા મથતા હોય, તેઓ વાસ્તવિક રીતે જ્ઞાની જ નથી.
આ જ વાત. આચાર શાસ્ત્રની મંગલમયતા સિદ્ધ કરતાં ટીકાકાર મહર્ષિએ ફરમાવી છે અને તે આપણે જોઈ પણ ગયા છીએ. તેમાં તે મહર્ષિએ સાફ સાફ ફરમાવ્યું છે કે ‘આ શાસ્ત્ર જ્ઞાનરૂપ હોવાથી આખુંય મંગલરૂપ છે. કારણ કે જ્ઞાન, એ નિર્જરા માટે છે. અને જ્ઞાનની નિર્જરાર્થતા વિવાદ વગર સિદ્ધ છે. કારણ કે જ્ઞાની પુરુષ ફરમાવ્યું છે કે -
"जं अन्नाणी कम्मं खवेइ बहुयाई वासकोडीहिं ।
तं नाणी तिहिं गुत्तो खवेइ उस्सासमित्तेणं ||१||
564
ઘણી વર્ષ કોટિઓએ કરીને અજ્ઞાની જે કર્મને ખપાવે, તે કર્મને ‘મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ' – આ ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત થયેલ જ્ઞાની એક ઉચ્છ્વાસ માત્રે કરીને ખપાવે છે.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org