________________
571
–
- ૩ઃ એ સડાને દૂર કરો ! - 40
-
૪૩
અસંખ્યાતા સાગર અને અસંખ્યાતા દ્વીપ છે. તેમાં છેલ્લો આ છે. એને ભૂજાથી તરાય ? છતાં એ સહેલું, પણ શાસ્ત્ર કહે છે કે આત્માને માટે અપ્રમાદી બની કર્મનો છેદભેદ કરી બારમે ગુણઠાણે આવવું કઠિન ! બારમે ગુણઠાણે આત્મા સ્થિર થઈ જાય. ત્યાં જરાયે કલ્લોલ નહિ. મોહનીય ગયું. બધીય મારામારી મોહનીયને આભારી છે. દેશમાં ગુણઠાણાના અંતે મોહનીય સાફ થાય, પણ ક્ષેપક શ્રેણીવાળાનું ખપે અને ઉપશમ શ્રેણીવાળાનું દબાય. કચરો પાણીની નીચે બેઠો, જરા પાણી ડહોળાય કે ઉપર આવે. માટે કચરો તો બહાર જ કાઢવો. રહી જાય તો કાંઈ નહિ, એવો લોચો ન વાળતા.
કાંકરા વીણનારી સ્ત્રી, બરાબર ન દેખાય તો ચશ્માં રાખે, પણ જો બરાબર ન વિણે ને બે કાંકરા રહી જાય, તો બધી રોટલીમાં કચકચ થયા કરે. રહી ગયેલા પાંચ જ કાંકરા પણ શેર શેર લોટને ફેંકી દેવા જોગો કરેને ? માટે કચરો રાખવાના લોભમાં ન ફસો, કચરો રાખવાની કાર્યવાહીમાં ન રહો, પણ કાઢવાની કાર્યવાહીમાં રહો.
તંબોલીની કાતર ચાલુ જ હોય. પાન ખંડિત થયું ત્યાં કાતર ચલાવ્યું જ જાય. સડેલો ભાગ કાઢે. ન કાઢે તો આખો કરંડિયો બગાડે. સડેલો ભાગ દૂર કરવો, એમાં એના પ્રત્યે દ્વેષ નથી, પણ આખા કરંડિયાને ન બગાડે એ માટે જ તંબોલીની કાતર ચાલુ હોય ! પાન ખવડાવનારા સામગ્રી કેટલી રાખે ? કાથો, ચૂનો જીનતાન બધું રાખે. પાનની પેટી હોય, પણ કાતર પહેલી. તંબોલીને તો કાતર વિના ચાલે જ નહિ. તેજ રીતે શાત્રે કહ્યું છે કે શ્રી સંઘે જો પોતાનો બચાવ કરવો હોય, તો નિનવતા, ઉન્માર્ગગામિતા, આદિ સડા ઉપર કાતર ચલાવવી જોઈએ. જો એમ ન થાય, તો આગમનો અને ધર્મનો કેટલોય નાશ થાય. એક સડેલ હજારને સડાવે, કારણ કે એ ચેપી રોગ છે. શાસ્ત્ર શ્રી સંઘને સાવધ રહેવાની ભલામણ પૂરેપૂરી કરી છે. જેટલે અંશે એ ભલામણનો સ્વીકાર, તેટલે અંશે શ્રેય ! સડેલો ભાગ આઘો રાખો તેમાં કાંઈ વેરભાવ નથી, ત્યાં દુર્ભાવના નથી, પણ સડેલા ભેળા ભળી સડવાનો કે શક્તિ છતાં એનું દુર્લક્ષ્ય કરવાનો અથવા તેને વધવા દેવાનો શાસ્ત્ર ઇન્કાર કરે છે. દયા એનું નામ નથી, કે જેનાથી આત્માને ઘાત થાય.
સંયમધર પણ જો રોગી હોય, તો તેને માટે સામગ્રી અલગ રાખવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org