________________
૨ : ચડનારને ચડવા દો, પાડો નહિ ઃ - 39
શ્રી નંદિષણજીની બાબતમાં ‘ભાવિ’ (ભવિતવ્યતા) એ વાત તદ્દન સાચી, બાકી સમ્યગ્દષ્ટિ આત્મા ભાવિને પ્રધાનતા ન આપે પણ ગૌણ કરે. જો ભાવિને જ પ્રધાન કરાય, તો તો પાપથી બચવાના ઉગ્ર પ્રયત્નોમાં મંદતા આવે. પ્રયત્ન કર્યા પછી સફળતા ન મળે તો જ ભાવિ. આંખે દેખનારો ઉપયોગ વિના ચાલે અને થાંભલે ટિચાય ત્યાં ભાવિનો વાંક કાઢવો, એ મૂર્ખાઈ છે. જોવા છતાં, કાળજી રાખવા છતાં, ટિચાય તો જ ભાવિનો વાંક ! સમ્યગ્દષ્ટિ આત્મા પુરુષાર્થને પ્રધાન માને. એ તો કહે કે ‘મને તત્ત્વની ખબર છે, પુણ્ય-પાપ જાણું છું, આશ્રવના માર્ગ જાણું છું, કેમ બચાય એ જાણું છું, સંવરને કેમ સ્વીકારાય એ જાણું છું. બંધથી બચવા માટે શું કરવું તથા નિર્જરા કેવી રીતે કરવી એ જાણું છું, તો પછી જાણનારથી પ્રયત્ન વિના કેમ રહેવાય ? પૂરતો પ્રયત્ન કરવા છતાં વિપરીત થાય તો સમજવું કે ભાવિ ભયંકર હતું. જો આમ ન થાય અને માત્ર ભાવિને જ પ્રધાનતા અપાય, તો પુરુષાર્થની મહત્તા એકદમ ઘટી જાય. મુનિ, ગૃહસ્થ કરતાં ઊંચી કોટિના શાથી ?
551
શ્રી નંદિષણ મુનિવરના પ્રસંગમાં તો ભાવિ માન્યું. પણ તેમાંય નિમિત્ત કયું એ વિચારો. ‘અર્થલાભ' દેવાની ઇચ્છાના નિમિત્તે પતન થયું. અર્થલાભ દેવા આતુર ન થયા હોત, તો પતન થાત ? માગનારાને રાજી રાખવા માટે જે પોતાપણું ગુમાવે છે, તે ખરેખર બધું જ હારી જાય છે. માગણી કરનાર તો અજ્ઞાની છે, માટે ગમે તે માગે, પણ આપનારે સાવધ રહેવું જોઈએ. માગે તે અપાય ? કમ્પાઉન્ડરની પાસે શીશા તો ઘણાયે પડ્યા હોય, દરદી કહે કે મોટા શીશામાંથી આપો તો એ આપે ? નહિ જ, એ તો ડોક્ટરે લખી આપ્યું હોય તે જ આપે. એના માગ્યા મુજબ આપે અને કાંઈ થાય તો શું થાય ? ડોક્ટર કારણ પૂછે અને તે એમ કહે કે ‘દરદીએ એ માગ્યું હતું માટે આપ્યું.’ તો ચાલે ? ડોક્ટર તરત કહે કે ‘દરદી માગે તે આપવા તમને રાખ્યા છે કે હું લખી આપું તે આપવા તમને રાખ્યા છે ? પણ કહો છો કે સમજદાર કમ્પાઉન્ડર બીજું આપે જ નહિ, કારણ કે એને પોતાની નોકરી અને સ્થિતિની દરકાર છે. દવા પણ આપે તે પ્રમાણ હોય તે મુજબ માપ માપીને જ આપે, પણ અનુમાનથી ન આપે : બહુ અનુભવ થયો હોય, તે અનુમાનથી આપે, તે પણ માપ મુજબ જ આપી શકતો હોય તો તે વાત જુદી છે. પણ એમ કરતાં દરદીને નુકસાન થાય તો એનો એ
Jain Education International
૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org