________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૩
ત્યાં અત્યાચાર કરવા આવે ? હજી પણ કહું છું કે સ્થાનમાં નહિ રહો તો રાજભ્રષ્ટ થશો !” આ સાંભળી રાજાની વિષયવાસના મરી ગઈ.
૧૬
સ્ત્રીએ ‘હે ભાઈશાબ' કર્યું હોત, તો શું થાત ? સ્ત્રીની ઇંદ્રિયો પોતાના કાબૂમાં ન હોત તો પરિણામ ભયંકર જ આવત. આથી સ્પષ્ટ જ છે કે જિતેન્દ્રિય બેયનું રક્ષણ કરી શકે. સ્ત્રીના હૃદયમાં શિયળનો રંગ હતો, ધર્મનો રંગ હતો, અને દુનિયાની વસ્તુને એ તુચ્છ સમજતી હતી, તો જ આ સુપરિણામ લાવી શકી.
રાજા : “તું દેવી છો.”
સ્ત્રી : “નહિ રાજન્ ! હું માનુષી છું.”
રાજા : “કોઈ જાણે નહિ.”
544
સ્ત્રી : “આપ, હું અને મારા માલિક તો જાણે છે જ. તેઓ કળી ગયા છે. બીજું કોઈ નહિ જાણે.”
રાજા : “મારી ભૂલ થઈ.”
સ્ત્રી : “તમે ભૂલ સુધારી એટલે હવે તમે માલિક (રાજા) થયા. અત્યાર સુધી લૂંટારા હતા. રાજન્ ! હું તમારી દીકરી છું, બાળક છું, અવજ્ઞા માફ કરજો !
સ્ત્રીના જિતેન્દ્રિયપણાએ બેયનો ધર્મ સાચવ્યો. પ્રાણીમાત્રના શિર ઉપર અંકુશ હોવો જ જોઈએ. અંકુશ વિનાના માનવી એ વસ્તુતઃ માનવી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org