________________
વાળી શકાય. માતા-પિતાનો પરમ ભક્ત તો તે જ કે, જે સ્વયં સદધર્મ પામે અને તેમને પમાડે. આજ એક ઉત્તમ ભાવનાથી મુમુક્ષુ આત્મા જો તેઓ કોઈ જ રીતિએ સંમતિ ન આપે તો પણ પ્રવજ્યા ગ્રહણ કરે અને તેથી આશય વિશુદ્ધિને અંગે એની પાછળ થતા આજંદાદિને માટે તે દોષપાત્ર ઠરતો જ નથી, એટલું જ નહિ પણ -
“ો જાણ મચાણ, વેવ ચાણ” - આ વાક્યથી સમજાવે છે કે, તેઓ મોહાધીન બનીને દીક્ષા માટે સંમતિ ન જ આપે તો પણ દીક્ષા લેનારો મા-બાપના હિતને કરનારો છે અને તે વખતે મા-બાપની દરકારમાં સંસારમાં પડી રહેનાર, માતા-પિતાનું અહિત કરનાર છે. બાકી જેઓ આજે દીક્ષા સામે જ માતા-પિતાની ભક્તિની વાતો કરે છે અને બીજી તરફ કામાંધ કે અજ્ઞાનાધ બનીને પોતે જ માતા-પિતાનો ત્યાગ કરે છે, તેઓની વાતને ધર્માર્થીએ સાંભળવી જ નહિ એ જ હિતાવહ છે અને જેઓ સર્વવિરતિ ધર્મને અંગીકાર ન કરી શકતા હોય, તેઓએ માતાપિતાની સેવા કરવા સાથે તેમનો બોજો પોતે ઊઠાવી લઈને પણ, તેઓને ધર્મકરણીમાં જોડવા જોઈએ અને એવા જ સંતાનને
સુસંતાન” કહેવાય છે.” આ બધું વિચારતાં સ્પષ્ટ થાય છે કે, “સાધુઓ દીક્ષા માટે કોઈનેય ભગાડતા નથી, પરંતુ જ્યારે માતા-પિતા રજા ન આપતાં માર્ગ રુંધે અને ધર્મદ્રોહીઓ બળાત્કાર કરે, ત્યારે આત્મકલ્યાણને ઇચ્છતા આત્માને જ તેઓથી દૂર ચાલ્યા વું પડે છે.' ફ્લેશ ફરાવે છે?
વારંવાર પ્રસંગે પ્રસંગે આવો સમ્બોધ આપનાર મહાત્મા માતા-પિતાની ભક્તિ કરવાની ના પાડે છે, એમ કહેવું, એ કેવળ દ્રષમયતા વિના બીજું શું છે? આમાં તો માતા-પિતાની સાચી ભક્તિની પ્રેરણા જભરી છે. હવે જ્યારે એ દલીલમાં પણ તેઓ ફાવતા નથી, ત્યારે તેઓ કહે છે કે આ પૂ. પ્રવચનકાર મહાત્મા શ્રીસંઘમાં ક્લેશ છે. શ્રીસંઘની અવગણના? - એ વિશે વિચારતાં ફકરામાં આપણે જોઈ ગયા છીએ કે, જેઓ પોતાનામાં સંઘત્વની અંશોપિ યોગ્યતા કેળવી શક્યા નથી ને કેળવવા ઇચ્છતા નથી, છતાં શ્રીસંઘને નામે સત્તા
[28]
ગ્રંથ અને ગ્રંથકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org