________________
સત્યાગ્રહ આશ્રમનાં શાક બચાવવા માટે મારવાના પ્રસંગે, તેમ જ બીજા ઘણા પ્રસંગોએ તેઓએ જૈન ધર્મની અહિંસાને નિષ્કારણ સંડોવી ગેરસમજ ઊભી કરી હતી. આવા પ્રસંગે ધર્મધ્વંસને નહિ ઇચ્છતા પૂ. પંન્યાસપ્રવરશ્રી જેવા મહાત્માઓ એ વિષયમાં યોગ્ય ખુલાસો કરે, એ કાંઈ ગાંધીજીની નિંદા નથી અને જો એને જ નિંદા કહેવામાં આવે તો પરિણામે ગાંધીજી ખુદ પણ નિંદા કરનાર ઠરે તેમ છે. પરંતુ કોઈનાય અધાર્મિક વિચારોના પ્રચારથી ભદ્રશ્નો જો ઉન્માર્ગે દોરવાઈ જાય તેમ હોય, તો ઉપકારી મહાપુરુષ અવશ્યમેવ તેનો પ્રતિકાર કરે જ. બાકી જેઓ પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીને ગાંધીજીની નિંદાને નામે જ વગોવવા ઇચ્છે છે, તેઓ કોઈ પણ પ્રસંગે તેઓ શ્રીમદે ઉચ્ચારેલા શબ્દો રજૂ કરી શક્યા નથી અને છતાં વગર પ્રમાણો ટાંક્ય લાગ્યું તો તીર નહિ તો થોથું' એ ન્યાયે તેમની અધમ પ્રકૃતિ મુજબ તદ્દન જૂઠાણાંભર્યું પ્રચારકાર્ય કર્યું જાય છે. એટલે અત્રે સાફ સાફ કહી દેવું જરૂરી છે કે - પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીને એ રાક્કીય ચળવળની કે ગાંધીજીની નિંદા કરવાની કાંઈજ જરૂર નથી તેઓ કરે જનહિ એઓશ્રીના પ્રત્યેક પ્રયત્નનું ધ્યેય એક માત્ર ધર્મપ્રચાર જ હોય અને છે. કેળવણીનો વિરોધ ?
આ ઉપરાંત પૂ. પ્રવચનકાર માત્માશ્રીને વગોવનારાઓ, એઓશ્રીને કેળવણીના વિરોધી તરીકે ચીતરવાની પાછળ પણ પોતાની શક્તિનો દુર્વ્યય કરવાનું ચૂકતા નથી. જે પૂ. પ્રવચનકાર મહાત્મા અનંત જ્ઞાનીઓની આજ્ઞાઓ સમજીને જીવનમાં ઉતારવામાં જ આત્મલ્યાણ સમજ્યા હોય અને જેઓ સમ્યજ્ઞાનને મોક્ષ પ્રાપ્તિમાં અનિવાર્ય દર્શાવતા હોય, તેઓશ્રીના ઉપર “કેળવણીના વિરોધી' એવો કરવામાં આવતો આક્ષેપ ક્યાંથી સત્યાંશવાળો પણ હોય ? જેઓ શાસ્ત્રકાર મહર્ષિઓએ કહેલાં -
“ નારગોરા” “પહેલું જ્ઞાન ને પછી કિયા, નહિ કોઈ જ્ઞાન સમાન રે”
“જ્ઞાન - ક્રિયાઓ મોક્ષઃ ” “જ્ઞાની જે કર્મનો ક્ષય ક્ષણ માત્રમાં કરે, તે કર્મનો ક્ષય કરવાને અજ્ઞાની પૂર્વ કોડ વર્ષ લગી મથે તોય ક્ષય ન થાય.”
“સપન-જ્ઞાન-ન્નિજિ મોક્ષના ”
ગ્રંથ અને ગ્રંથકાર
39
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org