Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
કે પીડાજનક નથી ને? તે તપાસીને રહેવાનો અભિગ્રહ ધારણ કરવો. તેની ચાર પ્રતિજ્ઞા આ પ્રમાણે છે(૧) હું અચેત સ્થાનમાં રહીશ, દિવાલ આદિનો આશ્રય લઈશ, હાથ પગનું આકુંચન– પ્રસારણ કરીશ તેમજ મર્યાદિત ભૂમિમાં પરિભ્રમણ પણ કરીશ. (૨) હું અચેત સ્થાનમાં રહીશ, દિવાલ આદિનો આશ્રય લઈશ, હાથપગનું આકુંચન પ્રસારણ કરીશ પરંતુ ભ્રમણ કરીશ નહીં. (૩) હું અચેત સ્થાનમાં રહીશ, દિવાલાદિનો આશ્રય લઈશ પરંતુ હાથ પગનું આકુંચન-પ્રસારણ કે પરિભ્રમણ કરીશ નહીં. (૪) હું અચેત સ્થાનમાં રહીશ, પરંતુ દિવાલ આદિનો સહારો લઈશ નહિ તથા આકુંચન-પ્રસારણ કે ભ્રમણ પણ કરીશ નહીં.
હે વત્સ! આ રીતે અભિગ્રહ કરવો જોઈએ. પરિમિત કાળ માટે કાયોત્સર્ગ કરવાથી જીવની એકાગ્રતા વધે છે. આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય અને આચાર આશ્રમંજરીમાં ખટરસાદિની પ્રાપ્તિ થાય છે માટે કાયાની માયામાં મુંજાયેલો આત્મા આસક્ત ન બને તેની કાળજી કરવી. સદાય ઊભા રહેવાનો અને તેમાં મર્યાદિત સમયે ચાર વિશેષ અભિગ્રહ કરવા રૂપ તપ અણગારે જરૂર કરવો, પરંતુ જે ન કરી શકે તેનો તિરસ્કાર અને સ્વયંમાં અહંકાર આવી ન જાય તેની સાવધાની રાખવી. આ છે આચાર આમ્ર મંજરીમાંથી ફળ પ્રાપ્ત કરવાની રીત. તમે તેમજ વર્તે તેવી મારી શુભેચ્છા. શિષ્ય સ્વીકારી લીધું અને બોલ્યા- આચાર પાળવા લાગે અમોને ઈષ્ટ,
જેવો આમ્રરસ લાગે મિષ્ટ. અધ્યયન નવમું : નિષદ્યાસપ્લિકા - ગુરુદેવની પાસે બંને મિત્રો આવ્યા અને વીર્ષોલ્લાસપૂર્વક બોલ્યા, હે પ્રભો! મારા આચાર આમ્રવૃક્ષમાં મંજરીઓ બેસી ગઈ છે. તેની મીઠી સોડમ આવવા લાગી છે. કાર્યોત્સર્ગનો પ્રભાવ ઘણો જ છે. પ્રભુ, હવે અમારે શું કરવું? ગુરુદેવે ઉપદેશ આપ્યો, વાહ વત્સ વાહ! તમે સાધુ જીવનમાં ઘણા આગળ વધી રહ્યા છો. તોપણ જ્યારે ઊભા રહેવાની શક્તિ ઓછી થાય, ત્યારે બીજો અભ્યાસ પણ જરૂરી બને છે, માટે હવે બેસવાની રીત પણ શીખી જાઓ.
રોજ સ્વાધ્યાય કરવી, તે વૈરાગી સાધુનું લક્ષણ છે. ત્યાગ ટકે ન વૈરાગ્ય વિના. વૈરાગી સાધુને અનાદિની આદત પ્રમાણે પુદ્ગલ રાગ સતાવે છે તેથી ભગવાને કહ્યું છે કે હે શિષ્યો ! સ્વાધ્યાય કરવા બે, ત્રણ, ચાર સાધુઓ સાથે મળીને સ્વાધ્યાય કરવા બેસો ત્યારે એકબીજાને જોતાં દેહરાગ ઉત્પન્ન થાય છે, તે ઉત્પન્ન થવાથી
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt