Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 420
________________ ૩૫૦ ] શ્રી આચારાંગ સૂત્ર: વિતીય શ્રુતસ્કંધ १. जमाहु ओहं सलिलं अपारगं, महासमुहं व भुयाहिं दुत्तरं । अहे य णं परिजाणाहि पंडिए, से हु मुणी अंतकडे त्ति वुच्चइ ॥ શબ્દાર્થ :- = = જે સાધુ આદુ = કહ્યું છે સોહં = ઓવરૂપ તિd = જળને અપાર = જેનો પાર ન પામી શકાય તેવા મહાકુર્દ = મહા સમુદ્રને મુવાદિ = ભુજાઓથી તરવો ઉત્તર = દુત્તર છે = તેવી જ રીતે સંસાર સાગર તરવો કઠિન છે ય કં = તેથી જ સંસારના સ્વરૂપને રિબાપાઉં = જ્ઞપરિજ્ઞાથી જાણી, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કરે સે ડિપ = તે પંડિત છે(સત્યાસત્યને જાણનાર છે) અંતરે = કર્મોનો અંત કરનાર. ભાવાર્થ :- તીર્થકર ગણધર આદિ ઉત્તમ પુરુષોએ કહ્યું છે– જેનો પાર ન પામી શકાય તેવા મહા સમુદ્રને બે ભુજાઓથી પાર કરવો દુસ્તર છે, તેવી રીતે સંસારરૂપી મહાસમુદ્રને પણ પાર કરવો દુરૂર છે, તેથી આ સંસાર સમુદ્રના સ્વરૂપને જ્ઞપરિજ્ઞાથી જાણીને, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ કરે છે, તે પંડિત મુનિ કર્મોનો અંત કરનારા કહેવાય છે. जहा हि बद्धं इह माणवेहिं, जहा य तेसिं तु विमोक्ख आहिए । अहा तहा बंधविमोक्ख जे विऊ, से हु मुणी अंतकडे त्ति वुच्चइ ॥ શબ્દાર્થ :- = જેવી રીતે દ = આ સંસારમાં માળë = મનુષ્યો જો વ = મિથ્યાત્વાદિથી કર્મો બાંધે છે ક્ષ = તેનો-કર્મોનો બંધ થયો છેવિશ્વ = કર્મોના બંધનોથી મુક્ત થવું સાહિE = કહ્યું છે ને = જે સાધુવંધવિમો#= બંધ અને મોક્ષના અહીં તહીં = યથાર્થ સ્વરૂપનેવિ = સમ્યક રીતે જાણનાર છે. ભાવાર્થ :- મનુષ્યો આ સંસારમાં મિથ્યાત્વાદિ દ્વારા કર્મ બાંધે છે અને સમ્યગ્દર્શનાદિ દ્વારા કર્મોનો ક્ષય કરે છે. આ રીતે બંધ અને વિમોક્ષના સ્વરૂપને યથાતથ્ય જાણનાર વિદ્વાન મુનિ અવશ્ય સંસારનો કે કર્મોનો અંત કરનારા કહેવાય છે. का इमम्मि लोए परए य दोसु वि, ण विज्जइ बंधणं जस्स किंचि वि । से हु णिरालंबणमप्पइट्ठिओ, कलंकलीभावपवंच विमुच्चइ ।।त्ति बेमि॥ શબ્દાર્થ :- ગિર સંવ = આલંબનથી રહિત-આ લોક પરલોકની આશાથી રહિત ૩ખ િ = પ્રતિબંધથી રહિત વર્તનમાવવવ = જન્મ, મરણ રૂપ સંસારના પરિભ્રમણના પ્રચંચથી વિમુક્વઃ = મુક્ત થાય છે. ભાવાર્થ :- આ લોક, પરલોક કે બંને લોકમાં જેને અંશમાત્ર પણ રાગાદિ બંધન નથી તથા જે સાધક નિરાલંબી- આ લોક, પરલોક સંબંધી ઇચ્છાઓથી રહિત અને અપ્રતિબદ્ધ છે, તે સાધુ અવશ્ય સંસારપરિભ્રમણ રૂપ પ્રપંચથી મુક્ત થઈ જાય છે. વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં વિવિધ દષ્ટાંતો દ્વારા સાધકને બંધનમાંથી મુક્ત થવાની પ્રેરણા આપી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442