Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧૬
.
| ૩૪૯ |
મહાર ખિસ્સથરા ૩ીરિયા:- મહાવ્રતોનો સ્વીકાર અત્યંત કઠિનતાથી થાય છે. સર્વ પ્રકારની પાપ પ્રવૃત્તિનો સર્વ પ્રકારે જીવન પર્યત ત્યાગ કરવા રૂપ કાર્ય દઢ સંકલ્પથી જ સિદ્ધ થઈ શકે છે. સામાન્ય વ્યક્તિ તેનો સ્વીકાર કરી શકતી નથી, મહાપુરુષો જ તેનો સ્વીકાર કરે છે. તેનું પાલન કરવું પણ અત્યંત કઠિન છે. મહાવ્રતોના પાલનથી અનંત કર્મોનો નાશ થાય અને અનંત આત્મગુણોનો પ્રકાશ થાય છે. તેના પાલનથી સર્વ જીવોને અભયદાન પ્રાપ્ત થતું હોવાથી જગજીવો માટે પણ કલ્યાણકારી છે. આ રીતે મહાવ્રતની મહાનતાને જોઈને તેમ જ મહાન પુરુષો દ્વારા તેનું આચરણ થતું હોવાથી સૂત્રકારે તેના માટે મહાપુરુ શબ્દપ્રયોગ કર્યો છે. જેમ સૂર્યના પ્રકાશથી અંધકારનો નાશ થાય છે તેમ જ મહાવ્રતના પાલન રૂપ પ્રકાશથી કર્મોના સમૂહ રૂ૫ અંધકારનો નાશ થાય છે. સિદંfમજ અતિ પરિધ્વઃ - જે આઠ પ્રકારના કર્મોથી બદ્ધ છે, ગૃહપાશથી બદ્ધ છે, તેવા ગુહસ્થોના વિષયમાં સિણ પરિધ્વા ગૃહપાશથી નિર્ગત, મુનિ કર્મક્ષય કરવામાં ઉધત થઈને અનાસક્ત ભાવે વિચરણ કરે. સામર્થીતુ વાળ પૂયાં - સ્ત્રીઓમાં અનાસક્ત રહે. પૂજા-સત્કારની આકાંક્ષાનો ત્યાગ કરે. આ કથનથી મૂળગુણ અને ઉત્તરગુણની સુરક્ષાનું પ્રતિપાદન કર્યું છે. મસિ નોમાં તહીં રં:- આ લોક અને પરલોકની કોઈ આકાંક્ષા ન રાખે અર્થાત્ મૂળ ગુણ અને ઉત્તરગુણમાં અવસ્થિત સાધુ આ લોક અને પરલોકના નિમિત્તે તપ કરે નહિ અર્થાત્ નિર્જરાના લક્ષ્ય તપ કરે. જ ક્લિક્ વાનગુહિં કિ - કામગુણના કટુ પરિણામને જાણીને, વિવેકી સાધુ કામગુણોમાં મૂચ્છિત થાય નહિ. વિસુફ નીયં બૂમ« ગોફT – ચાંદી ઉપરનો મેલ જેમ અગ્નિથી દૂર થાય છે, તેમ પૂર્વકૃત કર્મોનો મેલ પણ તપની અગ્નિથી વિશુદ્ધ થાય છે. બંધનથી મુક્ત -
से हु परिण्णासमयम्मि वट्टइ, णिराससे उवरय मेहुणे चरे ।
भुजगमे जुण्णतय जहा चए, विमुच्चइ से दुहसेज्ज माहणे ॥ શબ્દાર્થ :- તે = તે સાધુ રામમિ વટ્ટ = જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાને સ્વીકારીને પ્રવૃત્તિ કરે બિરાસરે = આ લોક, પરલોકના વિષયોની આશાથી રહિત મેળે = મૈથુનથી ૩૧ = ઉપરત ઘરે = સંયમમાં વિચરે છે મુiાને = સર્પ ગુણાકં = જૂની કાંચળીને ચ= છોડી દે છે તે = તેવી રીતે તે માખે = સાધુ કુદw = દુઃખરૂપ શય્યાથી વિપુત્ર = મુક્ત થઈ જાય છે, સંસારથી છૂટી જાય છે. ભાવાર્થ :- જેમ સર્પ શરીર પરની જૂની કાંચળીનો ત્યાગ કરી તેનાથી મુક્ત થઈ જાય છે, તેમ સાધુ જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા રૂપ શાસ્ત્રોક્ત કથનને સ્વીકારીને પ્રવૃત્તિ કરે છે; આ લોક, પરલોક સંબંધી આશંસાથી રહિત અને મૈથુન સેવનથી વિરત થઈ સંયમમાં વિચરણ કરે છે તે દુઃખશય્યાથી એટલે કર્મબંધનોથી અને સંસાર પરિભ્રમણથી મુક્ત થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org