Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 432
________________ ૩દર | શ્રી આચારાંગ સૂત્ર ગોચરીએ જવું નહીં. (૫) ચિધર્મી (ચોખ્ખાઈની પરંપરાવાળા) કુલોમાં રસોડું વગેરે જ્યાં સુધી આવવાની ગૃહસ્થની મર્યાદા હોય ત્યાં સુધી જ જવું, તેનાથી આગળ જવું નહીં. (૯૬) વહોરાવતા સમયે દાતાના પગ નીચે ત્રસ જીવ, બીજ, લીલોતરી વગેરે દબાઈ જાય તેમજ સચિત્ત પાણીનો સંઘટ્ટો કે કોઈ પ્રકારે પાણીની વિરાધના થઈ જાય તો તે ઘરથી ગોચરી ન લેવી. (૭) ગોચરી વહોરાવવાના નિમિત્તે પહેલાં કે પછી દાતા પાણીથી હાથ, ચમચા વગેરે ધુએ તો તે પૂર્વ કર્મ અને પશ્ચાત્ કર્મ દોષ થાય, માટે ભિક્ષુએ તે વિષયમાં વિવેક પૂર્વક ભિક્ષા ગ્રહણ કરવી. (૯૮) ગર્ભવતી સ્ત્રી માટે બનાવેલા આહારમાંથી તેના વાપર્યા પહેલાં લેવું નહીં. (૯૯) ગર્ભવતી સ્ત્રીને પ્રસૂતિ કાલનો માસ ચાલતો હોય ત્યારે તેને સાધુ માટે ઊઠવું કે બેસવું પડે તે રીતે મુનિએ ગોચરી ન લેવી; તે સ્ત્રી બેઠેલી કે ઊભી રહેલી જેમ હોય તેમ વહોરાવે તો ભિક્ષા લઈ શકાય. (૧૦૦) બાળકને દુધ પાન કરાવતી સ્ત્રી તેને રડતાં મૂકીને ગોચરી વહોરાવે તો તેના હાથે મુનિ ગોચરી ન લે. (૧૦૧) ભારે વાસણ કે પદાર્થ મુશ્કેલીથી ઉપાડીને દાતા વહોરાવે તો ગોચરી ન લેવી. ( ૧૨) મુનિએ દાન, પુણ્ય માટે કે ગરીબ ભિખારી માટે તેમજ સાધુ સંન્યાસીઓ માટે બનાવેલો આહાર ન લેવો, તે દાનપિંડ દોષ છે. (૧૦૩) મુનિએ કંદ, મૂલ, આદુ તેમજ ફૂલ, ફળ અને બીજ વગેરે સચિત્ત પદાર્થો વહોરવા નહીં. –દશવૈ.-/૧/૭૦. (૧૦૪) મુનિએ દુકાન વગેરેમાં ખુલ્લા પડેલા અને રજથી ભરેલા પદાર્થ વહોરવા નહીં. (૧૦૫) જેમાં ગોઠલી, ઠળિયા વગેરે ફેંકવાનું બહુ હોય તેવા પદાર્થ વહોરવા નહીં, તે બહુઉજિઝત દોષ છે. (૧૦૬) મુનિએ ધોવણ પાણી કે છાશ વગેરે તૈયાર થતાં તત્કાલ વહોરવા નહીં; એક બે ઘડીનો સમય વ્યતીત થઈ જાય પછી લઈ શકાય છે. (૧૦૭) અન્ય કોઈ ભિક્ષાચર ઘરના દ્વાર પર ઊભા હોય તો મુનિએ ત્યાં તેને ઉલ્લંઘીને ગોચરી ન જવું અને તેની સામે ઊભા પણ ન રહેવું. (૧૦૮) મુનિ સામુદાનિક ગોચરી કરે અર્થાતુ ધનિક કે ગરીબના ભેદ ભાવ વિના ગોચરી કરે. (૧૦૯) મુનિ અજ્ઞાત ઘરોમાં એટલે પૂર્વ સૂચના વિનાના ઘરોમાં ગોચરી કરે અને એક જ ઘરમાં ગોચરી ન કરી લે, ગાયના ઘાસ ચરવાની જેમ અનેક ઘરેથી થોડી થોડી નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરે. (૧૧૦) મુનિ પ્રાપ્ત આહારને બીજા દિવસ માટે રાખે નહીં. (૧૧૧) ભિક્ષુ મધ માંસ કે મલ્યનો આહાર કદાપિ કરે નહીં અર્થાત્ મુનિ તેવી આહાર વૃત્તિથી દૂર રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442