Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 430
________________ ૩૬૦] શ્રી આચારાંગ સૂત્ર (૫૫) નિત્યદાન પિંડ, નિત્ય નિમંત્રણ પિંડ, બનેલા ભોજનનો અર્થોભાગ, ચોથાઈ ભાગ વગેરે જ્યાં દરરોજ દાન દેવાતું હોય તેવા પ્રસિદ્ધ દાન કુલો(ઘરો)માંથી ભિક્ષા ગ્રહણ ન કરવી. (૫૬) લગ્ન નિમિત્તના ભોજન પ્રસંગે કે કોઈ પણ વિશિષ્ઠ પ્રસંગોમાં જ્યાં જનાકીર્ણતા હોય ત્યાં ગોચરી ન જવું. (૫૭) મૃત્યુ પ્રસંગે કે જન્માદિ મહોત્સવ પ્રસંગે તેમજ અનેક ગામડાઓનો ઘણો મોટો જમણવાર હોય અથવા નાનો જમણવાર હોય તેમાં પણ લોકોનું આવાગમન બહુ હોય, ત્યાં ગોચરી જવું નહીં. (૫૮) ગરમ પદાર્થને ફૂંક મારીને વહોરાવે તે જૂન્ન દોષ છે. (૫૯) સાધુ માટે પવન નાખીને ઠંડા કરેલા આહારાદિ વહોરાવે તે વીણા દોષ છે. ભગવતી સૂત્ર શતક-૭, ઉદ્દેશા–૧માં દર્શાવેલા શ્રમણના પરિભોગેષણા સંબંધી દોષો આ પ્રમાણે છે(9) મનોજ્ઞ, સ્વાદિષ્ટ આહાર કરતા મુનિ મનમાં ખુશ થાય. આહારની અને દાતાની પ્રશંસા કરે તો ઈગાલ દોષ (અંગાર દોષ) છે. તે પ્રમાણે પ્રશંસા કરવાથી સંયમ ગુણ અંગારા સમાન થઈ જાય. (૧) મુનિ અમનોજ્ઞ, પ્રતિકૂલ આહાર કરતાં મસ્તક હલાવી; આંખ, મુખ વગેરે બગાડી; મનમાં ખિન્ન બનીને આહાર કરે અને તે આહારની કે દાતાની નિંદા કરે છે, ધૂમ દોષ છે. તેમ કરતાં સાધકના સંયમ ગુણો ધૂમાડા સમાન થઈ જાય છે. મુનિ ખાદ્ય પદાર્થને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં સંયોજ્ય પદાર્થ, મીઠું, મરચું, ખાંડ, ગોળ વગેરેનો સંયોગ કરીને ખાય તે સયોજના દોષ છે. (૩) મુનિ શરીરની આવશ્યક્તા કરતાં વધારે આહાર કરે, ઠાંસી ઠાંસીને આહાર કરે, તે પ્રમાણાતિકાંત દોષ (૪) સૂર્યોદય પૂર્વે કે સૂર્યાસ્ત પછી આહાર કરે, તે ક્ષેત્રાતિક્રાંત દોષ છે. (૫) પ્રથમ પ્રહરમાં ગ્રહણ કરેલા આહાર, પાણી ચોથા પ્રહરમાં રાખે અને તેનું સેવન કરે, તે કાલાતિકાંત દોષ છે. (૬) વિહાર વગેરે પ્રસંગે બે ગાઉથી વધારે દૂર આહાર પાણી લઈ જાય અને વાપરે, તે માગતિક્રાંત દોષ છે. (૭) દુષ્કાળ માટે લોકોને આપવા બનાવેલો દુષ્કાળ ભક્ત આહાર ન લેવો. (૮) દીન દુખીઓ માટે બનાવેલો કિવિણ ભક્ત આહાર ન લેવો. (૯) બીમારો માટે બનાવેલો કે અપાતો ગિલાણ ભક્ત આહાર ન લેવો. (૭૦) અનાથ લોકો માટે તૈયાર કરેલો અનાથ પિંડ આહાર ન લેવો. (૭૧) અતિવૃષ્ટિથી પીડિત લોકો માટે બનાવેલો બલિયા ભક્ત આહાર ન લેવો. (૭૨) સાધુ માટે સુધારેલો કે પીસીને, મથીને તૈયાર કરેલો આહાર, રચિત દોષવાળો કહેવાય છે. દાતા ખાદ્ય પદાર્થોનું પરિવર્તન કે રૂપાંતરિત કરીને આપે તે પણ રચિત દોષ છે. (૭૩) ગૃહસ્થનું આમંત્રણ કે નિમંત્રણ સ્વીકારી, તેને ઘરે ગોચરી વહોરવી તે નિમંત્રણપિંડ દોષ છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રના પ્રથમ સંવર દ્વારમાં આહાર સંબંધી ઘણાં વિધિ નિષેધ અને નિયમ દર્શાવ્યા છે તેમાંથી વિશિષ્ટ વિધિ નિષેધ આ પ્રમાણે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442