Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 421
________________ અધ્યયન-૧૬ (૧) જેમ સર્પ પોતાની કાંચળીને અનાસક્ત ભાવે છોડી દે છે, તેમ સાધુ પણ પૂર્વ સંયોગોના, રાગાદિ બંધનોનો ત્યાગ કરે છે. (૨) સાધુ મહા સમુદ્ર સમાન સંસાર સાગરને શાસ્ત્રોકત ઉપાય દ્વારા તરી જાય છે. ૩૫૧ કર્મ બંધનથી મુક્ત થવાના, કર્માશ્રવ રૂપ વિશાળ જળ પ્રવાહને રોકવાના ઉપાયો ક્રમશઃ આ પ્રમાણે છે– (૧) સાધુ શાસ્ત્રોક્ત ઉપાયોના આધારે જ પ્રવૃત્તિ કરે, (૨) સંસાર સમુદ્રના સ્વરૂપને જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ કરે, (૩) કર્મબંધનના કારણો અને બંધન મુક્તિના ઉપાયોને યથાર્થ રૂપે જાણીને મુક્તિ માટે યથાતથ્ય પ્રયોગ કરે, (૪) ઇહલૌકિક, પારલૌકિક સર્વ આશંસા, આકાંક્ષા કે સ્પૃહાથી રહિત થઈ અપ્રતિબદ્ધપણે વિચરે. જુહલેĒ :– દુઃખ શય્યા. શ્રી ઠાણાંગ સૂત્રમાં ચાર પ્રકારની દુઃખ શય્યાનું નિરૂપણ છે. સાધુ જીવનના સ્વીકાર પછી કોઈપણ નિમિત્તથી મનમાં અસાધુતાના ભાવોનો પ્રવેશ થઈ જાય, મન વિચલિત થઈ જાય, તો સાધુને માટે સંયમ દુઃખના સ્થાનરૂપે-દુઃખ શય્યારૂપ બની જાય છે. તેના ચાર પ્રકાર છે. (૧) પ્રવચન પ્રતિ અશ્રદ્ધા, (ર) પરલાભની સ્પૃહા, (૩) કામભોગની આશંસા, (૪) શરીર શુશ્રૂષાની ઇચ્છા. આ ચારે કારણોથી સંયમ દુઃખ રૂપ બની જાય છે. તેથી સાધક શાસ્ત્રોક્ત ઉપાયો દ્વારા ઉપરોક્ત ચારે કારણોનો ત્યાગ કરીને દુઃખ શય્યાથી મુક્ત થાય છે અર્થાત્ સાધક દુઃખમય નરકાદિ ભવોથી અથવા દુઃખમય સંસાર પરિભ્રમણ રૂપ પ્રપંચોથી મુક્ત થાય છે. પરિપ્પા સમમ્મિ વદૃ :- સાધુ પરિક્ષા રૂપ શાસ્ત્રોક્ત કથન અનુસાર પ્રવૃત્તિ કરે. સંસારના સ્વરૂપને જ્ઞ પરિક્ષાથી યથાર્થ રૂપે જાણે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છોડવા યોગ્ય પદાર્થોનો ત્યાગ કરે. આ રીતે સમ્યગ્ જ્ઞાન અને સક્રિયાના સમન્વયથી સાધકની સાધના દઢતમ થાય છે. વશ્ય મનુને :- મૈથુન ક્રિયાથી સર્વથા ઉપરત થાય, ચોથા મહાવ્રતનું યથાર્થપણે પાલન કરે. આ કથનથી ઉપલક્ષણથી શેષ સર્વ મહાવ્રતનું કથન થઈ જાય છે. સંસાર મહાસમુĒ :- સંસાર મહાસમુદ્રની સમાન દુસ્તર છે. સમુદ્રમાં નદીઓનો પ્રવાહ આવતો રહે છે, તેમ સંસાર સમુદ્રમાં કર્મરૂપ જલનો પ્રવાહ સતત આવે છે. - ભુજાઓથી મહાસમુદ્રને પાર કરવો કઠિન છે, તેમ સંસાર સમુદ્રને પાર કરવો દુસ્તર છે. જે ઉપાયથી સંસાર પાર કરી શકાય છે તેને જાણીને તે ઉપાય અનુસાર અનુષ્ઠાન કરે છે, તે પંડિત મુનિ છે. તે સંસાર સમુદ્રના પ્રવાહનો અંત કરે છે. તે સંસાર સમુદ્રને તરી જાય છે. Jain Education International નદા ચ વતું :– મનુષ્યો(જીવો) સંસારમાં ક્યા કારણોથી બંધાય છે? તેને યથાર્થરૂપે જાણો અર્થાત્ જીવ મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ, આ આશ્રવના કારણોથી કર્મ બાંધે છે, તેનું યથાર્થ જ્ઞાન કરે. ના ય વિમોÜ :- જે ઉપાયો દ્વારા કર્મબંધનથી બંધાયેલા જીવોનો વિમોક્ષ થાય છે, તે ઉપાયોને જાણે. પ્રાણાતિપાત વિરમણ આદિ વ્રત, તપ, સંયમ, સમ્યગ્દર્શનાદિ ઉપાયો દ્વારા જીવ મુક્ત થાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442