Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૩: ઉદ્દેશક-૩
- ૧૬૧ |
શબ્દાર્થ :- છાણ = કચ્છ–નદી કિનારાનો નીચેનો ભાગવિધિ = ઘાસની વીડ બૂમ = તળેટી કે ભૂમિઘર વનયાણિ = નદીથી ઘેરાયેલો પ્રદેશ દાળ = નિર્જન પ્રદેશમાં, અરણ્ય ક્ષેત્રમાં શિખ વિવુIfખ = જંગલમાં વિષમ સ્થાન પજરણો = પુષ્કરણી-કમળ સહિતની વાવડીઓ રહયા = લાંબી વાવડીઓ ગારિયાઓ = ઊંડી વાવડીઓ સરળ = ખોદયા વિનાના તળાવ સરપતિયાળ = પંક્તિબદ્ધ સરોવર સરસરપતિયાળ = પરસ્પર જોડાયેલા પંક્તિબદ્ધ સરોવરો માં વા પણ્ = હરણ કે પશુ પજવી = પક્ષી સિવા = સર્પ = સિંહ ગયા વા થયા વા હર = જલચર, સ્થલચર કે ખેચર જીવસ તે = જીવ છે તે ૩ત્તા = ત્રાસ પામેવત્તા = વિશેષરૂપથી ત્રાસ પામે વાડું વા સર = વાડ કે શરણ–આશ્રય લેવાની રહેગા = ઇચ્છા કરે અયં સમજે = આ શ્રમણ વારિત્તિ ને = અમને ભગાડવા માંગે છે કે પકડવા માંગે છે. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિહાર કરતા હોય ત્યારે રસ્તામાં દેખાતા કચ્છ-નદીની નજીકનો નીચાણનો ભાગ, ઘાસની વીડ, ભૂમિઘર, નદીથી ઘેરાયેલો નિર્જલ પ્રદેશ, જંગલના વિષમ સ્થાનો, ગહન દુર્ગમ વન, એકજાતના વૃક્ષો હોય તેવું વન, વનના વિષમ સ્થાન અથવા અનેક જાતિના વૃક્ષો હોય તેવા વન, પર્વતો, ઘણા પર્વતોના કારણે દુર્ગમ પર્વતો, કૂવા, તળાવ, સરોવર, નદીઓ, વાવડી-કમળ રહિત ગોળાકાર વાવડી, પુષ્કરણીઓ- કમળ સહિત ચોરસ વાવડી, લોકો જલક્રીડા કરે તેવી લાંબી વાવડી, ગુંજાલિકા-લાંબું, ઊંડું, વાંકચંક જળાશય, ખોડ્યા વિનાનું તળાવ, અનેક સરોવરની પંક્તિઓ, પરસ્પર મળેલા ઘણા સરોવરો, હાથ ઊંચા કરીને, આંગળીઓથી સંકેત કરીને તથા ઊંચા-નીચા થઈને, એકીટશે જુએ નહિ. કેવળી ભગવાન કહે છે કે તે કર્મબંધનું કારણ છે.
આ પ્રમાણે જોવાથી ત્યાં રહેલા. હરણો. પશુ, પક્ષી, સર્પ, સિંહ, જલચર, સ્થળચર કે ખેચર જીવો સાધુની આ પ્રકારની ચેષ્ટાઓને જોઈને ત્રાસ પામે, વિશેષ ત્રાસ પામે, કોઈ વાડનું કે સુરક્ષિત સ્થાનનું શરણ લેવાની ઇચ્છા કરે અથવા આ શ્રમણ અમને ભગાડવા કે પકડવા ઇચ્છે છે, તેમ વિચારીને તે પ્રાણીઓ ભયભીત બને છે.
તેથી તીર્થકરાદિ આપ્ત પુરુષોએ ભિક્ષુઓ માટે પહેલેથી જ આ પ્રતિજ્ઞા યાવતુ ઉપદેશ આપ્યો છે કે સાધુ કોઈ પણ સ્થાનને હાથ ઊંચા કરીને, આંગળીઓથી નિર્દેશ કરીને કે શરીરને ઊંચું-નીચું કરીને એકીટશે જુએ નહિ પરંતુ યતનાપૂર્વક આચાર્ય ઉપાધ્યાયની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં સાધુ-સાધ્વી માટે વિહાર કરતાં રસ્તામાં શારીરિક ચેષ્ટાઓ અને ચંચળતાના ત્યાગનો ઉપદેશ છે.
સાધુ-સાધ્વીઓએ વિહારમાં ઈર્યાસમિતિ પૂર્વક ચાલવું જરૂરી છે. તે ઉપરાંત સાધુ જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં ઇન્દ્રિય સંયમ તેમજ અંગોપાંગ સંયમ પણ આવશ્યક છે. વિહાર દરમ્યાન સાધુ પોતાની આંખ, આંગળીઓ, હાથ-પગ તેમજ શરીરને નિયંત્રણમાં રાખે છે. સાધુનું ધ્યાન કેવળ પોતાના રસ્તામાં જ હોવું જોઈએ. જો આ પ્રકારનો સંયમ ન રહે તો જીવવિરાધના થાય છે. તેમજ શરીરના અવયવોના અસંયમને જોતા ત્યાં રહેતા લોકોને સાધુ પ્રત્યે શંકા, કુશંકા થાય કે આ ચોર છે, ગુપ્તચર છે, આ વેશથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org