Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૬ઃ ઉદ્દેશક-૧
૨૧૫ |
6)
છઠ્ઠું અધ્યયન : પાત્રષણા
પહેલો ઉદ્દેશક
પાત્રના પ્રકાર અને મર્યાદા - | १ से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा पायं एसित्तए, से जं पुण पायं जाणेज्जा, तं जहा- अलाउपायं वा दारुपायं वा मट्टियापायं वा, तहप्पगारं पाय, जे णिग्गंथे तरुणे जुगवं बलवं अप्पायंके थिरसंघयणे, से एगं पायं धारेज्जा, णो बिइयं । શબ્દાર્થ :-સાઉથપાયું = તુંબડાનું પાત્ર રપાય = લાકડાનું પાત્ર માયાપાર્થ = માટીનું પાત્ર પાચં થના = ત્રણમાંથી એક જાતિના પાત્રને ધારણ કરે નો વિદ્ય = બીજા પાત્ર રાખે નહિ. ભાવાર્થ :-સંયમશીલ સાધુ કે સાધ્વી જો પાત્ર ગ્રહણ કરવા ઇચ્છે તો તે પાત્રના વિષયમાં આ પ્રમાણે જાણે- તુંબડાનું પાત્ર, લાકડાનું પાત્ર અને માટીનું પાત્ર, આ ત્રણ પ્રકારનાં પાત્રમાંથી જે નિગ્રંથ તરુણ, બલિષ્ઠ, સ્વસ્થ અને દઢ સંહનનવાળા છે, તે કોઈ એક જાતના પાત્રને ધારણ કરે, બીજા પ્રકારનાં પાત્રને રાખે નહિ. | २ से भिक्खू वा भिक्खुणी वा परं अद्धजोयणमेराए पायपडियाए णो अभिसंधारेज्जा गमणाए । ભાવાર્થ:- સાધુ કે સાધ્વી બે ગાઉથી વધુ દૂરના સ્થાનમાં પાત્ર લેવા જવાનો મનમાં વિચાર કરે નહિ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને ગ્રાહ્ય પાત્રના પ્રકાર તથા પાત્ર ગ્રહણની જાતિ અને ક્ષેત્ર મર્યાદાનું કથન છે.
સાધુને પોતાના આહાર-પાણી માટે તથા વૃદ્ધ, તપસ્વી, ગ્લાન આદિ સાધુઓની વૈયાવચ્ચ માટે પાત્રની જરૂર પડે છે, તેથી સાધુ આગમિક મર્યાદા અનુસાર પાત્ર ધારણ કરે છે.
સૂત્રકારે સાધુને માટે ગ્રાહ્ય ત્રણ પ્રકારના પાત્રનું કથન કર્યું છે– (૧) તુંબડાનું પાત્ર, (૨) લાકડાનું પાત્ર અથવા (૩) માટીનું પાત્ર. આ ત્રણે પ્રકારનાં પાત્રો લઘુતા સૂચક હોય છે. શ્રી ઠાણાંગ સૂત્ર આદિ અનેક શાસ્ત્રોમાં પણ સાધુને ઉપરોક્ત ત્રણ પ્રકારના પાત્ર ધારણ કરવાનું કથન છે. તે ઉપરાંત સંન્યાસી–પરિવ્રાજક આદિના ઉપકરણ વિષયક આગમિક વર્ણનોમાં તેઓને માટે પણ આ ત્રણ જાતિના પાત્રનું વિધાન જોવા મળે છે. a પાયે થાળા :- સામાન્ય રીતે સાધુ ત્રણ જાતના પાત્ર ધારણ કરી શકે છે. તેમાં તરુણ, બલવાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org