Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૭ : ઉદ્દેશક-૧
સંક્ષેપમાં સાધુએ અદત્ત મહાવ્રતનું પૂર્ણતયા પાલન કરવા માટે સહવર્તી સાધુના ઉપકરણની પણ આજ્ઞા લેવી જરૂરી હોય છે.
ર૧
ઓળö- અવગ્રહ, આશા. સાધુ ત્રીજા મહાવ્રતનું પૂર્ણપણે પાલન કરવા માટે પ્રત્યેક વસ્તુનો ઉપયોગ કરતાં પહેલાં માલિકની આજ્ઞા ગ્રહણ કરે છે. સાધક જીવનમાં જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન કરવું, એ જ આરાધના છે. તેથી ગોચરી, પ્રતિલેખન, સ્વાધ્યાય, ધ્યાન, વિહાર, શૌચાદિ સાધુ સમાચારીના અનુષ્ઠાનોની આરાધના પૂર્વે ગુરુ કે રત્નાધિક સંતોની આજ્ઞા લેવી જરૂરી છે.
અવગ્રહ યાચના વિધિઃ
२ से आगंतारेसु वा, आरामगारेसु वा, गाहावइकुलेसु वा परियावसहेसु वा अणुवीइ ओग्गहं जाएज्जा, जे तत्थ ईसरे, जे तत्थ समहिट्ठाए ते उग्गहं अणुण्णवेज्जा- कामं खलु आउसो ! अहालंदं अहापरिण्णायं वसामो, जाव आउसो; जाव आउसंतस्स ओग्ग्हे जाव साहम्मिया एतावताव ओग्गहं ओगिहिस्सामो, तेण परं विहरिस्सामो ।
ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ધર્મશાળા, વિશ્રામગૃહ, ગૃહસ્થના ઘર કે પરિવ્રાજકોના આશ્રમ આદિ કોઈ પણ સ્થાનમાં રહેવા ઇચ્છે તો વિચારપૂર્વક તે સ્થાનની આજ્ઞા ગ્રહણ કરે. તે સ્થાનના જે માલિક હોય તેની અથવા માલિકે અન્ય વ્યક્તિને તે સ્થાન માટે અધિકાર આપ્યો હોય તેવા તે સ્થાનના અધિષ્ઠાતાની આજ્ઞા ગ્રહણ કરવી જોઈએ. આજ્ઞા ગ્રહણ કરવા માટે સાધુ ગૃહસ્વામીને કહે કે હે આયુષ્યમાન ગૃહસ્થ ! તમે જેટલા સમય માટે જેટલા સ્થાનમાં રહેવાની આજ્ઞા આપશો તેટલા સમય સુધી તેટલા સ્થાનમાં અમે રહેશું. હે આયુષ્યમાન ! આપની અહીં જેટલા સમયની અવગ્રહ– આજ્ઞા હોય, તેટલા સમયમાં અન્ય સાધર્મિક સાધુ આવે, તો તેઓ પણ તેટલા સ્થાનને ગ્રહણ કરશે, આ રીતે અમો સર્વે આપની કહેલી ક્ષેત્ર અને કાલ સંબંધી મર્યાદા પ્રમાણે જ અહીં રહેશું(વિચરશું).
વિવેચનઃ
Jain Education International
પ્રસ્તુત સૂત્રમાં અવગ્રહ-સ્થાનની યાચના અને આજ્ઞાવિધિનું નિરૂપણ કર્યુ છે.
સાધુ નિર્દોષ અને સંયમ-સાધનાને યોગ્ય સ્થાનની આજ્ઞા ગ્રહણ કરે તે સાધુએ ક્ષેત્ર તથા કાલની મર્યાદા નિશ્ચિત કરવી અત્યંત જરૂરી છે. ગૃહસ્થના જે સ્થાનમાં રહેવાનું છે, તે સ્થાનમાં જો વિશાળ જગ્યા હોય તો તેમાંથી કેટલી જગ્યાનો ઉપયોગ કરવાની સાધુની ઇચ્છા છે, તેની સ્પષ્ટતા કરી લેવી જોઈએ. જેમ કે ગૃહસ્થનું ત્રણ માળનું મકાન હોય, તેમાં દશ-પંદર રૂમ હોય, તો તેમાંથી કેટલા માળ અને કેટલી રૂમ વાપરવી, તે નિશ્ચિત કરી લેવું જોઈએ. તે ઉપરાંત પરઠવા માટેની ભૂમિ, સમય મર્યાદા, આગંતુક શ્રમણોની પણ સાથે રહેવાની આજ્ઞા લેવી જોઈને અને તદનુસાર રહેવું જોઈએ. સાધુ ક્ષેત્ર અને સમયની મર્યાદા નિશ્ચિત ન કરે, તો અનેક દોષોની સંભાવના છે. તે સર્વ વર્ણન શય્યા અધ્યયન પ્રમાણે જાણવું. સાંભોગિક સાધુઓ સાથે વ્યવહાર :
३ से किं पुण तत्थोग्गहंसि एवोग्गहियंसि ? जे तत्थ साहम्मिया संभोइया
For Private Personal Use Only
www.jainelibrary.org