Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૪૪ |
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
સોળમું અધ્યયન
વિમુક્તિ
અનિત્ય ભાવના :
अणिच्चमावासमुर्वेति जंतुणो, पलोयए सोच्चमिदं अणुत्तरं ।
विउसिरे विण्णु अगारबंधणं, अभीरु आरंभपरिग्गहं चए ॥ શબ્દાર્થ :- ગાળો = જીવો સળવનાવાસમુનિ = અનિત્ય આવાસ-સ્થાનને પ્રાપ્ત કરે છે ? = આ પ્રવચન અનુત્તર = સર્વ શ્રેષ્ઠ સોદવ = સાંભળીને પોયણ = હૃદયથી વિચાર કરીને વિપy = વિદ્વાન અરવિંથs = પારિવારિક સ્નેહ બંધનનો વિસરે = ત્યાગ કરી દે અમીર = ભય અને પરીષહોથી નિર્ભીક સાધક આરંમપરિહિં પણ = આરંભ પરિગ્રહનો પણ ત્યાગ કરી દે. ભાવાર્થ :- સંસારના સર્વ પ્રાણી મનુષ્યાદિ જે સ્થાનમાં જન્મ ધારણ કરે છે અથવા જે શરીર આદિમાં રહે છે તે સર્વ સ્થાન અનિત્ય છે. સર્વ શ્રેષ્ઠ એવા જિન પ્રવચનમાં કહેલા આ વચનને સાંભળીને તેના પર હદયપૂર્વક ચિંતન કરીને, સર્વ ભયોથી નિર્ભય બનેલા વિવેકી પુરુષ પારિવારિક સ્નેહ બંધનનો તથા સર્વ સાવધ કર્મોનો તેમજ પરિગ્રહનો ત્યાગ કરે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સંસારની અનિત્યતાનું સ્વરૂપ બતાવ્યું છે.
આ સંસારમાં જીવ જ્યાં જન્મ ધારણ કરે છે, જે શરીર ધારણ કરે છે, તે સ્થાનમાં અથવા તે શરીરમાં જીવ પોતાના કર્મની સ્થિતિ પ્રમાણે જ રહે છે. કર્મની સ્થિતિ પૂર્ણ થતાં તે સ્થાન અથવા શરીરને છોડીને જીવને અન્યત્ર જન્મ ધારણ કરવો પડે છે. ત્યાં તે નવું શરીર ધારણ કરે છે અને પોતાની કર્મસ્થિતિ અનુસાર રહે છે, ત્યારપછી તે સ્થાનને છોડે છે. આ રીતે સંસાર પરિભ્રમણમાં કોઈ પણ સ્થાનમાં કે કોઈપણ શરીરમાં જીવને કાયમ રહેવાનું નથી, પ્રત્યેક સ્થાન અથવા શરીર અનિત્ય છે. શરીરની અનિત્યતા હોવાથી, શરીરથી સંબંધિત સ્વજનો, કુટુંબ-પરિવાર આદિ સંબંધો, ધન-દોલત આદિ દશ્યમાન પ્રત્યેક પર પદાર્થોનો સંબંધ પણ અનિત્ય છે.
સંક્ષેપમાં જીવના રાગ-દ્વેષના સ્થાનભૂત પ્રત્યેક પદાર્થ અનિત્ય છે, પરંતુ અનંત જન્મ-મરણ કરવા છતાં આત્મામાં કોઈ પરિવર્તન થતું નથી, તેથી અજર-અમર ત્રિકાલ શાશ્વત એવા આત્માએ કોઈ પણ અનિત્ય પદાર્થમાં રાગ કે દ્વેષ કરવો, તે ઉચિત નથી. આ પ્રકારના જિનેશ્વરના વચનોને સમજીને, સ્વીકારીને નિર્ભય અને વિવેકી પુરુષો આરંભ–પરિગ્રહનો, સંસારના સર્વ સંબંધોનો ત્યાગ કરે છે. અમીર:- અભીરુ, નિર્ભય, આ લોક ભય, પરલોક ભય આદિ સાત પ્રકારના ભયથી રહિત અથવા ઉપસર્ગ અને પરીષહોના ભયથી રહિત પુરુષ નિર્ભય છે. જે નિર્ભય છે તે જ સર્વસ્વનો ત્યાગ કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org