Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
अध्ययन-१३
| २८३
ભાવાર્થ :- કોઈ ગૃહસ્થ સાધુના શરીર ઉપર પડેલા ઘાવને દબાવે કે સારી રીતે મસળે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ. | २१ सिया से परो कायंसि वणं तेल्लेण वा घएण वा णवणीएण वा वसाए वा मक्खेज्ज वा भिलिंगेज्ज वा, णो तं साइए णो तं णियमे । ભાવાર્થ :- કોઈ ગૃહસ્થ સાધુના શરીર ઉપર પડેલા ઘાવ ઉપર તેલ, ઘી, નવનીત કે અન્ય સ્નિગ્ધ પદાર્થો ઘસે કે ચોપડે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ. २२ सिया से परो कार्यसि वणं लोद्धेण वा कक्केण वा चुण्णेण वा वण्णेण वा उल्लोलेज्ज वा उव्वलेज्ज वा, णो तं साइए णो तं णियमे ।। ભાવાર્થ:- કોઈ ગૃહસ્થ સાધુના શરીર ઉપર પડેલા ઘાવ ઉપર લોધક, કર્ક-સુગંધી દ્રવ્ય, ચૂર્ણ કે અબીલાદિ વિલેપન દ્રવ્યોને લગાવે કે લેપ કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ. | २३ सिया से परो कार्यसि वणं सीओदगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा पधोवेज्ज वा, णो तं साइए णो तं णियमे । ભાવાર્થ :- કોઈ ગૃહસ્થ સાધુના શરીર પરના ઘાવને ઠંડા કે ગરમ પાણીથી એકવાર કે વારંવાર ધુએ, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ.
२४ सिया से परो कार्यसि वणं अण्णयरेणं विलेवण जाएणं आलिंपेज्ज वा, विलिंपेज्ज वा, णो तं साइए, णो तं णियमे । ભાવાર્થ :- કોઈ ગૃહસ્થ સાધુના શરીર પરના ઘાવને કોઈ પણ પ્રકારના વિલેપનોથી ચોળે, મસળે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહીં તથા વચન અને કાયાથી કરાવે નહીં. २५ सिया से परो कार्यसि वणं अण्णयरेणं धूवणजाएणं धूवेज्ज वा पधूवेज्ज वा णो तं साइए, णो तं णियमे । ભાવાર્થ :- કોઈ ગૃહસ્થ સાધુના શરીર પરના ઘાવને કોઈપણ પ્રકારનાધૂપથી ધૂપિત કરે કે સુવાસિત કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહીં તથા વચન અને કાયાથી કરાવે નહીં.
२६ सिया से परो कार्यसि वणं अण्णयरेणं सत्थजाएणं आच्छिदेज्ज वा विच्छिदेज्ज वा, णो तं साइए णो तं णियमे । ભાવાર્થ:- કોઈ ગૃહસ્થ સાધુના શરીર પરના ઘાવની શસ્ત્રક્રિયા કરે કે વિશેષ રૂપથી શસ્ત્રક્રિયા કરે, તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ, २७ सिया से परो कार्यसि वणं अण्णयरेणं सत्थजाएणं आच्छिदित्ता वा विच्छिदित्ता वा पूर्व वा सोणियं वा णीहरेज्ज वा विसोहेज्ज वा णो तं साइए णो तं णियमे ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org