Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૨૦ |
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
સાડા બાર વર્ષના સાધનાકાલમાં ભગવાન હંમેશાં નિર્દોષ સ્થાનમાં રહ્યા, ઇર્યાસમિતિપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરણ કર્યું, પ્રાયઃ મૌન ધારણ કર્યું. તેઓએ ઘોર તપની આરાધના અને પારણામાં નિર્દોષ, પ્રાસુક અને એષણીય આહાર ગ્રહણ કર્યો. આ રીતે પ્રભુ પોતાના સાધના કાલમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત રહ્યા. તેઓ આત્મ વિશુદ્ધિના લક્ષ્યને સતત નજર સમક્ષ રાખીને રાગ-દ્વેષાદિ મલિન ભાવોથી હંમેશાં દૂર રહ્યા. ઘોર તપ અને ઉત્કૃષ્ટ સંયમ પાલનનો શ્રમ કરીને પ્રભુએ શ્રમણપણાને સાર્થક કર્યું.
કર્મના ઉદયનો(પ્રતિકાર કર્યા વિના) સમભાવે સ્વીકાર કરવો; તે જ પૂર્વકૃત કર્મોના નાશનો માર્ગ છે. પ્રભુએ આ માર્ગને અપનાવીને સાડા બાર વર્ષમાં દેવકૃત, મનુષ્યકૃત અને તિર્યચકૃત જે જે ઉપસર્ગો આવ્યા તેને અદીનપણે, અવ્યથિતપણે, ખુમારીપૂર્વક સમભાવે સહન કર્યા અને મહાવીર બન્યા.
આત્મભાવોની સ્થિરતા અને પરિપક્વતાથી જ સાધકની સહન શક્તિ ખીલે છે. આધ્યાત્મિક વિકાસથી બાહ્ય ક્રિયાઓનું યથાર્થપણે પાલન થઈ શકે છે. પરમાત્માની સાધનાના અભિગ્રહને અને ઉત્કૃષ્ટ સાધનાને જોતાં સ્પષ્ટ થાય છે કે પરમાત્માએ સાધનાનો જે ઉપદેશ આપ્યો છે, તેનું આચરણ સ્વયં પૂર્ણપણે કર્યું છે. આ રીતે પ્રભુના ઉપદેશ વચનો સ્વયંના આચરણપૂર્વકના છે, જે સાધકોની સાધના માટે વિશેષતઃ પ્રેરક બની જાય છે. નોકાણ વંદે - વ્યુત્કૃષ્ટકાય અને ત્યક્ત દેહ. આ બંને શબ્દો સમાનાર્થક પ્રતીત થાય છે. તેમ છતાં તેમાં કંઈક અંતર છે. વોલEાપ એટલે શરીરની સેવા-સુશ્રુષા કરવી નહિ. શરીરને સાફ કરવું, સ્નાન કરવું, ધોવું, તેલાદિનું માલિશ કે ચંદનાદિનો લેપ, વસ્ત્રાભૂષણોનો શણગાર અને સરસ, સ્વાદિષ્ટ આહારાદિથી શરીરની પુષ્ટિ, ઔષધિ આદિ દ્વારા શરીરને સ્વસ્થ રાખવાનો ઉપાય વગેરે સર્વ પ્રવૃત્તિનો ત્યાગ કરીને, શરીરનું લક્ષ્ય ગૌણ કરીને આત્મગુણોમાં લીન રહેવું, તે વ્યુત્કૃષ્ટકાય કહેવાય છે. પત્તો એટલે શરીર પ્રત્યે મમત્વ ભાવ કે આસક્તિનો ત્યાગ કરવો, ઉપસર્ગાદિ આવે ત્યારે શરીરના રક્ષણ માટે કોઈપણ પ્રયત્ન ન કરવો. આ રીતે દેહ લક્ષ્યનો સંપૂર્ણપણે ત્યાગ કરીને, શરીરનો મોહ બિલકુલ રાખવો નહિ, કેવળ આત્મભાવની જ પુષ્ટિ કરવી, તે ત્યક્તકાય છે.
- સંક્ષેપમાં “વ્યસ્કાય’માં શરીરલક્ષી સર્વ ક્રિયાઓના ત્યાગની મહત્તા છે અને ત્યક્તકાય’માં શરીરના મહત્ત્વ ભાવના ત્યાગની મહત્તા છે. સન્મ સદસ્લામિ, મિસ્લામિ, તિતિવિરાસ્યુમિ, દિયાસક્સમિ:- સામાન્ય રૂપે એક સમાન પ્રતીત થતાં આ શબ્દોના અર્થમાં કંઈક અંતર છે. દિમિ - સહન કરીશ, ઉપસર્ગ આવે, ત્યારે હાય-હાય કરીશ નહિ, નિમિત્તોને દંડીશ નહિ, રડીશ નહિ, કોઈની સામે વિનંતી, લાચારી કે આર્તધ્યાન કરીશ નહિ, મારા પોતાના કરેલા કર્મનું ફળ છે, એમ સમજીને તેને સમ્યક પ્રકારે સમભાવથી સહન કરીશ. મિનિ - ઉપસર્ગ કરનાર પ્રત્યે ક્ષમાભાવ રાખીશ, તેના પ્રત્યે કોઈપણ જાતનો દ્વેષભાવ કે વેરભાવ રાખીશ નહિ, દ્વેષભાવથી બદલો લેવાનો પ્રયત્ન કરીશ નહિ, તેને કષ્ટ આપીશ નહિ, મારીશ નહિ, તેને કંઈપણ હાનિ પહોંચાડીશ નહિ, પરંતુ તેને ક્ષમા આપીશ. રિતિક્રિસ્પનિ- શાંતિથી, વૈર્યથી કષ્ટને સહન કરીશ, ખેદ રહિત બનીને સહન કરીશ. દિવાસસ્સામ- પ્રસન્ન ભાવે, આનંદાનુભૂતિ પૂર્વક સહન કરીશ. ભગવાનને કેવળજ્ઞાનની પ્રાપ્તિ - ४१ तओ णं समणस्स भगवओ महावीरस्स एएणं विहारेणं विहरमाणस्स
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org