Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧૩
_.
૨૮૭ |
ભાવાર્થ :- કોઈ ગૃહસ્થ શુદ્ધ મંત્રબળથી અથવા અશુદ્ધ મંત્રબળથી સાધુના વ્યાધિની ચિકિત્સા કરવા ઇચ્છે, તે ગૃહસ્થ રોગી સાધુની ચિકિત્સા માટે સચેત કંદ, મૂળ, છાલ કે લીલોતરીને જમીનમાંથી ખોદીને કે ખેંચીને, બહાર કાઢીને કે બીજા પાસે કઢાવીને ચિકિત્સા કરવા ઇચ્છે તો સાધુ તેને મનથી પણ ઇચ્છે નહિ અને વચન તથા કાયાથી કરાવે નહિ.
જો સાધુના શરીરમાં અસહ્ય વેદના થાય તો તે સમભાવપૂર્વક સહન કરે અને વિચારે કે સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વ પોતાના કરેલા અશુભ કર્મો પ્રમાણે આ પ્રકારની અસહ્ય વેદનાનો અનુભવ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને માટે વિવિધ પરિચર્યારૂપ પરક્રિયાનો નિષેધ કર્યો છે.
તેમાં મુખ્ય રૂપે છ પ્રકારની પરિચર્યાનો નિષેધ કર્યો છે– (૧) સામાન્ય રૂપે ગૃહસ્થ સાધુના પગ લૂછે (૨) ગૃહસ્થ સાધુને પોતાના ખોળામાં કે પલંગમાં બેસાડી, સુવડાવી, તેના પગને લૂછે–સાફ કરે (૩) આભૂષણો પહેરાવીને સાધુને સુસજ્જિત કરે (૪)બગીચાદિમાં લઈ જઈને પગ દબાવવા રૂપ પરિચર્યા કરે (૫) શુદ્ધ કે અશુદ્ધ મંત્રબળથી રોગી સાધુની ચિકિત્સા કરે (૬) સચેત કંદ, મૂળ આદિ ઉખેડીને કે ખોદીને ચિકિત્સા કરે.
ગૃહસ્થ દ્વારા સાધુને ખોળામાં કે પલંગમાં બેસાડવાથી કે સુવડાવવાથી સાધુને રતિક્રિયાની ભાવના થાય છે. આભૂષણોથી સુસજ્જિત કરવાથી પણ તેના અંતરમાં વિકાર ભાવ જાગૃત થાય છે. શુદ્ધ-અશુદ્ધ મંત્રોથી ચિકિત્સા કરાવવી તે પણ સાધક જીવનમાં યોગ્ય નથી. ઉપરોક્ત સર્વ ક્રિયા સાધુના સંયમનો નાશ કરનાર છે તેથી સાધુએ આ પ્રકારની મોહક, કામોત્તેજક, પ્રલોભનકારી ક્રિયાથી દૂર રહેવું જોઈએ.
સાધકે સર્વ પ્રકારની અનુકૂળતા કે પ્રતિકૂળતાને કર્મ સિદ્ધાંતની સમજણના આધારે એકાકી પણ જ સ્વીકારવાની હોય છે.
હુયT...વેતિ:- સાધુએ શરીરના પરિકર્મથી રહિત થવું જોઈએ કારણ કે ઘણીવાર ચિકિત્સા કરાવવા છતાં વેદના અનુભવવી પડે છે, તેમાં પૂર્વકૃત કર્મ કારણ છે. અશાતાના ઉદયમાં ઉપચાર કરવાકરાવવાથી બીજાને કષ્ટ થાય છે. ઔષધ તૈયાર કરવામાં ક્યારેક જીવ વિરાધના થાય છે. તે જીવોને દુઃખ આપવાથી ભવિષ્યમાં તેનું ફળ ભોગવવું પડે છે. કર્મનું ફળ સમભાવ પૂર્વક સહન કરવાથી નવા કર્મો બંધાતા નથી અને ઉદિત કર્મનો ક્ષય થાય છે. તે આત્મા ભવિષ્યમાં કર્મથી મુક્ત થઈ જાય છે. વર્તમાનનું દુઃખ મારા પૂર્વકૃત કર્મોનું જ પરિણામ છે, આ પ્રકારની વિચારણાથી સાધુ મનને શાંત રાખે.
સામાન્ય રીતે ચિકિત્સા ન કરાવવી, તે સર્વ સાધુઓનો આદર્શ આચાર છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં સાધુને પ્રાપ્ત બાવીસ પરીષહોનું વર્ણન છે. બાવીસ પરિષદમાં રોગ નામના પરીષહને સમભાવથી સહન કરવા માટે સાધુ પ્રાયઃ ચિકિત્સા કરાવતા નથી અને શ્રી જ્ઞાતા સૂત્રમાં શૈલક રાજર્ષિની ચિકિત્સા કરાવવાનો ઉલ્લેખ છે. પરસ્પર વિરોધી આ બંને આગમિક વિધાનોને વિચારતાં સ્પષ્ટ થાય છે કે સાધુ પોતાની ક્ષમતાનો વિચાર કરીને યથાશક્ય ચિકિત્સા કરે નહીં કે કરાવે નહીં, ના છૂટકે કરવી કે કરાવવી પડે, તો ચિકિત્સાનો સ્વીકાર કરી શકે છે. આ રીતે સ્થવિર કલ્પી સાધુ માટે વૈકલ્પિક ઉત્સર્ગ અને અપવાદ માર્ગના આચરણની જિનાજ્ઞા છે, તેમ સમજવું જોઈએ. જિનકલ્પી કે પડિમાધારી આદિ વિશિષ્ટ સાધક અપવાદ રૂપે પણ ચિકિત્સાની કે શરીર પરિકર્મની અપેક્ષા રાખતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org