Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ર૩ર |
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
समणुण्णा उवागच्छेज्जा, जे तेण सयमेसियाए असणं वा पाणं वा खाइमं वा साइमं वा तेण ते साहम्मिया संभोइया समणुण्णा उवणिमंतेज्जा, णो चेव णं परवडियाए उगिज्झिय उगिज्झिय उवणिमंतेज्जा । શબ્દાર્થ – તે = સાધુ વુિં = પછી શું કરે તQ = ત્યાં સાહસિ વોદિયસિં= આજ્ઞાપૂર્વક ગ્રહણ કરેલ અવગ્રહમાંને તત્થ = જો ત્યાં સાનિયા મોડ્યા સમજુબા વાછે = સાધર્મિક તથા સમનોજ્ઞ–સમાન સમાચારીવાળા, સાંભોગિક સાધુ-એક માંડલામાં બેસીને સાથે આહાર કરનારા સાધુ અતિથિરૂપમાં આવે પરડિયા = બીજા માટે, આગંતુક શ્રમણો માટે ફાય= ગ્રહણ કરીને ૩ -તેજા = નિમંત્રણ કરે નહિ. ભાવાર્થ :- અવગ્રહ-સ્થાનની આજ્ઞા લીધા પછી તે સાધુ શું કરે? ત્યાં રહેલા સાધુની પાસે કોઈ સાધર્મિક, સાંભોગિક તેમજ સમનોજ્ઞ સાધુ અતિથિ રૂપે આવે, તો તે સાધુ પોતે લાવેલા આહાર, પાણી, મીઠાઈ, મેવા,મુખવાસ આદિ આહારનું તેઓને નિમંત્રણ કરે પરંતુ આગંતુક સાધુઓ માટે નવું લાવીને તે આહારાદિનું આમંત્રણ આપે નહિ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાંભોગિક સાધુઓના પરસ્પરના વ્યવહારનું કથન છે. સામેલા સંબોહવા-સમજુ- સાધર્મિક, સાંભોગિક અને સમનોજ્ઞ, આ ત્રણ શબ્દોના વિશિષ્ટ અર્થ આ પ્રમાણે છે– એક સમાન દેવ, ગુરુ ધર્મની શ્રદ્ધાવાળા અને સમાન વેશને ધારણ કરનારા સાધુઓ સાધર્મિક કહેવાય છે. આચાર-વિચારમાં દઢપ્રતિજ્ઞ, ચારિત્રનિષ્ઠ અન્ય ગચ્છના અને કંઈક ભિન્ન સમાચારીવાળા સાધુ સમનોશ કહેવાય છે. સમાન સમાચારીવાળા અને એક જ ગુરુની નેશ્રામાં રહેતા અથવા એક ગચ્છમાં રહેતા અને એક માંડલામાં બેસીને આહાર કરનારા સાધુઓ પરસ્પર સાંભોગિક કહેવાય છે. સાંભોગિક સાધુઓ સાથે આહાર-પાણી વાપરવા, વંદના કરવી વગેરે બાર પ્રકારના વ્યવહાર થતા હોય છે.
શાસ્ત્રીય વિધાન અનુસાર દરેક સાધર્મિક સાધુ સાથે એક માંડલામાં સાથે બેસીને આહાર-પાણી વાપરવા રૂપ વ્યવહાર હોતો નથી (૧) જે સાધુ માત્ર સાધર્મિક છે, સમનોજ્ઞ કે સાંભોગિક નથી, તેઓ સાથે એક માંડલામાં આહાર થતો નથી (૨) જે સાધુ સાધર્મિક અને સમનોશ છે, પરંતુ સાંભોગિક નથી તો તેઓની સાથે સામાન્ય રીતે એક માંડલામાં આહાર થતો નથી, પરંતુ વિશિષ્ટ પરિસ્થિતિમાં આહારાદિનું આદાન-પ્રદાન આદિ વડીલ કે બહુશ્રુતની આજ્ઞા પ્રમાણે થાય છે. (૩) જે સાધુ સાંભોગિક હોય છે, તેઓ એક માંડલામાં સાથે બેસીને આહાર-પાણી કરે છે. સાંભોગિક સાધુ માટે જ સૂત્રમાં ત્રણે વિશેષણનો પ્રયોગ થયો છે, કારણ કે જે સાધુ સાંભોગિક હોય તે સમનોજ્ઞ અને સાધર્મિક હોય જ છે. કોઈ સાધુ સાધર્મિક કે સમનોજ્ઞ ન હોય અને સાંભોગિક હોય તેવું થતું નથી. નો વેવ નું પરવડિયા.... સાધુ બીજા માટે અર્થાતુ આગંતુક શ્રમણો માટે આહારાદિ લાવીને તે આહારાદિનું નિમંત્રણ કરે નહીં.
પ્રસ્તુત પદમાં સાધુઓના અન્ય સાંભોગિક સાધુઓ સાથે આત્મીયતા પૂર્વકના વ્યવહારનું કથન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org