Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૧૦
| ૨૧]
દેવાનું સ્થાન છે, ગૃપૃષ્ઠમરણ- ગીધની પાસે પોતાના શરીરનું ભક્ષણ કરાવવાનું સ્થાન, વૃક્ષ પરથી પડીને મરવાનું સ્થાન, પર્વતપરથી પડીને મરવાનું સ્થાન, વિષભક્ષણ કરવાનું સ્થાન, અગ્નિમાં પડીને મરવાનું સ્થાન છે, તો તે અને તેવાપ્રકારના મૃત્યુદંડ કે આત્મહત્યા કરવાના અન્ય સ્થાનમાં સાધુ-સાધ્વી મળ-મૂત્રાદિનો ત્યાગ કરે નહિ. |१५ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा- आरामाणि वा उज्जाणाणि वा वणाणि वा वणसंडाणि वा देवकुलाणि वा सभाणि वा पवाणि वा अण्णंयरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चार-पासवणं वोसिरेज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ઈંડિલ ભૂમિના વિષયમાં જાણે કે આ ઈંડિલ ભૂમિમાં બગીચા, ઉદ્યાન, વન, વનખંડ, યક્ષાદિ મંદિર, સભા સ્થાન, પરબ છે, તો તે અને તેવા પ્રકારના અન્ય સ્થાનમાં સાધુ-સાધ્વી મળ-મૂત્રાદિનો ત્યાગ કરે નહિ. १६ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा- अट्टालयाणि वा चरियाणि वा दाराणि वा गोपुराणि वा, अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चारपासवणं वोसिरेज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી Úડિલ ભૂમિના વિષયમાં જાણે કે આ ઈંડિલ ભૂમિમાં અટારી, કિલ્લા ઉપરની જગ્યા, કિલ્લા અને નગરની વચ્ચેનો ચોમેર ફરતો માર્ગ, નગરનો દરવાજો, નગરનો મોટો દરવાજો છે, તો તે અને તેવાપ્રકારના અન્ય સાર્વજનિક સ્થાનોમાં મળ-મૂત્રનો ત્યાગ કરે નહિ. |१७ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा- तियाणि वा चउक्काणि वा चच्चराणि वा चउमुहाणि वा, अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चारपासवणं वोसिरेज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ચંડિલ ભૂમિના વિષયમાં જાણે કે ચંડિલ ભૂમિમાં નગરના ત્રણ રસ્તા, ચાર રસ્તા અને ઘણા રસ્તાઓ ભેગા થાય છે, ચાર મુખવાળા અર્થાતુ ચારે બાજુ દરવાજા છે, તો તે અને તેવા પ્રકારના લોકોના આવાગમનવાળા અન્ય સ્થાનમાં મળ-મૂત્રનો ત્યાગ કરે નહિ. |१८ से भिक्ख वा भिक्खुणी वा से जं पुण थंडिल जाणेज्जा- इगालडाहेसु वा खारडाहेस वा मडयडाहेस वा मडयथभियास वा मडयचेइएस वा, अण्णयरंसि वा तहप्पगारंसि थडिलसि णो उच्चारपासवणं वोसिरेज्जा । શબ્દાર્થ :- હું નફા = કોલસાનું કારખાનું હાડકું = સાજીખાર આદિ બનાવવાનું સ્થાન મડચડાસુ = મૃતદેહ બાળવાની જગ્યા, સ્મશાન મડચશ્માસુ = મૃતકના સ્તૂપ મડવેરૂષ = મૃતકના ચૈત્ય. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ઈંડિલ ભૂમિના વિષયમાં જાણે કે આ ઈંડિલ ભૂમિમાં લાકડા બાળીને કોલસા બનાવવાનું સ્થાન, સાજીખાર આદિ બનાવવાનું સ્થાન, સ્મશાનભૂમિ-મડદાને બાળવાનું સ્થાન, મૃતકનું સ્મારક, મૃતક ચેત્ય(છત્રી) છે; તો તે અને તેવા પ્રકારની અન્ય સ્થંડિલ ભૂમિમાં સાધુ-સાધ્વી મળ -મૂત્રનો ત્યાગ કરે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org