Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૧૦
[ ૨૭ ]
શબ્દાર્થ-સાવલિ = બીજક નામની વનસ્પતિના વનમાં સાવલિ = શણના વનમાં થાયવસિ = ધાતકી વૃક્ષના વનમાં વયવલિ = કેતકી વૃક્ષોના અથવા કેવડા વૃક્ષના વનમાં અંજવલિ = આંબાના વનમાં મોવલિ = અશોક વૃક્ષના વનમાં ગાવલિ = નાગવૃક્ષોના વનમાં પુણાવલિ = પુત્રાગવૃક્ષોના વનમાં. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી Úડિલ ભૂમિના વિષયમાં જાણે કે સ્પંડિલ ભૂમિમાં બીજક નામની વનસ્પતિનું વન, શણનું વન, ધાતકી વૃક્ષનું વન, કેવડા કે કેતકીનું વન, આમ્રવન, અશોકવન, નાગવૃક્ષ વન, પુન્નાગ વૃક્ષોનું વન છે, તો તે અને તેવા પ્રકારના પાંદડા, પુષ્પો, ફળો, બીજો કે લીલોતરીથી વ્યાપ્ત સ્થાનોમાં સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ કરે નહિ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને જનાકીર્ણ સ્થાન, લોકોના ઉપયોગી સ્થાન અથવા સાર્વજનિક સ્થાનોમાં મળમૂત્રાદિ પરઠવાનો નિષેધ છે.
સાધુની પ્રત્યેક ક્રિયા અહિંસાના લક્ષે થાય છે. તે જ રીતે સાધુની ક્રિયાથી ગૃહસ્થોને તકલીફ થાય, ગૃહસ્થોને અપ્રીતિ કે દુર્ગછાનો ભાવ જાગૃત થાય, તે પણ યોગ્ય નથી.
શાલી, ઘઉં, જવ આદિ ધાન્યના ખેતરોમાં; આમ્રવન, શણવન આદિ વનમાં શાકભાજીની વાડીઓમાં, નદી કિનારે, કૂવાના કાંઠે, બગીચામાં, ગૌશાળામાં, ગાયોને ચરવાની ભૂમિમાં, પશુઓને રાખવાના સ્થાનમાં, યક્ષાદિના મંદિરની નજીકની ભૂમિ કે અન્ય કોઈપણ પવિત્ર સ્થાનમાં કે લોકોને ફાંસી દેતા હોય તેવા કોઈ પણ જાહેર સ્થાનમાં તે તે સ્થાનના માલિકોનું તથા તેમાં કામ કરનારાઓનું આવાગમન થતું જ રહે છે, તેથી ત્યાં પરઠવાથી તે લોકોને ક્રોધ આવે, અપ્રીતિ થાય, સાધુનું અપમાન કરે, શાસનની હીલના થાય છે. જલસ્થાનોની નિકટમાં અષ્કાયના જીવોની વિરાધનાનો, ખેતર-વાડી આદિમાં વનસ્પતિકાયિક જીવોની વિરાધનાનો પણ સંભવ છે. પવિત્ર સ્થાનોમાં કે મૃતકોના સ્તૂપની નજીક પરઠવાથી ક્યારેક કોઈ દેવ-દેવીની આશાતના થાય તો, તેમાં દેવજન્ય ઉપદ્રવની સંભાવના છે. કચરાના ઢગલામાં, મોટા કે નાના ખાડામાં પરઠવાથી જીવ હિંસા થાય છે. કોલસા આદિ બનાવવાના સ્થાનમાં અગ્નિના જીવોની વિરાધના થાય છે.
સૂત્રકારે સાધુને ન પરઠવા યોગ્ય વિવિધ પ્રકારના સ્થાનોના કથન દ્વારા સ્પષ્ટ કર્યું છે કે સાધુએ પરઠવાની ક્રિયા સમયે સભ્યતા અને સ્વચ્છતા માટે વિવેક રાખવો જરૂરી છે. ગામ કે નગરની સ્વચ્છતાનો નાશ ન થાય, લોકોને અણગમો ન થાય, નાના કે મોટા જીવોની વિરાધના ન થાય, કોઈનું આંશિક પણ અહિત ન થાય અને શાસનનું ગૌરવ ન હણાય, તે રીતે વિવેક અને સંયમપૂર્વક સાધુ પરઠવાની ક્રિયા કરે છે. નસિ૨ળ:- ભેંસ આદિના ઉદ્દેશથી કોઈ સ્થાન બનાવ્યું હોય અથવા વરખ = આશ્રય. ભેંસ આદિનું આશ્રય સ્થાન અથવા પશુઓને શિક્ષિત કરવાનું સ્થાન. તપવળકો :- જે સ્થાનમાં મનુષ્ય મૃત્યુની ઇચ્છાથી વૃક્ષ ઉપરથી પડીને મરવાનો નિશ્ચય કરીને સ્વયં પોતાને વૃક્ષ ઉપરથી પાડે છે, તે તરુ પ્રપતનસ્થાન કહેવાય છે. વરિયાળિ :- ચરિકા. પ્રાકાર એટલે કિલ્લાની અંદર આઠ હાથ પહોળો કિલ્લા અને નગરની વચ્ચેનો ચોમેર ફરતો માર્ગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org