Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧૦
| ૨૫૯ ]
પરઠવા માટે જતા-આવતા ક્યારેક સાધુ પડી જાય, લપસી જાય, હાથ-પગ ભાંગે, આ રીતે આત્મ વિરાધના અને જીવ વિરાધના થાય છે, તેથી ઊંચાઈ પર હોય, તેવી ભૂમિ પરઠવા માટે કલ્પનીય નથી, પરંતુ ઊંચાઈ પર રહેલી ભૂમિ પર ચઢવા-ઉતરવામાં કોઈ તકલીફ ન હોય અને સાધુ સરળતાથી જઈ શકે તેમ હોય, તો ઊંચાઈ પર રહેલી ભૂમિમાં પણ સાધુ વિવેકપૂર્વક પરઠી શકે છે.
જે સ્થાનમાં લીલોતરી, કંદમૂળ આદિ સચેત પદાર્થો પડ્યા હોય, ગૃહસ્થ સચેત વસ્તુને અંદરથી બહાર કાઢતા હોય, નવો માલ અંદર ભરતા હોય, તેવા સ્થાનમાં સાધુ પર નહીં. તે જ રીતે સચેત પૃથ્વી, સ્નિગ્ધ પૃથ્વી, સચેત માટી ખુંદાતી હોય, સચેત શિલા, પત્થર, ઉધઈ લાગેલા લાકડા, જીવજંતુથી યુક્ત સડી ગયેલા લાકડા વગેરે ત્યાં પડ્યા હોય, તેવી ઈંડિલભૂમિમાં સાધુ જીવ વિરાધનાની સંભાવનાના કારણે પરઠે નહીં.
સંક્ષેપમાં જે ભૂમિમાં પરઠવાથી પ્રત્યક્ષ કે પરોક્ષપણે જીવોની વિરાધના થતી હોય, તેવા સ્થાનમાં સાધુ પરઠે નહીં. જનાકીર્ણ થંડિલ ભૂમિ વિવેક:| १० से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा इह खलु गाहावई वा, गाहावइपुत्ता वा; कदाणि वा जाव बीयाणि वा परिसाडिंसु वा परिसाडेंति वा परिसाडिस्संति वा, अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चारपासवणं वोसिरेज्जा । શબ્દાર્થ :- વિસા = ખળામાં લઈ જવાતા બીજ આદિ વિખરાયેલા પડ્યા હોય પરિસાëતિ = વર્તમાનમાં વિખેરાતા હોય કે રતડિઓંતિ = ભવિષ્યમાં વિખેરાવાના હોય. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ડિલ ભૂમિના વિષયમાં જાણે કે ગૃહસ્થ કે તેના પુત્રોએ ઈંડિલભૂમિમાં કંદ, મૂળ યાવત્ બીજ આદિ નાખ્યા છે, વર્તમાનમાં નાખી રહ્યા છે કે ભવિષ્યમાં નાંખવાના છે, તો તે અને તેવા પ્રકારની અન્ય સ્થડિલભૂમિમાં સાધુ-સાધ્વી મળ-મૂત્રાદિનો ત્યાગ કરે નહિ. |११ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा इह खलु गाहावई वा गाहावइपुत्ता वा सालीणि वा वीहीणि वा मुग्गाणि वा मासाणि वा तिलाणि वा कुलत्थाणि वा जवाणि वा जवजवाणि वा पइरिंसु वा पइरिति वा पइरिस्सति वा, अण्णयरसि वा तहप्पगारसि थडिलसि णो उच्चार-पासवर्ण वोसिरेज्जा । શબ્દાર્થ :- પરંતુ = પાથર્યા છે પતિ = પાથરે પરિસંતિ = પાથરશે. ભાવાર્થ- સાધુ કે સાધ્વી ઈંડિલ ભૂમિના વિષયમાં જાણે કે ગૃહસ્થ કે ગૃહસ્થના પુત્રોએ સ્થડિલભૂમિમાં કમોદ, ઘઉં, મગ, અડદ, તલ, કળથી, જવ અને જુવાર આદિ પાથર્યા છે, પાથરી રહ્યા છે કે પાથરશે, તો તે અને તેવા પ્રકારની અન્ય સ્પંડિલભૂમિમાં સાધુ-સાધ્વી મળ, મૂત્રાદિનો ત્યાગ કરે નહિ. १२ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण थंडिलं जाणेज्जा- आमोयाणि वा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org