Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૩૦ |
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
તથા સાધુ જીવનની અન્ય અનેક વિશેષતાઓને પ્રગટ કરી છે.
સાધુ સંપૂર્ણ રીતે અપરિગ્રહી હોય છે. તેણે ઘર, કુટુંબ, પરિવાર, ધન-ધાન્ય, દાસ-દાસી, પશુ-પક્ષી, ખેતર-વાડી, દુકાન-મકાન આદિ સર્વ જંગમ સંપત્તિનો સર્વથા ત્યાગ કર્યો હોય છે.
સાધુ પોતાના દેહના નિર્વાહ માટે અનેક ઘરોમાં ભિક્ષાની યાચના કરે છે. ગૃહસ્થો સાધુને જે આપે તે જ ગ્રહણ કરે છે. તે સ્વયં પોતાની મેળે દાતાને પૂછ્યા વિના, દાતા દ્વારા દીધા વિના કે તેની આજ્ઞા વિના કાંઈ જ લેતા નથી તેથી તે પરબતભોજી કહેવાય છે.
સાધુ વસ્તુના માલિકની આજ્ઞા વિના નાની કે મોટી કોઈપણ વસ્તુ ગ્રહણ કરતા નથી. તે ત્રણ કરણ અને ત્રણ યોગથી અદત્તાદાનના ત્યાગની પ્રતિજ્ઞાધારણ કરે છે અને તદનુસાર ત્રીજા અદત્તાદાન વિરમણ મહાવ્રતનું પાલન કરે છે.
સાધુ સંયમ-તપનું પાલન કરતાં, ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં જ્યાં જાય, જેની સાથે રહે, ત્યાં પોતાને વસ્ત્ર, પાત્ર આદિ જે જે ઉપકરણોની આવશ્યકતા હોય, તે ગૃહસ્થ પાસેથી યાચના કરીને તેની આજ્ઞા લઈને જ ગ્રહણ કરે છે. અદત્તાદાન વિરમણ મહાવ્રતધારી શ્રમણ જે સાધર્મિક સાધુઓ સાથે રહેતા હોય, તે સાધુઓના ઉપકરણોને જોવાની કે ઉપયોગમાં લેવાની આવશ્યકતા હોય, ત્યારે તે સાધુઓની આજ્ઞા લઈને પછી જ તે ઉપકરણોનો સ્પર્શ કરે કે તેનો ઉપયોગ કરે છે. આજ્ઞા લીધા વિના સાધર્મિક સાધુઓના ઉપકરણ પણ તે ગ્રહણ કરી શકતા નથી. આ પ્રકારની સજાગતાથી જ સાધુના અદત્તાદાન વિરમણ મહાવ્રતની પરિપાલના થાય છે. સપુતે સપનૂ- પુત્ર રહિત, પશુ રહિત. આ બંને લાક્ષણિક શબ્દપ્રયોગ છે. પુત્ર શબ્દથી સાંસારિક પ્રત્યેક સંબંધોનું ગ્રહણ થાય છે અને પશુ શબ્દથી બે પગવાળા દાસ-દાસી આદિ અને ચાર પગવાળા પશુઓનું ગ્રહણ થાય છે. સંયમ સ્વીકાર સમયે સાધુ માતા-પિતા, ભાઈ, બહેન આદિ સંસારના સમસ્ત સંબંધોના માલિકી ભાવનો કે મમત્વભાવનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. ત્યારપછી ભવિષ્યમાં તેના પુત્ર આદિ તેની પાસે દીક્ષા ગ્રહણ કરે, તો પણ સંયમી જીવનમાં પિતા-પુત્રનો સંબંધ કે અન્ય કોઈપણ સંબંધો રહેતા નથી. તેઓ ગુરુ-શિષ્યના સંબંધે જ સાથે રહે છે. છત્તયું- છત્ર. શ્રી દશવૈકાલિક સૂત્રમાં સાધુના બાવન અનાચારમાં છત્તમ્ભ ધારાકૂ છત્ર ધારણ કરવાને, અનાચાર કહેલ છે, માટે સામાન્ય રીતે કોઈ પણ સાધુ-સાધ્વી છત્ર ધારણ કરતા નથી.
વૃદ્ધ, ગ્લાન આદિ સાધુએ વિશિષ્ટ કારણથી ગુરુ આજ્ઞાથી આવા ઉપકરણ રાખ્યા હોય અને બીજા સાધુને તે ઉપકરણની આવશ્યકતા હોય તો ગુરુની આજ્ઞા અને તે સાધુની આજ્ઞા વિના તેનો ઉપયોગ કરે નહીં. પ્રસ્તુત સૂત્રમાં છત્ર, ચર્મ છેદનક વગેરે ઔપગ્રહિક ઉપકરણો અર્થાત્ અપવાદિક પરિસ્થિતિમાં મર્યાદિત સમય માટે રાખવામાં આવતા ઉપકરણોનું કથન છે. હંમેશાં ઉપયોગમાં આવતા ઔધિક ઉપકરણો તો સાધુઓ પરસ્પર આજ્ઞાનું આદાન-પ્રદાન કરીને જ રાખે છે, માટે અહીં વિશિષ્ટ ઉપકરણ માટે કથન છે, તેમ સમજવું. વસ્મય - ચર્મ છેદનક. સાધુના સામાન્ય ઉપકરણોમાં ચર્મછેદનકનો સમાવેશ થતો નથી પરંતુ છત્રની જેમ આ પણ ઔપગ્રહિક ઉપકરણ છે અને તે વિશિષ્ટ પરિસ્થિતિમાં ચર્મ છેદન ગ્રહણ કરવું આવશ્યક હોય, તો ગુરુની આજ્ઞા અને જે સાધુની નેશ્રામાં હોય તેની આજ્ઞાથી ગ્રહણ કરી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org