Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ર૨૮]
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
સાતમું અધ્યયન પરિચય 90 229 229 28082082 208 209
આ અધ્યયનનું નામ “અવગ્રહ પડિમા’ છે.
અવગ્રહ જૈન શાસ્ત્રોનો પારિભાષિક શબ્દ છે. સામાન્ય રૂપે તેનો અર્થ ‘ગ્રહણ કરવું” થાય છે. પ્રાકૃત શબ્દકોષમાં અવગ્રહ શબ્દના અનેક અર્થો કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) ગ્રહણ કરવું, (૨) અવધારણ, (૩) લાભ, (૪) ઇન્દ્રિયથી થતું જ્ઞાન વિશેષ, (૫) ગ્રહણ કરવા યોગ્ય વસ્તુ, (૬) આશ્રય, (૭) આવાસ, (૮) સ્વાધીનચ્છ વસ્તુ, (૯) દેવ(સૌધર્મેન્દ્ર)તથા ગુરુ આદિ પાસેથી આવશ્યકતાનુસાર યાચના કરેલ મર્યાદિત જગ્યા કે સ્થાન, (૧૦) પીરસવા યોગ્ય ભોજન તેમજ (૧૧) આજ્ઞાપૂર્વક ગ્રહણ કરવું આદિ.
આ સૂત્રમાં મુખ્યત્વે ચાર અર્થોમાં અવગ્રહ શબ્દનો પ્રયોગ થયો છે(૧) આજ્ઞાપૂર્વક ગ્રહણ કરવું (૨) ગ્રહણ કરવા યોગ્ય વસ્તુ (૩) જે જે વસ્તુઓ જેની નેશ્રામાં છે, તે-તે વસ્તુઓની જરૂર પડે ત્યારે તેની આજ્ઞા લઈ ઉપયોગ કરવો તથા (૪) સ્થાન કે ઘર અથવા મર્યાદિત જગ્યા.
અવગ્રહના ચાર પ્રકાર છે– (૧) દ્રવ્યાવગ્રહ (૨) ક્ષેત્રાવગ્રહ (૩) કાલાવગ્રહ (૪) ભાવાવગ્રહ.
દ્રવ્યાવગ્રહના ત્રણ પ્રકાર છે– સચિત્ત, અચિત્ત અને મિશ્ર પદાર્થો. ક્ષેત્રાવગ્રહના પણ સચિત્તાદિ ત્રણ ભેદ છે અથવા ગામ, નગર, રાષ્ટ્ર, અરણ્ય-જંગલ આદિ અનેક ભેદ છે. કાલાવગ્રહના ઋતુબદ્ધ કાલ અને વર્ષાકાળ, આ બે ભેદ છે. ભાવાવગ્રહમાં મતિજ્ઞાનના અર્થાવગ્રહ, વ્યંજનાવગ્રહ આદિ ભેદનો સમાવેશ થાય છે.
અપરિગ્રહી સાધુને જ્યારે આહાર, વસતિ, વસ્ત્ર, પાત્ર કે અન્ય ધર્મોપકરણ આદિને ગ્રહણ કરવાની ઇચ્છા થાય ત્યારે તેને માલિકની આજ્ઞાપૂર્વક ગ્રહણ કરે, તે ભાવાવગ્રહ છે.
સંયમી જીવનમાં સાધુને ત્રણ કરણ અને ત્રણ યોગથી અદત્તાદાનનો ત્યાગ હોય છે. સાધુ જ્યાં રહે, ત્યાં જે વસ્તુ ગ્રહણ કરે તે આજ્ઞાપૂર્વક ગ્રહણ કરવાની હોય છે, તેથી સાધુ જીવનમાં અવગ્રહની અત્યંત મહત્તા છે. સૂત્રકારે વિવિધ વિકલ્પો દ્વારા અવગ્રહનું વિસ્તૃત વર્ણન કર્યું છે.
આ અધ્યયનમાં અવગ્રહના પાંચ પ્રકાર કહ્યા છે– (૧) દેવેન્દ્ર (૨) રાજા-શાસક (૩) ગૃહપતિ (૪) શય્યાતર તેમજ (૫) સાધર્મિક સાધુ સમૂહ. તેઓ અવગ્રહના અધિકારી હોવાથી અવગ્રહના પાંચ પ્રકાર થાય છે. ઈંડિલભૂમિ, વસતિ(સ્થાન) અને ઉપકરણ આદિ ગ્રહણ કરતાં પહેલાં આવશ્યકતા પ્રમાણે આ પાંચમાંથી યથાયોગ્ય વ્યક્તિની આજ્ઞા લેવી આવશ્યક હોય છે.
આ અધ્યયનમાં વિવિધ પ્રકારના અવગ્રહો તથા તત્સંબંધિત સાત પ્રતિમાઓનું વર્ણન હોવાથી આ અધ્યયનનું નામ “અવગ્રહ પ્રતિમા” રાખ્યું છે.
આ અધ્યયનના બે ઉદ્દેશકો છે. પ્રથમ ઉદ્દેશકમાં અવગ્રહ ગ્રહણની અનિવાર્યતા તેમજ અવગ્રહના પ્રકાર તથા તેની યાચના વિધિ બતાવી છે. બીજા ઉદેશકમાં મુખ્યરૂપે વિવિધ અવગ્રહોની યાચના વિધિનું પ્રતિપાદન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org