Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૨૨૬ |
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
વહોરાવે અથવા પાણી ભરેલા પાત્રને વહોરાવવાનું કહે, તો સાધુ તેને અપ્રાસુક અને અષણીય સમજીને ગ્રહણ કરે નહીં.
કદાચ ગૃહસ્થ ભૂલથી અચેત પાણી સમજીને સચેત પાણી ભરેલું પાત્ર સાધુને વહોરાવે અને સાધુ પણ ભૂલથી ગ્રહણ કરી લે, ત્યાર પછી તેને કોઈ પણ કારણથી જાણ થાય કે આ પાણી પૂર્ણપણે શસ્ત્રપરિણત થયું નથી અર્થાત્ અચેત થયું નથી, સ્પષ્ટ રીતે સચેત પાણી જ છે, તો તેનું શું કરવું તેને માટે સૂત્રમાં ત્રણ વિકલ્પ દર્શાવ્યા છે. સચેત પાણી પરઠવાના ત્રણ વિકલ્પઃ- (૧) સાધુ જેના ઘેરથી પાત્રયુક્ત પાણી લાવ્યા હોય, તેના ઘરે જઈને તે ગૃહસ્થને કહે કે આ સચેત પાણી ભૂલથી ગ્રહણ થયું છે. આ પાણી અમોને કલ્પનીય નથી. અમારે કેવળ પાત્રની જ આવશ્યકતા છે. સાધુના તથા પ્રકારના સાંકેતિક વચનથી ગૃહસ્થ સમજી જાય અને પોતાનું પાણી પાછું લઈને ખાલી પાત્ર આપી દે. તો તે ખાલી પાત્ર લઈને ઉપાશ્રયમાં આવી જાય અને તે સચેત પાણીવાળા ખાલી પાત્રને એકાંત સ્થાનમાં મૂકી દે, જ્યારે તે પાત્ર સ્વતઃ સૂકાઈ જાય ત્યાર પછી તેનો ઉપયોગ કરે.
જો સાધુના સાંકેતિક વચનથી ગૃહસ્થ સમજે નહીં તો સાધુ સ્વયં સ્પષ્ટ કથન કરે કે આ સચેત પાણી અમોને કલ્પનીય નથી, તેથી પાણી તમોને પાછું આપીએ છીએ. આ પ્રમાણે ગૃહસ્થની આજ્ઞા લઈને ગૃહસ્થના વાસણમાં તે પાણીને યતનાપૂર્વક પાછું નાંખી દે છે. (૨) જો ગૃહસ્થ પાણી કે પાત્ર પાછું લેવાની ના પાડે અને કહે કે અમો સાધુને દીધા પછી પાછું લેતા નથી, આપને જે કરવું હોય, તે કરો. તો સાધુ ગૃહસ્થ પર કોઈ પણ પ્રકારનો દુર્ભાવ કર્યા વિના તે પાણીથી ભરેલું પાત્ર લઈને ઈંડિલભૂમિમાં જઈને યોગ્ય સ્થાનની પ્રતિલેખના કરીને, તે પાત્ર જો માટીનું હોય અથવા તેની પ્રાપ્તિ સુલભ હોય, તો પાણી સહિત પાત્રને પરઠી દે અર્થાત્ મૂકી દે છે. (૩) જો તે પાત્ર સુલભ ન હોય અને સાધુને પાત્રની આવશ્યકતા હોય, તો તે પાણી ભરેલું પાત્ર લઈને સાધુ કોઈ જલાશયના કિનારે જાય, તે જલાશયના કિનારે પાણીથી રહિત પરંતુ પાણીથી સ્નિગ્ધ થયેલી અચેત ભૂમિમાં અત્યંત યતનાપૂર્વક તે પાણીને પરઠી દે. પરઠેલું તે પાણી તુરંત જ વહેતું તે જલાશયમાં પહોંચી જાય તેથી તે જીવોની અલ્પત્તમ વિરાધના થાય છે અને ખાલી પાત્રને ઉપાશ્રયના એકાંત સ્થાનમાં મૂકી દે. તે સ્વતઃ સૂકાઈ જાય ત્યાર પછી સાધુ તે પાત્રનો ઉપયોગ કરે. પાત્ર સૂકાઈ ગયા પછી તેને સાફ કરવાની આવશ્યકતા હોય, તો તેને લૂછે, તકડામાં સૂકવે. વગેરે ક્રિયાઓ કરી શકાય છે.
સાધુ સચેત પાણીનો ઉપયોગ કરી શકતા નથી તેથી સૂત્રકારે ભૂલથી લેવાઈ ગયેલા સચેત પાણી માટે અનેક વિકલ્પો પ્રદર્શિત કર્યા છે. સાધુ સચેત પાણીના જીવોને ઓછામાં ઓછી કિલામના થાય, તે રીતે વિવેકપૂર્વક યથોચિત વ્યવહાર કરે.
સંક્ષેપમાં સાધુની પ્રત્યેક પ્રવૃત્તિમાં જીવદયાનું લક્ષ્ય મુખ્ય હોય છે. પાત્ર સહિત ગમન :
४ से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिंडवाय पडियाए पविसिउकामे सपडिग्गहमायाए गाहावइकुलं पिंडवायपडियाए पविसेज्ज वा णिक्खमेज्ज
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org