Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૩: ઉદ્દેશક-૩
૧૫ |
આયુષ્યમાન શ્રમણ ! અહીંથી ગામ યાવત્ રાજધાનીનો માર્ગ કેટલો દૂર છે? તે અમને કહો. સાધુ આ પ્રશ્નનો કંઈ ઉત્તર આપે નહિ યાવતુ યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુ કે સાધ્વીને માટે વિહાર ચર્યામાં ભાષા સંયમનું પ્રતિપાદન છે.
ગ્રામાનુગ્રામ વિહાર કરતાં સાધુને મુસાફરો પશુઓ, પક્ષીઓ, વનસ્પતિ, પાણી તેમજ અગ્નિ વિષયક પ્રશ્નો પૂછે, તો સાધુ તેનો જવાબ આપે નહિ કારણ કે મનુષ્યો, પશુઓ, પક્ષીઓના વિષયમાં પૂછનાર શિકારી, પારધી, લૂંટારા આદિ પણ હોય શકે છે. સાધુના કથન અનુસાર તે વ્યક્તિ તે દિશામાં જઈને તે જીવોને પકડે, તેની હત્યા કરે, તો આ હિંસામાં અહિંસા મહાવ્રતી સાધુ નિમિત્ત બને છે.
કોઈ ભૂખ્યા તરસ્યા લોકો મળે અને પ્રશ્ન પૂછે કે આપે ધાન્યના ઢગલાદિ જોયા છે. સાધુ હા કહે તો તે જીવોની વિરાધના થાય છે તથા સાધુના વચનો સાંભળીને તે વ્યક્તિ આરંભ-સમારંભ કરે તો સાધુને દોષ લાગે છે. ગૃહસ્થની પ્રવૃત્તિઓ યતનાપૂર્વક થતી નથી, તેથી સાધુને ગૃહસ્થના સાવધકારી પ્રશ્નોના જવાબ આપવાનો શાસ્ત્રકારે નિષેધ કર્યો છે. આ પરિસ્થિતિમાં સાધુએ મૌન રાખવું શ્રેષ્ઠ છે. નાનું વા નો નાપતિ વણઝા- આ પદના અર્થમાં બે વિચારધારા પ્રચલિત છે– (૧) જાણવા છતાં જાણતો નથી, તે પ્રમાણે કહે. જ્યારે કોઈ શિકારી આદિ સાધુને પશુ વિષયક પ્રશ્નો પૂછે, ત્યારે સાધુ મૌન રહે. સાધુના મૌન રહેવાથી ક્યારેક શિકારી ક્રોધિત થઈને સાધુને હેરાન કરે, સાધુને મારે, આવી વિકટ પરિસ્થિતિમાં પશુરક્ષાની ભાવનાથી સાધુ જાણવા છતાં વિશિષ્ટ પશુઓનું નામ લઈને કહે નહીં, પરંતુ સામાન્ય રૂપે ઉપેક્ષા ભાવથી કહે કે હું આ વિષયમાં કંઈ જાણતો નથી. વાસ્તવમાં સાધુ સર્વ પ્રાણીઓના વિષયમાં જાણતા પણ નથી, તેથી તે પ્રમાણે કથન કરે. આ પ્રકારના કથનમાં સાધુને જીવરક્ષાની જ ભાવના છે, અસત્યભાષણનો કોઈ આશય નથી. કેવળ સંકટ નિવારણ માટે સ્થવિરકલ્પી સાધુ આ પ્રકારની ભાષાનો પ્રયોગ કરે છે. વૃત્તિકારે ઉપરોક્ત અર્થને સ્વીકાર્યો છે. (૨) સૂત્રોક્ત પદમાં વા શબ્દ પ અર્થમાં છે અને શબ્દનો અન્વયવાળા ક્રિયાપદ સાથે થાય, તો તેનો અર્થ નાખે વા (પ) ના તિ નો વા . જાણવા છતાં પણ હું જાણું છું તે પ્રમાણે ન કહે અર્થાત્ મૌન રહે અને મૌનપૂર્વક ઉપેક્ષા ભાવે ચાલતા રહે. ઉપાધ્યાય શ્રી પાર્શ્વચંદ્રજીએ બાલાવબોધ ટીકામાં આ અર્થને સ્વીકાર્યો છે.
આ બંને અર્થમાં સામાન્ય પ્રસંગે બીજો અર્થ યથોચિત છે અને વિકટ સમયે પહેલો અર્થ પણ યથોચિત છે.
આગમોમાં કહ્યું છે કે જે ભાષાપ્રયોગથી જીવોની હિંસા થતી હોય, તેવી સત્ય ભાષા પણ સાધુ બોલે નહીં, પરંતુ મૌન રહે.
तहेव फरुसा भासा, गुरुभूओवघाइणी। સવ વિસ જ વધ્યા, નો પાવરૂ મા નો . -દશવૈકાલિક સૂત્ર, અધ્યયન-૭/૧૧.
સંક્ષેપમાં સ્થવિરકલ્પી સાધુ ઉત્સર્ગ-અપવાદની પરિસ્થિતિનું ધ્યાન રાખીને વિવેકપૂર્વક વ્યવહાર કરે. વિહારમાં નિર્ભયતાની સાધના :|१२ से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से गोणं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org