Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૫ : ઉદ્દેશક-૧
પાણીથી એકવાર કે વારંવાર ધોઈને સાધુને આપે, તો તે પ્રકારના વસ્ત્રને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં પણ સાધુ ગ્રહણ કરે નહિ.
૨૦૧
१६ से णं परोत्ता वएज्जा आउसो ! त्ति वा भइणी ! त्ति वा आहरेयं वत्थं कंदाणि वा जाव हरियाणि वा विसोहेत्ता समणस्स णं दाहामो । एयप्पगारं णिग्घोसं सोच्चा णिसम्म से पुव्वामेव आलोएज्जा आउसो ! त्ति वा भइणी ! ति वा मा एयाणि तुमं कंदाणि वा जाव विसोहेहि, णो खलु मे कप्पइ एयप्पगारे वत्थे पडिगाहित्तए ।
ભાવાર્થ :- જો તે ગૃહસ્થ પોતાના ઘરની કોઈ વ્યક્તિને કહે કે– હે આયુષ્યમાન ભાઈ કે બહેન ! તે વસ્ત્ર લાવો, તેમાંથી કંદ યાવત્ લીલોતરી કાઢીને(વિશુદ્ધ કરીને) સાધુને આપીએ. આ પ્રકારની વાત સાંભળીને તેના પર વિચાર કરીને સાધુ પહેલાં જ દાતાને કહે કે– હે આયુષ્યમાન ગૃહસ્થ ભાઈ કે બહેન ! આ વસ્ત્રમાંથી કંદ યાવત્ લીલોતરી કાઢો નહિ(શુદ્ધ કરો નહિ), મને આ પ્રકારનું વસ્ત્ર કલ્પતું નથી.
१७ से सेवं वयंतस्स परो कंदाणि वा जाव हरियाणि विसोहेत्ता दलएज्जा । तहप्पगारं वत्थं अफासुयं जाव णो पडिगाहेज्जा ।
ભાવાર્થ :-સાધુ આ પ્રમાણે કહે તેમ છતાં પણ ગૃહસ્થ કંદ યાવત્ લીલોતરી કાઢીને વસ્ત્રને શુદ્ધ કરીને આપે, તો તે પ્રકારના વસ્ત્રને અપ્રાસુક અને અનેષણીય જાણીને પ્રાપ્ત થવા છતાં સાધુ ગ્રહણ કરે નહિ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં વિવિધ અનેષણીય વસ્ત્રોના ગ્રહણનો નિષેધ કર્યો છે.
(૧) એક, બે દિવસથી લઈને એક મહિના પછી વસ્ત્ર લઈ જજો, આ રીતે સાધુને વચનબદ્ધ કરે, તો સાધુ તે વચનનો સ્વીકાર કરે નહિ, કારણ કે ગૃહસ્થ તે સમય દરમ્યાન નવું વસ્ત્ર ખરીદીને લાવે, સાવધ ક્રિયા કરીને રાખે, તો સાધુ માટે તે વસ્ત્ર અકલ્પનીય થાય છે. તે ઉપરાંત ગૃહસ્થે જેટલા દિવસોની મર્યાદા કહી છે તેમાં કોઈ કારણવશ સાધુ જઈ ન શકે તો તેને ભાષા સમિતિ આદિમાં દોષ લાગે છે.
જો કોઈ ગૃહસ્થને કાપડની દુકાન હોય, તેમાં થોડા દિવસ પછી નવો માલ આવવાનો હોય, તો ગૃહસ્થ કોઈ સમય મર્યાદા આપે તે પ્રમાણે જઈને સાધુ વસ્ત્ર ગ્રહણ કરી શકે છે, કારણ કે તેમાં સાધુના નિમિત્તે કોઈ સાવધક્રિયા થતી નથી. તેમ છતાં સાધુ સમય મર્યાદા માટે કોઈનિશ્ચયકારી ભાષાનો પ્રયોગ કરે નહીં કે ‘હું નવો માલ આવશે ત્યારે અવશ્ય આવીશ.' ક્યારેક કોઈ પણ સંજોગવશાત્ સાધુ પહોંચી શકે નહીં, તો તેની ભાષા સમિતિ તથા સત્ય મહાવ્રત દૂષિત થાય છે.
સાધુ સમય, સંયોગ પ્રમાણે સદોષ-નિર્દોષ વસ્ત્રનું પરીક્ષણ કરીને વિવેકપૂર્વક ગ્રહણ કરે. (૨) ગૃહસ્થ સાધુને થોડીવાર રહીને પધારવાનું કહે, આ રીતે સાધુને વચનબદ્ધ કરે, તો તેમાં પણ ઉપરોક્ત દોષની સંભાવના છે.
Jain Education International
(૩) ગૃહસ્થ પાસે જે વસ્ત્ર હાજર છે તે સાધુને આપી પોતાના માટે બીજું વસ્ત્ર બનાવવાનું કે લાવવાનું કહે, તો તેમાં પશ્ચાત્ કર્મ દોષની સંભાવના હોવાથી અકલ્પનીય છે.
For Private Personal Use Only
www.jainelibrary.org