Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પોતાના સંયમરૂપી નિર્મળ યશનું રક્ષણ કરતો સંયમી ભિક્ષુ સુરા, મહુડાની મદિરા કે બીજા કોઈ પણ માદક પદાર્થોનું આત્મસાક્ષીએ અને કેવળી ભગવાનની સાક્ષીએ સેવન ન કરે. આ રીતે આગમ ગ્રંથોમાં અનેક સ્થાને સાધુઓને માંસ-મદિરાનો સર્વથા નિષેધ કરવામાં આવ્યો છે.
શ્રી આચારાંગ સૂત્રમાં અભક્ષ્ય પરક શબ્દો લિપિકાળમાં પ્રક્ષિપ્ત કરવામાં આવ્યા હોય, તેમ લાગે છે. પ્રથમ અધ્યયનના ચોથા ઉદ્દેશકમાં નવવધુના પ્રવેશ નિમિત્તે, શ્રાદ્ધ નિમિત્તે, દીકરીના લગ્ન પછી પિયર આવવાના પ્રસંગે થતાં ભીડભાડવાળા જમણવારમાં સાધુને ગોચરીએ ન જવાનું કથન છે. અહીં વિવિધ પ્રકારના જમણવારના નામોલ્લેખનો પ્રસંગ છે, પરંતુ તે નામોલ્લેખ પૂર્વે અભક્ષ્યપરક શબ્દ મૂકાયા છે, તે અપ્રાસંગિક છે. તે જ રીતે દસમા ઉદ્દેશકના પ્રથમ સૂત્રમાં અને દશવૈકાલિક સૂત્રના અધ્યયન-૫/૨/૭૩- ૭૪ ગાથામાં એકદમ સામ્યતા છે. તેમાં દશવૈકાલિકા સૂત્રમાં વરિયં પત્ત શબ્દ છે. તેના સ્થાને અહીં વયિં મયં શબ્દ છે. આ ઉપરથી સમજી શકાય છે કે લિપિકાળમાં કોઈ જૈનેતર લહિયાથી પોપત્તિ શબ્દના સ્થાને માં શબ્દ પ્રક્ષિપ્ત થયો હોય. આચાર્યો આવા મધ-માંસ પરક શબ્દોના વનસ્પતિ પરક અર્થ કરે છે. આયુર્વેદિક ગ્રંથોમાં પણ પશુ-પક્ષીના નામવાળી વનસ્પતિઓનો ઉલ્લેખ છે, પરંતુ આવા શબ્દ પ્રયોગોના આધારે ઘણા જૈનેતર વિદ્વાનો અનિવાર્ય સંયોગોમાં ભગવાન મહાવીર સ્વામી પણ માંસાહાર કરતાં હતા અને તેમણે તેમના સાધુને પણ છૂટ આપી હતી, તેવા આક્ષેપો કરી રહ્યા છે. આવા પ્રક્ષિપ્ત આગમ પાઠોથી શાસનની હીલના, લઘુતા થાય છે, તેથી પ્રસ્તુત સંસ્કરણમાં આજથી ૭૦ વર્ષ પૂર્વે પ્રકાશિત પુફ ભિખુ સંપાદિત સુત્તાગમનો આધાર લઈને તે–તે શબ્દોને મુદ્રિત કર્યા નથી અને.....રિક્ત સ્થાન રાખીને તેનો સંકેત કર્યો છે.
બીજા શàષણા અધ્યયનમાં શય્યા સંબંધી નવક્રિયાના કથનમાં ઉપસ્થાન ક્રિયાનું કથન છે. તેમાં તે માતરેલુ......૩ડુદ્ધિયં વા વાસાવસિય વા | વાવના તં તિગુણ અપરિહરિતા તત્યેવ......(અધ્યયન-ર/ર/૮). એક સ્થાનમાં માસકલ્પ કે ચાતુર્માસ કલ્પ વ્યતીત કર્યા પછી સાધુ બમણો અને ત્રણગુણો કાળ અન્યત્ર વ્યતીત કર્યા વિના તે સ્થાનમાં આવીને રહે, તો તેને ઉપસ્થાન ક્રિયા લાગે છે. માસકલ્પથી બમણોકાળ અર્થાત્ બે માસકલ્પ અને ચાતુર્માસ કલ્પથી ત્રણ ગુણો કાળ અર્થાત્ ત્રણ ચાતુર્માસ થાય અને તે અર્થ પરંપરા સાથે સંગત નથી. પરંપરાનુસાર એક સ્થાનમાં ચાતુર્માસ કલ્પ વ્યતીત કર્યા પછી, બે ચાતુર્માસ અન્યત્ર કર્યા પછી ત્રીજું ચાતુર્માસ તે જ સ્થાનમાં કરી શકાય છે.
આ બેગણા-ત્રણગણા કાળ સંબંધી વિચારણા કરી કે ર૯ દિવસના માસકલ્પથી
54
Jain Edation Int l
El Private Persona Japan
ww.janbrary.org