Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧ : ઉદ્દેશક-૧૧
જિનકલ્પી મુનિ અને સ્થવિરકલ્પી સાધુ-સાધ્વી પોત-પોતાની ઇચ્છા અને સામર્થ્ય અનુસાર આ પિંડૈષણા રૂપ અભિગ્રહોને ધારણ કરી શકે છે.
તૃતીય પિંડૈષણામાં પડિાધારી સિયા, પાળિ પહિનદ્દિશ્ વા પાત્રધારી સાધુ અથવા કરપાત્રી સાધુ, આ પ્રકારનો શબ્દ પ્રયોગ છે. સ્થવિરકલ્પી સાધુઓ પ્રાયઃ પાત્રધારી હોય છે. કરપાત્રી સાધુઓના કથનથી જિનકલ્પી સાધુઓનું ગ્રહણ થાય છે.
૯૧
વ્યાખ્યામાં કહ્યું છે કે નિયંતાનાં પુનરાઘયોર્જયોગ્રહઃ પન્વમિગ્ર કૃતિ, ગચ્છની બહાર રહીને સાધના કરનાર જિનકલ્પી સાધુઓ પ્રથમ બે અભિગ્રહ ધારણ કરતા નથી. તેઓ શેષ પાંચ પ્રકારમાંથી કોઈ પણ અભિગ્રહ ધારણ કરી શકે છે. ત્યાં બે પિંડૈષણાના નિષેધ માટે કોઈ સ્પષ્ટીકરણ આપ્યું નથી. અર્થ દૃષ્ટિથી જોતાં તે બંને પિંડૈષણામાં એવું કોઈ કારણ જણાતું નથી.
સાધુઓ વિવિધ પ્રકારના અભિગ્રહો ધારણ કરીને વૃત્તિસંક્ષેપ તપની આરાધના કરે છે. તેમજ રસેન્દ્રિય વિજય માટે પુરુષાર્થશીલ બને છે. અભિગ્રહ પૂર્ણ ન થાય ત્યાં સુધી સમભાવની સાધનાનો અભ્યાસ કરે છે.
उज्झयधम्मा :– ઉજ્જીિતધર્મા— ફેંકવા યોગ્ય. જે આહાર ખાવા યોગ્ય હોવા છતાં ગૃહસ્થને તેમજ અન્ય યાચકોને પણ ઈષ્ટ કે પ્રિય ન હોય અર્થાત્ જોતાં જ તે આહાર અત્યંત અરુચિકર, અમનોજ્ઞ, અનિચ્છનીય લાગે; તેવા આહારને અહીં ઉઝિતધર્મા કહ્યો છે. આ રીતે આ સાતમી પિંડૈષણામાં આહાર,
શરીર અને રસેન્દ્રિયની અનાસક્તિની ઉત્કટતા–પ્રબલતા પ્રદર્શિત કરેલી છે.
સયં વા ળ નાફબ્બા, પો વા સે લેખ્ખા :– મુનિ સ્વયં પોતાના અભિગ્રહ અનુસાર વિવેકપૂર્વક આહાર-પાણીની યાચના કરે છે. તે જ રીતે ગૃહસ્થ પણ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સાધુ કે સાધ્વીને આહાર ગ્રહણ કરવા માટે વિનંતિ કરી શકે છે. સાધુ પોતાના અભિગ્રહ કે સમાચારી અનુસાર નિર્દોષ આહારનું પરીક્ષણ કરીને ગૃહસ્થની વિનંતિનો સ્વીકાર કરીને આહાર ગ્રહણ કરે છે.
સાત પાનૈષણા -
Jain Education International
१० अहावराओ सत्त पाणेसणाओ । तत्थ खलु इमा पढमा पाणेसणा- असंस हत्थे असंसट्टे मत्ते । तं चेव भाणियव्वं, णवरं चउत्थाए णाणत्तं, से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिंडवाय पडियाए पविट्ठे समाणे से जं पुण पाणगजायं जाणेज्जा, तं जहा- तिलोदगं वा तुसोदगं वा जवोदगं वा आयामं वा सोवीरं वा सुद्धवियडं वा, अस्सि खलु पडिग्गहियंसि अप्पे पच्छाकम्मे, तहेव जाव पडिगाहेज्जा ।
ભાવાર્થ:ત્યાર પછી સાત પાનૈષણાઓ છે. તે સાત પાનૈષણાઓમાંથી પ્રથમ પાનૈષણા આ પ્રમાણે છે– અસંસૃષ્ટ હાથ અને અસંસૃષ્ટ પાત્ર. આ પ્રમાણે શેષ સર્વ વર્ણન પિંડૈષણાની જેમ પાનૈષણામાં સમજી લેવું જોઈએ. તેમાં ચોથી પાનૈષણામાં વિશેષતા છે– સાધુ કે સાધ્વી ગૃહસ્થને ત્યાં પ્રવેશ કરે ત્યારે પીવાના અનેક પ્રકારના પાણીના વિષયમાં જાણે કે આ તલનું ધોવણ, તુષનું ધોવણ, જવનું ધોવણ, છાશની પરાશ, બળતી લાકડીનું બુઝાવેલું પાણી અથવા શુદ્ધ અચિત્ત કરેલું ધોવણ પાણી તેમજ ગરમ પાણી વગેરે
For Private
Personal Use Only
www.jainelibrary.org