Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૨: ઉદ્દેશક-૧
૯૭ |
माहण-अतिहि-किवण-वणीमए पगणिय-पगणिय समुहिस्स तं चेव भाणियव्वं । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ઉપાશ્રયના વિષયમાં જાણે કે આ ઉપાશ્રય ઘણા(જૈન-જૈનેતર) શ્રમણો, બ્રાહ્મણો, અતિથિઓ, દરિદ્રીઓ તેમજ ભિખારીઓ એક-એકની ગણનાપૂર્વક તેના ઉદ્દેશ્યથી પ્રાણી આદિનો સમારંભ કરીને બનાવેલો છે ઇત્યાદિ ઉપર પ્રમાણે કહેવું અર્થાત્ પુરુષાંતરકૃત, અપુરુષાંતરકૃત યાવત્ આસેવિત કે અનાસેવિત હોય તો પણ તે સ્થાન ગ્રહણ ન કરે. |४ से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्सयं जाणेज्जा- बहवे समण-माहण-अतिहि-किवण-वणीमए समुद्दिस्स पाणाई भूयाई जीवाई सत्ताई समारब्भ जाव चेएइ । तहप्पगारे उवस्सए अपुरिसतरकडे जाव अणासेविए णो ठाणं वा सेज वा णिसीहियं वा चेएज्जा ।
अह पुण एवं जाणेज्जा- पुरिसंतरकडे जाव आसेविए; पडिलेहित्ता पमज्जित्ता तओ संजयामेव ठाणं वा सेज वा णिसीहियं वा चेएज्जा । ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ઉપાશ્રયના વિષયમાં જાણે કે આ ઉપાશ્રય ઘણા જૈનેતર શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દરિદ્ર અને ભિખારીઓના(સામાન્યરૂપે સર્વના) ઉદ્દેશ્યથી અર્થાત્ કોઈના નામ વિના સર્વ આગંતુકો માટે પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોનો સમારંભ કરીને બનાવેલો છે યાવતુ તે ઉપાશ્રય અપુરુષાંતરકૃત થાવત્ અનાસેવિત છે તો તેવા ઉપાશ્રયમાં ભિક્ષુ રહે નહીં કે શયનાસન કરે નહિ.
જો તે ઉપાશ્રયના વિષયમાં એમ જાણે કે તે પુરુષાંતરકૃત કે આસેવિત થઈ ગયો છે– કોઈ પણ વ્યક્તિએ તેનો ઉપયોગ કરી લીધો છે. તો તેવા ઉપાશ્રયનું પ્રતિલેખન તથા પ્રમાર્જન કરી તેમાં યતનાપૂર્વક શયનાસન કરે. વિવેચન:
પ્રસ્તુત સૂત્રમાં જૈન શ્રમણો માટે તથા અનેક શ્રમણ-બ્રાહ્મણ આદિ માટે નિર્મિત ઉપાશ્રય સંબંધી વિચારણા છે.
જે રીતે સાધુ-સાધ્વીને માટે આહાર સંબંધી ઔદેશિક, ક્રીત, પ્રામિત્ય આદિ દોષોના વર્જનનું કથન છે, તે જ રીતે નિવાસ સ્થાન પણ એક કે અનેક સાધુ-સાધ્વીઓના ઉદ્દેશ્યથી બનાવેલું હોય, અનેક જૈન-જૈનેતર સર્વ શ્રમણો-બ્રાહ્મણો, યાચકોના ઉદ્દેશ્યથી તેમના નામ ગણી-ગણીને છકાય જીવોના આરંભ-સમારંભ કરીને તૈયાર થયું હોય, તે જ રીતે વેચાતું લીધું હોય, ઉધાર લીધું હોય, બળજબરીથી ઝૂંટવીને લીધેલું હોય, સાધુને રહેવા માટે તંબુ વગેરે સામે લાવીને બાંધ્યા હોય અથવા લાકડાના મકાનો ઊભા કર્યા હોય કે માલિકની સંમતિ ન હોય, તો તે સ્થાનમાં રહેવું સાધુ-સાધ્વી માટે કલ્પનીય નથી.
જે સ્થાન કોઈ ચોક્કસ વ્યક્તિ કે સંપ્રદાયના સાધુના ઉદ્દેશ્ય વિના સામાન્ય રીતે કોઈ પણ સાધુ સંન્યાસી માટે બનાવ્યું હોય અને તે સ્થાનમાં અન્ય શ્રમણાદિ આવીને રહી ગયા હોય, તો તે સ્થાનને સાધુ ગ્રહણ કરી શકે છે. કારણ કે તે સ્થાન જૈન શ્રમણોના નિમિત્તે બનેલું નથી તેમજ અન્ય શ્રમણોએ તેનો ઉપયોગ કરી લીધો હોવાથી તેમાં ઔદેશિકાદિ દોષોની પરંપરા અટકી જાય છે, તેથી તેને સૂત્રમાં સાધુને માટે કલ્પનીય કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org