Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૩ : ઉદ્દેશક-૧
दुस्सण्णप्पाणि दुप्पण्णवणिज्जाणि अकालपडिबोहीणि अकालपरिभोईणि, सह लाढे विहाराए संथरमाणेहिं जणवएहिं णो विहारवत्तियाए पवज्जेज्ज गमणाए । केवली बूया - आयाणमेयं ।
ते णं बाला अयं तेणे, अयं उवचरए, अयं तओ आगए त्ति कट्टु तं भिक्खुं अक्कोसेज्ज वा जाव उवद्दवेज्ज वा, वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं आच्छिदेज्ज वा भिंदेज्ज वा अवहरेज्ज वा परिट्ठवेज्ज वा । अह भिक्खूणं पुव्वोवदिट्ठा जाव जं तहप्पगाराणि विरूवरूवाणि पच्चंतियाणि दस्सुगायतणाणि जाव विहारवत्तियाए णो पवज्जेज्ज गमणाए । तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा ।
શબ્દાર્થ :- પત્ત્પત્તિષિ = દેશોના સીમાંતે રહેનારા વસ્તુ-ચાયતળft = ચોરોની જગ્યાઓ મિત્તવધૂળિ = મ્લેચ્છોની જગ્યા અગરિયાળિ = અનાર્યોના સ્થાન જુસ્સળબાપિ = આર્ય ભાષા જેને સમજાવવી કઠિન છે દુખળવભિન્નાળિ=મુશ્કેલીથી જેને ઉપદેશ આપી શકાય છે અાપડિવોીખિ - અકાળે જાગનારા અને અકાળમાં શિકાર માટે જનારા અાતોિષિ = અકાળે આહાર કરનારા સદ્ તાને વિહરાÇ = બીજા સારા આર્યદેશ હોવા પર સંથમાળેન્હેિં નળવě = બીજા સારા દેશોમાં વિચરણથી સંયમ નિર્વાહ થતો હોય વિરવત્તિયાQ = તો ઉપરોક્ત સ્થળે, વિચરવાની પ્રતિજ્ઞાથી જો પવોા ગમળાQ = જવા માટે પ્રવર્તિત ન થાય, વિહાર કરવાનો સંકલ્પ કરે નહિ.
=
૧૪૩
ભાવાર્થ:ગ્રામાનુગ્રામ વિહાર કરતાં સાધુ-સાધ્વી જાણે કે રસ્તામાં વિવિધ પ્રકારના સીમાવર્તી સ્થાનોમાં રહેનારા ચોરોના, મ્લેચ્છોના કે અનાર્યોના સ્થાન છે તથા આર્યોના આચાર સમજાવવા કઠિન છે, મુશ્કેલીથી આર્યધર્મ પ્રાપ્ત થાય તેવા અકાળે જાગનારા, અકાળે શિકારે જનારા, અકાળે ભોજન કરનારા મનુષ્યો રહે છે, આ પ્રકારની પરિસ્થિતિમાં અન્ય આર્યક્ષેત્રમાં વિહાર થઈ શકતો હોય અને સંયમ સમાચારીનો નિર્વાહ થઈ શકતો હોય તો તેવા ક્ષેત્રોમાં વિહાર કરવાનો મનમાં સંકલ્પ પણ કરે નહિ. કેવલી ભગવંતોએ કહ્યું છે કે ત્યાં જવું તે કર્મ બંધનનું કારણ છે.
તે અનાર્ય લોકો સાધુને જોઈને “આ ચોર છે, આ ગુપ્તચર છે, આ અમારા શત્રુના ગામમાંથી આવેલા છે”, આ પ્રમાણે પરસ્પર વાર્તા કરીને સાધુને કઠોર વચન કહે, ઉપદ્રવ કરે યાવત્ પ્રાણ રહિત કરે, સાધુના વસ્ત્ર, પાત્ર, કંબલ અને પાદપ્રોંછન આદિ ઉપકરણોને તોડી નાંખે, લૂંટી લે, ફેંકી દે; માટે તીર્થંકરાદિ આપ્તપુરુષોએ પહેલેથી જ આ પ્રતિજ્ઞા, હેતુ, કારણ અને ઉપદેશ આપ્યો છે કે સાધુ-સાધ્વી ચોરાદિના સ્થાન હોય તેવા સીમાંતવર્તી સ્થળોમાં વિહાર કરવાનો મનમાં સંકલ્પ પણ કરે નહિ. આ સ્થાનોને છોડીને અન્ય સ્થાનોમાં સંયમી સાધુ યત્નાપૂર્વક ગ્રામાનુગ્રામ વિહાર કરે.
९ से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दुइज्जमाणे, अंतरा से अरायाणि वा गणरायाणि वा जुवरायाणि वा दोरज्जाणि वा वेरज्जाणि वा विरुद्धरज्जाणि वा, सइ लाढे विहाराए संथरमाणेहिं जणवएहिं णो विहारवत्तियाए पवज्जेज्ज ગમળાÇ । જેવલી બૂયા- આયાળમેય ।
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org