Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૨: ઉદ્દેશક-૨
૧૧૯ |
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં શય્યા સંબંધી આઠમી મહાસાવદ્ય ક્રિયાનું કથન છે.
ગુહસ્થ જૈન શ્રમણ નિગ્રંથોના નિમિત્તે મકાનનું નિર્માણ કરે, તેમાં છકાય જીવોનો આરંભ સમારંભ કરે, પાણી છાંટે, અગ્નિ પ્રજ્વલિત કરે, ઇત્યાદિ અનેક પાપ પ્રવૃત્તિઓ થાય છે. તેવા સ્થાનમાં સાધુ રહે, તો તેઓને તે સમસ્ત પાપકાર્યોની ક્રિયા લાગે છે તેને અહીં મહાસાવધ કિયા કહી છે. સંક્ષેપમાં તે મકાન એક માત્ર જૈન શ્રમણના નિમિત્તે તૈયાર થયેલું હોવાથી જૈન સાધુને માટે સર્વથા અકલ્પનીય છે. ૬૫૩ તે ૩૦ સેનિ:- આ પ્રકારના સર્વથા અકલ્પનીય આધાકર્મી મકાનનું જે સેવન કરે છે તે દ્રવ્યથી વેશધારી છે અને ભાવથી તે ગૃહસ્થ છે, માટે દ્રવ્યથી સાધુ અને ભાવથી ગૃહસ્થના કાર્યોનું સેવન કરવાથી તે દ્વિપક્ષકર્મનું સેવન કરનાર કહેવાય છે. (૯) અલ્પ સાવધ ક્રિયા:|१५ इह खलु पाईणं वा पडीणं वा दाहीणं वा उदीणं वा संतेगइया सड्ढा भवंति, तं जहा- गाहावई वा जाव कम्मकरीओ वा । तेसिं च णं आयारगोयरे णो सुणिसते भवइ ।
तं सद्दहमाणेहिं, तं पत्तियमाणेहिं, तं रोयमाणेहिं अप्पणो सयट्ठाए तत्थ तत्थ अगारीहिं अगाराई चेइयाई भवंति, तं जहा- आएसणाणि वा जाव भवणगिहाणि वा महया पुढविकायसमारंभेणं जाव अगणिकाए वा उज्जालियपुव्वे भवइ, जे भयंतारो तहप्पगाराइं आएसणाणि वा जाव भवणगिहाणि वा उवागच्छति उवागच्छित्ता इयराइयरेहिं पाहुडेहिं वटुंति एगपक्खं ते कम्मं सेवंति, अयमाउसो अप्पसावज्जकिरिया यावि भवइ । ભાવાર્થ :- આ લોકમાં પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ કે ઉત્તર દિશાઓમાં કેટલાક શ્રદ્ધાળુ અને ભક્તિવંત ગૃહસ્થ યાવત્ નોકરાણીઓ રહેતા હોય છે. તેઓ સાધુના આચાર કે વ્યવહારથી અજાણ હોય, પરંતુ દાન પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિવાળા હોય છે. તેઓએ પોતાના અંગત પ્રયોજન માટે લુહારશાળા યાવત્ ભૂમિગૃહ આદિ મકાનોનું નિર્માણ પૃથ્વીકાય યાવતુ ત્રસકાયના મહાન સરંભ, સમારંભ તેમજ આરંભથી તથા વિવિધ પ્રકારના પાપકર્મથી કરાવ્યું હોય છે, જેમ કે તેમાં છત નાંખવી, લીંપવું, બેઠક માટે ઓટલા આદિ કરવા, દરવાજા કરાવવા, સચેત પાણી છાંટવું, અગ્નિ પ્રજ્વલિત કરવી આદિ. જે મુનિરાજો લુહારશાળા યાવત્ ભૂમિગૃહ આદિ મકાનોમાં આવીને નાના મોટા કોઈ પણ સ્થાનોનો ઉપયોગ કરે છે, તેઓ એક પક્ષનું એટલે દ્રવ્ય અને ભાવથી એક માત્ર સાધુ ધર્મનું જ સેવન કરે છે. આ રીતે એકાંતે ગૃહસ્થના પોતાના માટે બનેલા સ્થાનમાં રહેવાથી તે શ્રમણોને અલ્પસાવધક્રિયા લાગે છે. આ ક્રિયા પણ ઐર્યાપથિકી ક્રિયાની સમાન નિર્દોષ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શય્યા સંબંધી નવમી અલ્પ સાવધ ક્રિયાનું પ્રતિપાદન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org