Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૨: ઉદ્દેશક-૨
[૧૧૧ ]
જો સાધુ-સાધ્વી એમ જાણે કે આ ઉપાશ્રય ઘાસના જથ્થાથી કે પરાળના જથ્થાથી બનેલો છે અને તે ત્રસ જીવોના ઈડા યાવત કરોળિયાના જાળાથી રહિત છે, તો તેવા ઉપાશ્રયમાં ભિક્ષુ રહે કે શયનાસન આદિ કાર્ય કરે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુને ઘાસ-પરાળ નિર્મિત ઝૂંપડીમાં રહેવાનો વિવેક દર્શાવ્યો છે. સાધુ પોતાના નિમિત્તે કોઈ પણ જીવને હાનિ પહોંચાડવા ઇચ્છતા નથી. આ તેની અહિંસાની પરાકાષ્ઠા છે. સર્વ જીવોને પોતાના આત્મા સમાન જાણે. તે પોતાના નિવાસ માટે જે સ્થાન પસંદ કરે, તે સ્થાનમાં કીડી આદિ ત્રસ જીવોના ઈડા, બીજ કે અનાજ હોય, લીલોતરી ઊગી હોય, ઝાકળ કે સચેત પાણી હોય, ભીની માટી, સેવાળ, લીલ-ફૂગ કે કીડીયારા હોય, તો તેવા સ્થાનમાં રહેવાથી સાધુની અસાવધાનીથી તે જીવોને દુઃખ થાય છે, તેથી સાધુ આવા ઉપાશ્રયમાં રહીને બેસવા આદિની એક પણ ક્રિયા કરે નહિ, પરંતુ જીવોથી રહિત શુદ્ધ નિર્દોષ સ્થાનની ગવેષણા કરીને તે સ્થાનમાં જ સાધુ નિવાસ કરે છે. અન્યતીર્થિકોના સ્થાનમાં નિવાસ વિવેક - | ६ से आगंतारेसु वा आरामागारेसु वा गाहावइकुलेसु वा परियावसहेसु वा
अभिक्खणं-अभिक्खणं साहम्मिएहिं ओवयमाणेहिं णो ओवएज्जा । શબ્દાર્થ :- સામ= ગૃહત્યાગી સંન્યાસી આદિ મgs = વારંવાર ઓનયન = આવતા હોય, રહેતા હોય છે એવાળા = ત્યાં સાધુ રહે નહિ. ભાવાર્થ :- ધર્મશાળામાં, ઉધાનમાં બનાવેલા આરામઘરોમાં, ગૃહસ્થના ઘરોમાં કે તાપસીના મઠાદિમાં
જ્યાં કોઈ પણ ગૃહત્યાગી સાધુ-સંન્યાસી વારંવાર આવતા જતા હોય ત્યાં નિગ્રંથ સાધુઓ રહે નહિ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સાધુ માટે અન્યતીર્થિકોના આવાગમનવાળા સ્થાનમાં રહેવાનો નિષેધ કર્યો છે.
સાધુનું નિવાસસ્થાન તેની સાધનાને યોગ્ય શાંત હોવું જરૂરી છે. લોકોનું અધિક આવાગમન કે કોલાહલ ન હોય તેવા સ્થાનમાં સાધુ નિવાસ કરે.
જ્યાં અન્યતીર્થિકો તાપસો, સંન્યાસીઓ, ભિક્ષુકો આદિનું આવાગમન હોય, ત્યાં તેના અનુયાયીઓ વગેરે અનેક લોકોના આવાગમનથી વાતાવરણ કોલાહલમય બની જાય છે અને તેથી સાધુને સ્વાધ્યાય-ધ્યાનમાં અલના થાય છે.
જૈન શ્રમણોની કઠિન સમાચારી જોઈને લોકો તેમનું અધિક માન-સન્માન કરે તો તે જોઈને અન્યતીર્થિકોને ક્યારેક ઇર્ષ્યા, વેરઝેરના ભાવ જાગૃત થાય છે. ક્યારેક અન્યતીર્થિકોના અધિક પરિચયથી સાધના આચાર-વિચારમાં તથા શ્રાવકોમાં પણ વિપરીતતા આવવાની સંભાવના રહે છે, તેથી તથા પ્રકારના સ્થાનમાં સાધુ રહે નહિ, પરંતુ બીજા સ્થાનની ગવેષણા કરીને ત્યાં જ રહેવાનું પસંદ કરે.
રામાનુગ્રામ વિહાર કરતાં ક્યારેક અન્યત્ર સ્થાન પ્રાપ્તિ થઈ શકે તેમ ન હોય, તો સૂત્રોક્ત ધર્મશાળા આદિ સ્થાનમાં સાધુ વિવેકપૂર્વક રહી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org