Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
બમણો કાળ અર્થાતુ ૨૯ × ૨ = ૨૮ દિવસ અને ૧૨૦ દિવસના ચાતુર્માસ કલ્પથી ત્રણગણો કાળ અર્થાત્ ૧૨૦ x ૩ = ૩૬૦ દિવસ(બાર માસ) પછી સાધુ તે સ્થાનમાં જઈ શકે છે. આ રીતે બે ગણા-ત્રણ ગણા કાળનું વિધાન પરંપરા સંગત થાય છે.
સાધુ કે સાધ્વી ભિક્ષાર્થે ગૃહસ્થના ઘેર, મૂત્રોત્સર્ગ–મળોત્સર્ગ(પરઠવા) માટે સ્પંડિલભૂમિમાં કે સ્વાધ્યાય અર્થે સ્વાધ્યાય ભૂમિમાં જાય ત્યારે સાધુ પોતાના સાધ્વમંડલામાયા (૧/૩/૫), સવૅ વીવરમાયા (પ/ર/૨), સપડિયાદમાચાર (ઇરા૪) સર્વ ભંડોપકરણ, સર્વ વસ્ત્ર, પાત્રાદિ સર્વ ઉપકરણો સાથે લઈને જાય છે, તેવું વિધાન તે-તે અધ્યયનોમાં છે. સ્પંડિલ ભૂમિમાં સ્વાધ્યાય યોગ્ય પોથી-પુસ્તકાદિ, સ્વાધ્યાય ભૂમિમાં ભોજન યોગ્ય જોળી-પાત્રાદિ અને ગોચરીમાં ઈંડિલ ભૂમિ યોગ્ય માત્રક પાત્ર વગેરે લઈ જવામાં ઔચિત્ય નથી, તેથી તવિષયક વિચારણાના અંતે નિશ્ચિત્ત કર્યું કે સર્વ ઉપકરણો એટલે તદ્યોગ્ય આવશ્યક સર્વ ઉપકરણો લઈને સાધુ જાય અર્થાતુ ગોચરી માટે નીકળે ત્યારે તદ્યોગ્ય જોળી-પાત્રા વગેરે સર્વ ઉપકરણો લઈને જાય, ચંડિલ ભૂમિમાં જાય ત્યારે તદ્યોગ્ય માત્રક પાત્ર, પાદપ્રોચ્છનાદિ લઈને જાય અને ગ્રામાનુગ્રામ વિહાર કરે ત્યારે પોતાના સર્વ ભંડોપકરણ સાથે લઈને નીકળે
સે મહૂવા મિgબ વી મારય ૩વજ્ઞાર્દસદ્ધિ...અધ્યયન-૩, ઉદ્દેશક-૩, સુત્ર ૩-૪માં આચાર્ય–ઉપાધ્યાય સાથે વિહાર કરતાં સાધુ-સાધ્વી હાથ વગેરેના સ્પર્શથી તથા આચાર્યાદિ કોઈને ઉત્તર આપતા હોય તેમની વચ્ચે બોલીને આશાતના ન કરવાનું વિધાન છે. વિહારમાં આચાર્ય–ઉપાધ્યાય સાથે સાધુઓ જ હોય છે સાધ્વીજીઓ હોતા નથી તથા સાધ્વીજીઓમાં આચાર્યાદિ પદવી નથી, તેથી સૂત્રપાઠમાં મિથુળ શબ્દને કૌંસ કરેલ છે.
સાધ્વીજીઓમાં પ્રવર્તિની પદવી હોય છે. સાધ્વી સમુદાય(ગચ્છ)ની સારણાવારણા પ્રવતિની કરે છે. વિહારમાં પ્રવતિની સાધ્વીની આશાતના ન થાય, તે રીતે સાધ્વીજીઓ વિહાર કરે, તેવો આ સૂત્રનો ભાવ છે, તેમ સમજવું.
આ રીતે વૃત્તિ–વ્યાખ્યાગ્રંથોના આધારે, અન્ય આગમોના સંદર્ભ સહિત, પૂર્વા પર અર્થનું સંતુલન કરીને સૂત્ર અને તેના ભાવાર્થને સ્પષ્ટ કરીને વાચકોની સ્પષ્ટતા અને સરળતા માટે ગુરુકૃપાના અલૌકિક બળે અમે આગમ મનીષી પૂ. ત્રિલોક મુનિ મ.સા.ના માર્ગદર્શનથી યત્કિંચિત્ પુરુષાર્થ કરી રહ્યા છીએ.
અમ શ્રદ્ધાના કેન્દ્રબિંદુ સમ તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા.ના અદશ્ય આશિષરૂપી શક્તિપાતથી અમારું કાર્ય પૂર્ણતા તરફ જઈ રહ્યું છે. આગમ કાર્યની
C
55
Mr
.
Jain Edation Int l
El Private Persona Japan
ww.janbrary.org