Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૪ |
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
कुलाई णितियाई णितिओवमाणाई णो भत्ताए वा पाणाए वा पविसेज्ज वा णिक्खमेज्ज वा । શબ્દાર્થ :- રતિ પિંડે નિઃ = નિત્ય આહાર આપવામાં આવે છે અપિ = અગ્રપિંડ, શ્રેષ્ઠ ભોજન, વિશિષ્ટ ભોજન, મિષ્ટાન્ન મા = અર્ધો ભાગ ૩ વખાણ = ચોથો ભાગ તરખIRI૬ ગુeતારું = તથા પ્રકારના કુળોમાંરિયા = નિત્ય દાન દેનારા વિનાનારું = નિત્ય દાન માટે પ્રસિદ્ધ ભાવાર્થ:- આહાર ગ્રહણની અભિલાષાથી ગૃહસ્થના ઘરમાં પ્રવિષ્ટ સાધુ કે સાધ્વી જાણે કે આ કુળમાં હંમેશાં તૈયાર કરેલા પૂર્ણ આહારનું દાન થાય છે, વિશિષ્ટ ભોજનનું દાન થાય છે, હંમેશાં તૈયાર કરેલા આહારના અર્ધાભાગનું દાન થાય છે, હંમેશાં ચોથા ભાગનું આહારદાન થાય છે, તથા પ્રકારના કુળમાં કે જે નિત્યદાન આપે છે અને દાન માટે પ્રસિદ્ધ થયેલા છે; તે કુળોમાં સાધુ-સાધ્વી આહાર પાણી માટે પ્રવેશ કરે નહીં કે ત્યાંથી નીકળે નહીં. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને દાન માટે પ્રખ્યાત કુળોમાં ગોચરીએ જવાનો નિષેધ કર્યો છે.
જે કુળોમાં સામાન્ય રીતે હંમેશાં ભોજનનું દાન અપાતું હોય અથવા જે કુળોમાં નિત્ય વિશિષ્ટ ભોજન(મિષ્ટાન્નાદિ)નું દાન અપાતું હોય; જે કુળોમાં નિરંતર આહાર માટે ભિક્ષુઓનું આવાગમન થતું હોય, જે કુળોમાં આહારનો અર્ધોભાગ કે ચોથો ભાગ કાયમ દાનમાં અપાતો હોય તેવા કુળમાં સાધુ કે સાધ્વી આહાર માટે પ્રવેશ કરે નહીં, કારણ કે તે કુળમાં દાન માટે જ આહાર તૈયાર કરવામાં આવે છે. જો સાધુ કે સાધ્વી તે આહાર ગ્રહણ કરી લે તો પ્રતિદિન આવનારા અન્ય યાચકોને આહાર-પાણીમાં અંતરાય પડે અને તે કુળમાં સાધુ કે સાધ્વી દરરોજ જાય, તો ગૃહસ્થ સાધુ-સાધ્વી માટે આરંભ-સમારંભ કરીને અધિક આહાર તૈયાર કરે અને સાધુ દોષના ભાગી બને છે.
તેમજ અનેક યાચકો આદિનું આવાગમન નિરંતર થતું હોય ત્યાં જૈન શ્રમણો પણ જાય, તો શાસનની લઘુતા થાય છે, તેથી સાધુએ દાન માટે પ્રસિદ્ધ કુળને છોડીને અન્ય ઘરોમાં ગોચરી માટે જવું જોઈએ.
સૂત્રોક્ત આ પ્રકારના દાનકુળોમાં ગોચરીએ જવાનું પ્રાયશ્ચિત્ત, નિશીથ સૂત્રના બીજા ઉદ્દેશકમાં બતાવ્યું છે. પ્રસ્તુતમાં તેવા દાનકુળ સાધુ-સાધ્વી માટે પૂર્ણતયા વર્જિત કહ્યા છે.
પિં - અગ્ર શબ્દના બે અર્થ થાય છે (૧) અપ એટલે શ્રેષ્ઠ, પિંડ = આહાર. અગ્રપિંડ એટલે શ્રેષ્ઠ ભોજન, વિશિષ્ટ ભોજન-મિષ્ટાન્ન, સુખડી વગેરે; (૨) અગ્ર એટલે પ્રારંભનું. ઘરમાં રસોઈ બની ગયા પછી, કોઈપણ વ્યક્તિ જમે તે પહેલાં તે ભોજનમાંથી થોડું ભોજન દાન માટે કઢાય છે, તેને પણ અગ્રપિંડ કહે છે અથવા ભોજનના પ્રારંભમાં દેવ-દેવીઓના નૈવેદ્ય રૂપે કઢાતું ભોજન પણ અગ્રપિંડ છે.
આ રીતે અગ્રપિંડ શબ્દ બંને અર્થમાં પ્રચલિત હોવા છતાં પ્રસ્તુત પ્રસંગમાં તેનો અર્થ દાન માટેનું શ્રેષ્ઠ ભોજન યથોચિત છે. ગિફામાપ:- નિત્ય ભાગ. અષો વીતે અર્ધપોષ એટલે વ્યક્તિના પોષણ માટે જેટલો પર્યાપ્ત આહાર જોઈએ, તેનો અર્થોભાગ. અવબાપ - અપાદ્ધભાગ એટલે કે પર્યાપ્ત આહારનો ચોથો ભાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org