Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
समणुण्णा अपरिहारिया अदूरगया । तेसिं अणालोइय अणामंतिय परिट्ठवेइ । माइट्ठाणं संफासे । णो एवं करेज्जा ।
से तमादाए तत्थ गच्छेज्जा, गच्छेत्ता से पुव्वामेव आलोएज्जा- आउसंतो समणा ! इमे मे असणे वा पाणे वा खाइमे वा साइमे वा बहुपरियावण्णे, तं भुंजह । से सेवं वयंत परो वएज्जा- आउसंतो समणा ! आहारमेयं असणं वा पाणं वा खाइमं वा साइमं वा जावइयं-जावइयं परिसडइ तावइयं-तावइयं भोक्खामो वा पाहामो वा; सव्वमेयं परिसडइ सव्वमेयं भोक्खामो वा पाहामो वा । શબ્દાર્થ - વહુરિયોવછi = વધુ માત્રામાં પ્રાપ્ત થયેલ ભોયણનાથં = આહારને કાજેT = ગ્રહણ કરીને સમય = સ્વધર્મી સંમોડ્ય = સંભોગી સાધુ સમy = પોતાના સમાન આચારવાળા અપરિદરિયા = છોડવા યોગ્ય નથી અર્થાત્ શુદ્ધ આચારવાળા છે સક્રયા = પોતાની જગ્યાથી દૂર નથી અMાનો = બતાવ્યા વિના, પૂછડ્યા વિના ગળામતિય= નિમંત્રણ કર્યા વિના વ૬ રાજપને = ઘણો વધારે છે તે = તેને મુંગદ = વાપરશો માદારમેય = આપો પરિસદ = અમારાથી ખવાશે પાદામો = પીશું સમ્બનેય = જો આ સર્વ પરિસ૬ = ખવાઈ જશે તો. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરે અને તેઓને ત્યારે ત્યાંથી વિવિધ પ્રકારના આવશ્યકતાથી અધિક અશનાદિ આવી ગયા હોય અને તે ખાઈ શકાય તેમ ન હોય, તો જો નિકટમાં સાધર્મિક, સાંભોગિક, સમનોજ્ઞ તથા અપરિહારિક-નિર્દોષ સંયમવાળા સાધુ-સાધ્વી હોય, તેઓને પૂછ્યા કે બતાવ્યા વિના કે નિમંત્રણ કર્યા વિના(તે આહારને) પરઠી દે, તો તે માયાસ્થાનનું સેવન કરે છે. સાધુએ તે પ્રકારનું આચરણ કરવું જોઈએ નહિ.
સાધુ તે આહાર લઈને ત્યાં સાધર્મિક, સાંભોગિક, સમનોજ્ઞ કે અપરિહારિક સાધુઓની પાસે જાય અને સૌથી પહેલા તે આહારને બતાવે અને આ પ્રમાણે કહે- હે આયુષ્યમાન શ્રમણો ! આ અશનાદિ આહાર અમારી આવશ્યકતાથી વધારે છે, તો તેનો ઉપભોગ કરો. આ પ્રમાણે કહે ત્યારે તે સાધુ એમ કહે કે હે આયુષ્યમાનુ શ્રમણ ! આ આહારમાંથી અમો જેટલો આહાર ખાઈ-પી શકશે તેટલો ખાશું-પીશું; જો અમે સર્વ ઉપભોગ કરી શકીશું તો સર્વ ખાશું-પીશું.(તો તે સાધુએ સર્વ આહારાદિ તેઓને આપી દેવો જોઈએ.) વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુ કે શ્રાવક કોઈની પણ ભૂલથી વધુ માત્રામાં ગ્રહણ થયેલા આહાર માટેની વિવેક વિધિ દર્શાવી છે.
સાધુ સંયમ પાલનના સાધનરૂપ દેહ નિર્વાહાથે જ આહાર કરે છે. કોઈ પણ પ્રકારે રસાસ્વાદનું પોષણ ન થાય તેના માટે સતત જાગૃત રહે છે.
સ્વાદલોલુપતાને વશ થયેલા સાધુ સ્વાદવૃત્તિના પોષણ માટે સાધુ જીવનની મર્યાદાને ભૂલી જાય છે અને માયા-કપટ તેમજ પરિભોગેષણાના અન્ય દોષોનું સેવન કરે છે. તેનાથી તેના સંયમી જીવનને હાનિ થાય છે અને શાસનની લઘુતા થાય છે. સૂત્રકારે તેવી વિવિધ પરિસ્થિતિઓનું નિરૂપણ કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org