Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૮૬ ]
શ્રી આચારાંગ સત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
दूइज्जमाणे, मणुण्णं भोयणजायं लभित्ता- से य भिक्खु गिलाइ, से हंदह णं तस्साहरह, से य भिक्खू णो भुंजेज्जा आहारेज्जासि, से णं णो खलु मे अंतराए आहरिस्सामि । इच्चेयाई आयतणाई उवाइकम्म । શબ્દાર્થ :- નો મુંજા = ખાય નહિ તો આહારે જ્ઞાતિ = પાછો અમને આપી દેજો કારણ કે અમારે ત્યાં પણ રોગી સાધુ છે ને = મને નો અંત૨/૫ = કોઈ વિન ન આવે તો આઈરિસાન = હું પાછો લાવીને આપીશ દવેયા = આ પ્રમાણે આ કાર્ય આ તારું = કર્મબંધનું કારણ છે ૩વાગ્ન = તેને સમ્યક પ્રકારે દૂર કરીને, છોડીને. ભાવાર્થ :- કહેવાતા સાધુ કોઈક આવા પણ હોય છે કે– માસિકલ્પ, ચાતુર્માસકલ્પ અથવા સ્થિરવાસ રહેતા શ્રમણો મનોજ્ઞ ભોજન પ્રાપ્ત કરીને કોઈક ભિક્ષુ(સાધુ)ને કહે કે- જે સાધુ બીમાર છે તેના માટે તમે આ મનોજ્ઞ આહાર લઈ જાઓ અને તેને આપી દેજો. જો તે રોગી સાધુ વાપરે નહિ, તો તે આહાર પાછો અમારી પાસે લઈને આવજો; (કારણ કે અમારે ત્યાં પણ બીમાર સાધુ છે.) તેઓ આ પ્રમાણે કહે ત્યારે આહાર લેનાર તે સાધુ તેઓને કહે કે આવવામાં મને જો કોઈ વિપ્ન નહિ આવે, તો આહાર પાછો આપવા આવીશ. આ રીતે કહીને નામધારી સાધુ તે આહાર બીમાર સાધુને આપ્યા વિના કે તેના વાપરી લીધા પછી શેષ બચેલા આહારને પાછો આપવાના બદલે, પોતે જ વાપરી લે, તો તે માયા-કપટનું આચરણ કરે છે. સાધુએ આવા પ્રકારના કર્મબંધના સ્થાનનો સમ્યક પ્રકારે ત્યાગ કરીને ભાવપૂર્વક રોગી સાધુની સેવા કરવી જોઈએ. વિવેચન :
સંયમી સાધક રસેન્દ્રિયના વિષયમાં આસક્ત બને ત્યારે તે વિવિધ પ્રકારે માયા-કપટનું સેવન કરે છે. પ્રસ્તુત સૂત્રમાં સ્વાદવૃત્તિના પોષણ માટે થતાં માયા-કપટના સેવનનું દિગ્દર્શન છે અને ગ્લાન સાધુની સેવા કરનારા સાધુઓને માટે કપટ ત્યાગનો ઉપદેશ છે.
ક્યારેક સાધુને ભિક્ષામાં પથ્યકારી, મનોજ્ઞ ભોજન પ્રાપ્ત થાય, તે સાધુ અન્યત્ર રહેલા ગ્લાન સાધુની અનુકૂળતા માટે સેવાની એક માત્ર ભાવનાથી તે મનોજ્ઞ ભોજન ગ્લાન સાધુ માટે તેની સાથે સેવામાં રહેલા સાધુને આપે છે, પરંતુ સેવા કરનાર સાધુના અંતરમાં રસાસ્વાદની લાલસા જાગૃત થાય, ત્યારે તે મનોજ્ઞ ભોજન ગ્લાન સાધુ વાપરે નહીં તેવી સ્વાર્થ દષ્ટિથી મનોજ્ઞ અને પથ્યકારી આહારને અપથ્યકારી બતાવે છે.
ક્યારેક આહાર દેનાર સાધુએ કહ્યું હોય કે આ ભોજન ગ્લાન સાધુને માટે જ છે. જો ગ્લાન સાધુ આ ભોજન વાપરે નહીં, તો અમોને પાછું આપજો. આહાર ગ્રહણ કરનાર સાધુએ કહ્યું હોય કે “અન્ય કોઈ અંતરાય નહીં હોય, તો હું આહાર પાછો આપવા આવીશ.” આ રીતે કહીને મનોજ્ઞ ભોજનની આસક્તિથી તે કોઈ પણ બહાનું બતાવીને આહાર પાછો દેવા ન જાય.
આ પ્રકારનો વ્યવહાર કરનાર સાધુ (૧) માયા-કપટનું સેવન કરે છે. (૨) સત્ય મહાવ્રતને ખંડિત કરે છે. (૩) અન્ય સાધુઓનો વિશ્વાસઘાત કરે છે. (૪) ગ્લાન સાધુને પથ્ય આહાર ન આપવાથી અંતરાયકર્મ બાંધે છે. (૫) તેની સેવાની ભાવનાનો નાશ થાય છે. (૬) સ્વાદને વશ થઈને આત્માનું અધઃપતન કરે છે. (૭) તે આત્મ સાધનાથી ભ્રષ્ટ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org