Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૧ઃ ઉદ્દેશક-૭
૫૯ ]
पाणगजायं सयं वा णं गेण्हेज्जा, परो वा से देज्जा, फासुयं जाव पडिगाहेज्जा। શબ્દાર્થ :- આવાસં = ઓસામણ(ભાત આદિના ઓસામણ, છાશની પરાશ) સોવર = સળગતા લાકડાને જે પાણીમાં બોળીને ઠારી નાંખવામાં આવે, તે પાણી સુવિથ = ઉકાળેલું પાણી લાખ = પાત્રાથી મત્ત = માટીના વાસણથી વાળું = તે પાત્ર ભરી ભરીને ઓરિયા = પાણીના વાસણથી જ ઉલેચીને નિહાદ = ગ્રહણ કરે. ભાવાર્થ :- સાધુ કે સાધ્વી પાણી માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે, ત્યારે પાણીના વિષયમાં જાણે કે આ (૧) તલનું ધોવણ, (૨) ફોતરાનું ધોવણ, (૩) જવનું ધોવણ, (૪) ચોખાદિનું ઓસામણ, (૫) સળગતા લાકડાને પાણીમાં બોળી બુજાવવામાં આવે તે પાણી અથવા કાંજીના ધોયેલા વાસણનું પાણી, (૬) પ્રાસુક (ઉકાળેલું) ગરમ પાણી છે, તો તે અથવા આવા પ્રકારના બીજા પાણીને જોઈને સાધુ ગૃહસ્થને પહેલા જ કહે- હે આયુષ્યમાન ગુહસ્થ ભાઈ કે હે બહેન ! આ પાણીમાંથી કોઈ પણ પાણી શું મને આપશો ? ત્યારે તે ગૃહસ્થ આ પ્રમાણે કહે કે- હે આયુષ્યમાનું શ્રમણ ! આ પાણીના વાસણમાંથી તમે પોતે પાત્રથી કે માટીના વાસણથી (લોટા આદિથી) ભરી ભરીને લઈ લ્યો અથવા પાણીના વાસણને ઊંધું વાળી (ઠાલવી) લ્યો. તો સાધુ સ્વયં તે પાણીને ગ્રહણ કરે અથવા ગૃહસ્થ પોતે આપે, તો તેને પ્રાસુક અને એષણીય સમજીને પ્રાપ્ત થવા પર ગ્રહણ કરે. १० से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं जाव पविढे समाणे से जं पुण पाणगजाय जाणेज्जा- अणंतरहियाए पुढवीए जाव संताणए उद्धटु [ओह१] णिक्खित्ते सिया । असंजए भिक्खुपडियाए उदउल्लेण वा ससिणिद्धेण वा सकसाएण वा मत्तेण, सीओदएण वा संभोएत्ता आहटु दलएज्जा । तहप्पगारं पाणगजाय अफासुय जाव णो पडिगाहेज्जा ।। શબ્દાર્થ:- અગતાપ પુડવી = સચિત્ત પૃથ્વીની પાસે સંઘટ્ટાથી ૩૮ કોઈ વાસણમાં ભરીને ગિરિ સિય = તે સચિત્ત પૃથ્વી પર રાખેલ હોય ૩૬૪ો = પાણી ટપકતું હોય તેવા ક્ષિણ = પાણીથી ભીના સંસાણ વા = સચેત પાણીના છાંટાવાળા વાસણથી લીલા = સચિત્ત પાણીથી સંબો = મિશ્રિત કરતાં આ૮= લાવીને વર્તણા = આપે. ભાવાર્થ:- સાધુ કે સાધ્વી ગૃહસ્થને ત્યાં પાણી માટે પ્રવેશ કરે, ત્યારે જાણે કે પ્રાસુક જલને સચેત પૃથ્વી થાવત્ કરોળિયાના જાળાથી યુક્ત પદાર્થો પર રાખેલું છે અને ગૃહસ્થ સાધુને તે પાણી સચેત પાણીથી નીતરતા, ભીના કે સચેત પાણીના છાંટા ઉડ્યા હોય તેવા વાસણથી આપે છે અથવા પ્રાસુક પાણીની સાથે સચિત્ત પાણીનું મિશ્રણ કરીને આપે છે, તો તેવા પ્રકારના જળને અપ્રાસુક અને અનેષણીય જાણીને સાધુ પ્રાપ્ત થવા છતાં ગ્રહણ કરે નહિ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાધુને ગ્રાહ્ય-અગ્રાહ્ય પાણીનું કથન છે.
અહિંસાના આરાધક સાધુને અચેત પાણી ગ્રાહ્ય છે. કુવા, નદી, તળાવ આદિના પાણી સચેત છે. તે શસ્ત્ર પરિણત થાય ત્યાર પછી અચેત થાય છે, જેમ કે સચેત પાણીને ઉકાળવાથી તે અચેત થાય છે. તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org