Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧ ઃ ઉદ્દેશક-૨
માલિકીમાં આવી ગયો છે, તેનો થોડો અથવા વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે, તો તથાપ્રકારના આહારને પ્રાસુક અને એષણીય સમજીને ભિક્ષુ ગ્રહણ કરે.
વિવેચનઃ
૧૭
પ્રસ્તુત સૂત્રમાં પર્વ તિથિમાં બનાવેલા આહારની ગ્રાહ્યતા-અગ્રાહ્યતા વિષયક નિરૂપણ છે.
अष्टम्यां पौषध-उपवासादिकोऽष्टमीपौषधः स विद्यते येषां तेऽष्टमी पौषधिका - उत्सवाः । આઠમ વગેરે પર્વતિથિના પૌષધોપવાસના પારણાનો ઉત્સવ હોય, તે જ રીતે પાક્ષિક, માસિક આદિ ઉપવાસના પારણાનો ઉત્સવ હોય, બે ઋતુનો સંધિકાલ અથવા ઋતુ પરિવર્તનનો મહોત્સવ હોય, જેમ કે—– ઉનાળો પૂર્ણ થાય અને ચોમાસાનો પ્રારંભ થાય ત્યારે ખેડૂતો વગેરે સાથે મળીને મહોત્સવ ઉજવતા હોય છે, આવા કોઈ પણ પ્રસંગે શ્રમણો, બ્રાહ્મણો, યાચકો આદિને માટે આહાર તૈયાર કરવામાં આવ્યો હોય, તેવો આહાર સાધુ કે સાધ્વી ગ્રહણ ન કરે, કારણ કે તેમાં આધાકર્મ આદિ દોષોની સંભાવના છે અને તેમજ અન્ય યાચકોને અંતરાય થાય છે.
જો તે આહાર અન્યને અપાઈ ગયો હોય, દાતાએ બીજા ઘેર મોકલી દીધો હોય, બીજાએ તે આહારને સ્વીકારી લીધો હોય, તો તે આહાર સાધુ ગ્રહણ કરી શકે છે. મહોત્સવના સ્થાનમાં પણ જેને આપવાનો હોય તેને અપાઈ જાય, લોકો જમી જાય પછી તે આહારમાંથી તેના સ્વજનો કે કર્મચારીઓ ભોજન કરવાના હોય કે કરતા હોય તો ત્યાંથી પણ સાધુ કે સાધ્વી તેને ગ્રહણ કરી શકે છે.
સંક્ષેપમાં કોઈ પણ ઉત્સવના પ્રસંગે અન્ય ભિક્ષુઓ ભોજન કરવા માટે કે આહાર લેવા માટે આવતા-જતા હોય, ઘણા લોકોનું આવાગમન થતું હોય તે સમયે સાધુ-સાધ્વીએ ત્યાં જવું ઉચિત નથી. આવા પ્રસંગે ત્યાં જવાથી સાધુની રસલોલુપતા પ્રગટ થાય છે, અન્ય યાચકોને જૈન શ્રમણો પ્રતિ અભાવ થાય છે અને આવા પ્રસંગે ત્યાં ન જવાથી સાધુની સંતોષ ભાવના અને ત્યાગવૃત્તિ પુષ્ટ થાય છે. ભિક્ષા યોગ્ય કુળઃ
२ से भिक्खू वा भिक्खुणी वा जाव अणुपविट्ठे समाणे से जाई पुण कुलाई जाणेज्जा, तं जहा- उग्गकुलाणि वा भोगकुलाणि वा राइण्णकुलाणि वा खत्तियकुलाणि वा इक्खागकुलाणि वा हरिवंसकुलाणि वा एसियकुलाणि वा वेसियकुलाणि वा गंडागकुलाणि वा कोट्टागकुलाणि वा गामरक्खकुलाणि वा बोक्कसालियकुलाणि वा अण्णयरेसु वा तहप्पगारेसु कुलेसु अदुगुछिए अगरहि सु असणं वा पाणं वा खाइमं वा साइमं वा फासुयं जाव पडिगाहेज्जा । શબ્દાર્થ:- સિયતાખિ = ગોપાલાદિ કુળ વેસિયવુતાખિ = વૈશ્ય કુળનંહાજ઼લાખિ = નાપિત– વાણંદ કુળ વ્હોટ્ટા લાખિ = સુથાર કુળ ગામવરુતાખિ = ગ્રામરક્ષક કુળ વોસાલિયતાષિ - વણકર કુળ થવુનુંત્તુિ - અજુગુપ્સિત કુળોમાં, જાતિની અપેક્ષા એ શ્રેષ્ઠ કુળ ળરહિશ્યુ = અગહિંતઅનિંદિત કુળોમાં, આચરણની અપેક્ષાએ શ્રેષ્ઠ કુળ.
Jain Education International
--
ભાવાર્થ :- સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશ કરે, ત્યારે કુળોના વિષયમાં જાણે કે આ ઉગ્રકુળ, ભોગકુળ, રાજન્યકુળ, ક્ષત્રિયકુળ, ઇક્ષ્વાકુકુળ, હરિવંશકુળ, ગોપાલાદિકુળ, વૈશ્યકુળ, નાપિતકુળ
For Private Personal Use Only
www.jainelibrary.org