Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-૧: ઉદ્દેશક-૩
૨૯ ]
ન જાય, તેનું વ્યવસ્થિત ધ્યાન રાખે અને વિહારમાં પોતાના સર્વ ઉપકરણો સાથે લઈને જાય છે.
સ્થવિરકલ્પી સાધુઓ ગોચરી માટે કે કે સ્વાધ્યાયાદિ માટે સર્વ ઉપકરણો સાથે લઈને જાય, તે યથાસંગત નથી. જેમ કે- સાધુ પોતાના પોથી-પાના વગેરે લઈને ગોચરીની ગવેષણા માટે જાય, તો તેમાં સાધુને મુશ્કેલી થાય છે. શૌચક્રિયા માટે સર્વ ઉપકરણો સાથે લઈ જવા તે વ્યવહારોચિત પણ નથી. આ રીતે સાધુ જ્યાં જાય ત્યાં વ્યવસ્થિત રીતે પોતાની આવશ્યકતાનુસાર પોતાના ઉપકરણો સાથે રાખે છે. તે ઉપરાંત
વિરકલ્પી અનેક સાધુઓ સાથે વિચરતા હોય છે, તેથી પરસ્પર પોતાની ઉપાધિ અન્ય સંતને સોંપીને જઈ શકે છે, તેથી તેમાં ચોરી વગેરેનો ભય રહેતો નથી.
સંક્ષેપમાં સાધુએ પોતાની પ્રત્યેક પ્રવૃત્તિ સમયાનુસાર વિવેકપૂર્વક કરવી જોઈએ.
ટીકાકારો આ સૂત્રનો સંબંધ જિનકલ્પી, પ્રતિમાધારી એકલવિહારી સંતો સાથે કરે છે, પરંતુ શાસ્ત્રોમાં જિનકલ્પી આદિ સંતો માટે અનેક સ્વતંત્ર વિધાનો જોવા મળે છે, તેથી આ સૂત્રનો સંબંધ જિનકલ્પી આદિ સાધુ માટે છે તેવું એકાંતે નથી.
વરસાદ, ધુમ્મસ, વંટોળિયાના સમયે તથા ઘણા ત્રસ જીવો ઉડતા હોય ત્યારે ભિક્ષુએ ભિક્ષા માટે કે સ્વાધ્યાય માટે બહાર નીકળવું ન જોઈએ, કારણ કે તેમાં જીવોની વિરાધના થાય છે.
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર, વ્યવહાર સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, નિશીથ સૂત્ર આદિ આગમોમાં સાધુ કે સાધ્વીને મળ-મૂત્રની બાધા રોકવાનો નિષેધ છે, તેથી તેઓ વરસાદ આદિ કોઈ પણ સૂત્રોક્ત પરિસ્થિતિમાં પણ મળ-મૂત્રના નિવારણ માટે નજીકમાં વિવેક પૂર્વક બહાર જઈ શકે છે, તેને પરિસ્થિતિક અપવાદ-છૂટ રૂપે સમજવું જોઈએ. રાજકુળમાં ભિક્ષા ગમનનો નિષેધઃ|८ से भिक्खू वा भिक्खुणी वा से जाइं पुणा कुलाई जाणेज्जा, तं जहाखत्तियाण वा राईण वा कुराईण वा रायपेसियाण वा रायवसट्ठियाण वा; अतो वा बाहिं वा गच्छंताण वा संणिविट्ठाण वा णिमंतेमाणाण वा अणिमंतेमाणाण वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा लाभे संते णो पडिगाहेज्जा । શબ્દાર્થ -રઈરિયાળ = ક્ષત્રિય કુળમાં રાગ = રાજન્ય કુળમાં કુરાન = નાના રાજાઓના કુળમાં રાયસિયા = રાજના નોકરાદિ કુળમાં રાયવફિયા = રાજવંશમાં સ્થિત કુળ અર્થાત્ રાજાના સંબંધીઓના કુળમાં. ભાવાર્થ:- સાધુ કે સાધ્વી ગોચરીના ઘરોના વિષયમાં જાણે કે આ ચક્રવર્તી આદિ ક્ષત્રિયોના કુળ, અન્ય રાજાઓના કુળ, નાના રાજાઓના કુળ(ઠાકોર), રાજાના નોકરાદિ દંડપાશિક આદિના કુળ, રાજવંશીયરાજાના સંબંધીઓના કુળ છે, તો તે આ કુળોના ઘરની બહાર કે અંદર જતી, ઊભેલી કે બેઠેલી, વ્યક્તિઓ દ્વારા નિમંત્રણ કરવામાં આવે કે નિમંત્રણ કરવામાં ન આવે, સાધુ તે કુળોમાંથી પ્રાપ્ત થતાં અશનાદિ ગ્રહણ કરે નહિ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મુનિને માટે વિવિધ રાજકુળમાં આહાર ગ્રહણ કરવા જવાનો નિષેધ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org