Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨
|
શ્રી આચારાંગ સૂત્ર: દ્વિતીય શ્રુતસ્કંધ
આ સર્વ ઉદ્દેશકોમાં સાધુને આહારની ગવેષણા કરતાં ઉપસ્થિત થતી વિવિધ પરિસ્થિતિઓના વિસ્તૃત વર્ણન દ્વારા ઉગમ, ઉત્પાદન અને એષણા વગેરે ગોચરી સંબંધી દોષોનું કથન કર્યું છે અને તે-તે પરિસ્થિતિઓમાં દોષોથી દૂર રહેવા સાધુએ કેવી-કેવી રીતે વિવેક રાખવો, તેની સમજણ આપી છે.
અગિયારમા ઉદ્દેશકમાં આહાર-પાણીની ગવેષણા કરતાં સાધુના વિવિધ અભિગ્રહો, સાત પિંડેષણા અને સાત પાનૈષણાના માધ્યમથી સમજાવ્યા છે.
સુત્રકારે એષણા સમિતિની શુદ્ધિ માટે અનેક વિધેયાત્મક-નિષેધાત્મક પ્રવૃત્તિના કથન પછી અંતે સાધકોને પોત-પોતાની ગવેષણા સંબંધી અહંકારનો ત્યાગ કરવાનું સૂચન કરીને કષાયવિજયના લક્ષ્ય પ્રતિ જાગૃત કર્યા છે.
આ રીતે આહારાદિ પ્રાપ્તિની સમગ્ર પ્રક્રિયા આત્મસાધનામાં કઈ રીતે સહાયક બને છે, તેના વિશદ વિશ્લેષણ સાથે આ અધ્યયન પૂર્ણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org