Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
કરતાં સિદ્ધાલયમાં પધારી ગયા.
તેમનું આચાર આમ્રવૃક્ષ સંપૂર્ણ રીતે ફલિત થઈને સફળ થયું. તેમના આચાર ફળને નજરોનજર જોઈને મારો પુસ્કોકિલ મોક્ષ મેળવવાની રીત જાણીને, આચાર આમ્રવૃક્ષને ઉગાડવાની કળા સંપાદન કરી વસંત ઋતુનો આનંદ માણી પંચ પરમેષ્ઠીના વારંવાર દર્શન કરતો આમ્રવાટિકામાંથી પાછો ફર્યો અને મારામાં સમાઈ ગયો. આચાર પાળવા લાગે મને ઈષ્ટ, જેમ આમ્રરસ લાગે મિષ્ટ
અને બોલતો રહ્યો–
આ છે ઊચ્ચકક્ષાનું જ્ઞાન આપતો બીજો શ્રુતસ્કંધ. આચારશુદ્ધિ વિના યથાખ્યાત ચારિત્ર પ્રગટ થતું નથી માટે આપણે સહુ પુરુષાર્થ કરીને આચારણ સુધારીએ. અસ્તુ... ચતુર્વિધ સંઘમાં આચરણનું અભિયાન જાગે તેવી મંગલ ભાવના સાથે વિરમું છું.
પ્રિય મુમુક્ષુ ગણ ! આપણે આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધનું સંપાદકીય આચાર આમ્રવૃક્ષ રૂપે આલેખ્યું છે ત્યારે આ સંપાદિકાના હૃદયમાં ગુરુષીદેવા પૂ. અંબાબાઈ મ. મુખ્ય રહ્યા છે. ઉપકારી ગુરુણીનું નામ જોડી ગુરુ ઋણના ભારમાંથી યત્કિંચિત । મુક્ત । થવાનો પ્રયાસ કર્યો છે. ખરેખર ! આમ્રવૃક્ષ પુષ્ટિકારી અને તુષ્ટિકારી છે. પૂ. પ્રાણગુરુદેવ પણ પોતાના ઉપદેશમાં કાયાને આંબો કહેતા અને કેરીમાં રહેલા રસને આત્માનો જ્ઞાનાનંદ રસ દર્શાવીને અનેકવાર સમજાવતા હતા. આજે આ સંપાદકીય લેખનું લેખન કરતાં પૂ. ગુરુદેવના ઉપદેશનું રહસ્ય મને સમજાયું છે અને સંપાદકીય લેખનું એકાએક આ નામ રખાયું છે. તો તમે તેને વધાવીને આત્મા સાથે તુલના કરશો. ધર્મની ધરતી પર બોધીબીજનું વાવેતર કરીને સર્વવિરતિનો માર્ગ સ્વીકારીને આહાર, રહેવાનું સ્થાન, ચાલવા માટે ઈરિયા, બોલવા માટે ભાષા, વસ્ત્ર, પાત્ર, આજ્ઞા, સ્થાનસપ્તિકા, નિષદ્યા, પરઠવાની વિધિ, શબ્દ અને રૂપની અનાસક્તિ, પરક્રિયા અને અન્યોન્ય ક્રિયાનો ત્યાગ, ભાવના અને વિમુક્તિ, આ સોળ અધ્યયનની જે પદ્ધતિ ગોઠવાયેલી છે તે આમ્રવૃક્ષને યોગ્ય બની જાય છે. સારું એટલું તમારું (પાઠકનું) અને ન સમજાય તેટલું મારું, એમ સમજીને વાંચશો, તો મારો પુરુષાર્થ હું સફળ માનીશ. બાકી મારો સ્વાધ્યાય તો અહર્નિશ ચાલુ જ છે.
આભાર : ધન્યવાદ : સાધુવાદ :
પ્રસ્તુત આગમના રહસ્યોને ખુલ્લા કરતો અણમોલ દિવ્ય અભિગમ પ્રેષિત કરનાર, મહાઉપકારી ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક, અમારા આગમ કાર્યને પ્રોત્સાહિત કરી આશીર્વાદની વર્ષા વરસાવનારા ગુરુદેવ પૂ. શ્રી જયંતીલાલજી મ.સા.નો
50
Personal
"Woolnel bangjo |