Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન પંદરમું : ભાવના :– બંને અણગાર દૂર બેઠા નિસ્વાર્થ પ્રેમથી પ્રશ્નચર્ચા અને જ્ઞાનગોષ્ઠી કરી રહ્યા હતા. વૃક્ષ તો લચકતું બની ગયું હતું. પુંસ્કોકિલે આમ્રવાટિકામાં પ્રવેશ કર્યો ત્યારથી જ વસંતઋતુ મહેંકી રહી હતી. આમ્રવાટિકામાં બીજા પણ ઘણા વૃક્ષો હતા. તે પણ શોભાયમાન હતા. વૃક્ષો તો અનેકવાર જોયા હતા પરંતુ માનવ પોતે જ આચાર આમ્રવૃક્ષ બની શકે, તેના એંધાણ કે તેની વિધિ પ્રથમ વાર જ સાંભળી. તેનું દિલ—દિમાગ દયાળુ અને ભવભીરુ બની ગયું. હવે ગુરુદેવના શ્રીમુખે પ્રભુ મહાવીરનું જીવન સાંભળવાનું હતું. જલદી તૈયાર થઈને આવ્યા, ગુરુ સમક્ષ દક્ષતાપૂર્વક, શાંત ચિત્તે ગુરુવાણી સાંભળવા મુમુક્ષુતા પ્રગટ કરી, ગુરુદેવ બોલ્યા, આવું કઠિન આચરણ અનુભવી સિવાય કોઈ દર્શાવી ન શકે. અનંત તીર્થંકરો અને સામાન્ય કેવળીઓએ સર્વ અનાચરણો રોકી દઈને ઇન્દ્રિય વિજેતા બનીને મોક્ષ તરફ પ્રયાણ કર્યું છે.
પ્રભુ મહાવીરે અનેક ભવમાં ઊંચુ ઊંચુ આચરણ કર્યું. તેના ફળ સ્વરૂપે તેઓએ નંદનના ભવમાં તીર્થંકર નામકર્મ બાંધ્યું, ત્યાર પછી દશમા પ્રાણત દેવલોકમાં ગયા ત્યાંથી ચ્યવીને માહણકુંડ નગરમાં દેવાનંદાની કુક્ષીમાં આવ્યા. બલવત્તર કર્મના ઉદયે ત્યાંથી પણ દેવો દ્વારા સંહરણ થયું અને ત્રિશલા રાણીની કુક્ષિમાં આવ્યા.
ચૈત્ર સુદ તેરસે સર્વ ગ્રહો ઉચ્ચ સ્થિતિમાં હતા ત્યારે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજા પિતા અને ત્રિશલા માતાના લાલ તરીકે પ્રભુએ જન્મ ધારણ કર્યો. તેમનો જન્મ થતાં જ દેવોએ મહાન વર્ષા કરી હતી. ગામમાં ધન–ધાન્યની ઘણી વૃદ્ધિ થઈ, તેથી પુત્રનું નામ વર્ધમાન રાખ્યું. પ૬ દિશાકુમારિકાઓએ નાલ છેદન આદિ સૂતિકા કર્મ કર્યું, દેવોએ મેરુ પર્વત પર જન્મ મહોત્સવ ઉજવ્યો, પાંચ ધાત્રીઓથી ઉછેર થવા લાગ્યો. આ રીતે વર્ધમાન કુમાર વૃદ્ધિ પામતાં યોગ્ય વયના થયા. તેમના ત્રણ નામ આ પ્રમાણે છે– માતાપિતાએ નિયત કરેલું વર્ધમાન નામ, આત્મશુદ્ધિ માટે સાધનાનો શ્રમ કરતા હોવાથી પોતે દીક્ષા ગ્રહણથી પ્રાપ્ત શ્રમણ નામ અને ભયંકર ભયજનક ઉપસર્ગો સહેવાના કારણે દેવોએ પ્રસિદ્ધ કરેલું શ્રમણ ભગવાન મહાવીર નામ હતું. તેઓશ્રીના કાકાનું નામ સુપાર્શ્વ હતું. તેમના જ્યેષ્ઠ ભ્રાતા નંદીવર્ધન અને મોટી બહેનનું નામ સુદર્શના હતું. વર્ધમાનકુમાર યોગ્ય ઉંમરે યશોદા નામની રાજકન્યા સાથે લગ્નગ્રંથીથી જોડાયા. અનાસક્તભાવે ભોગાવલી કર્મો ભોગવતાં એક પુત્રીનો જન્મ થયો. તેનું નામ પ્રિયદર્શના હતું.
પ્રભુ મહાવીરના માતા-પિતા પાર્શ્વનાથના શાસનમાં હતા. તેમણે બાર વ્રત અંગીકાર કરીને શુદ્ધ શ્રાવકના વ્રત પાળ્યા હતા. આખરી જીંદગીમાં સંથારો કરીને પંડિત મરણ પ્રાપ્ત કરી બારમા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં
47
"Woolnel bangjo |