Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Pushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઈષ્ટ, જેમ આમ્રરસ લાગે મિષ્ટ. અધ્યયન બારમું રૂપ સપ્લિકા - કામોત્પાદક શબ્દની વાત સાંભળી બંને મિત્રો વિચાર વિમર્શમાં ગરકાવ થઈ ગયા. ગુરુદેવનો અપૂર્વ ઉપદેશ કેવો મજાનો છે. વિધિનિષેધની વાતો કરી આપણી મલિનતા કઢાવી શુદ્ધિ પ્રાપ્ત કરાવે છે. શ્રોતેન્દ્રિયના વિષયોને તો જાણ્યા. ચાલો, હવે ચક્ષુરિન્દ્રિયના વિષયોને જાણીએ. જયણાની ચાલે બંને મિત્રો ગુરુ પાસે આવ્યા. ગુરુદેવને વંદન નમસ્કાર કર્યા. ગુરુદેવે વિધિ સમજાવવા પ્રસન્નચિત્તે વાક્ય ઉચ્ચાર્યા–જુઓ વત્સ! આ આપણા ચહ્યું. કેટલા નિર્મળ છે પરંતુ મન જ્યારે રાગાત્મક થઈને ચક્ષના માધ્યમે રૂપ જોવા લાલાયિત થાય છે, ત્યારે શાંત આત્મ સરોવરમાં વૃત્તિના વમળો ઉત્પન્ન થાય છે. રૂપની આસક્તિએ અનેક આત્માઓને સ્વભાવ તરફ જતાં રોકી વાસનામાં વસાવી નિગોદના ઘરમાં મોકલી દીધા છે. રૂપ માત્ર ઇચ્છા કરાવે છે તેનાથી ભોગવટો થતો નથી.
રૂપવાળી ચીજોના શાસ્ત્રકારે ચાર ભેદ કહ્યા છે. (૧) ગ્રથિમ રૂપ- ફૂલ આદિને ગૂંથીને બનાવેલા સ્વસ્તિકાદિ (૨) વેષ્ટિમ રૂપ– વસ્ત્રાદિને વણાટમાં વણીને બનાવેલી પુતળી આદિના રૂપો (૩) પુરિમ રૂ૫– રૂ વગેરે ભરીને બનાવેલી પુરુષાદિની આકૃતિ વગેરે (૪) સંઘાતિમ રૂપ- અનેક વસ્તુઓને મેળવીને બનાવેલા રૂપ, કાષ્ઠકર્મ– સુંદર રથ વગેરે, પુસ્તકર્મ-વસ્ત્ર અથવા તાડપત્રના પુસ્તકો પર બનાવેલા ચિત્રો, મણિકર્મવિવિધ મણિઓથી બનાવેલા સુંદર કલાકૃતિના રૂપ, સોના-ચાંદીની માળાઓ, પાંદડામાં બનાવેલા ચિત્રો વગેરે કામનાને ઉત્તેજિત કરે તેવા ચિત્રો જોવાની ઇચ્છા કરવી નહીં. ક્યારેક ઇચ્છા થઈ જાય, તો પણ મનોગુપ્તિનો સહારો લઈને સાધક જીવનને સુરક્ષિત રાખવું. ચિત્રોમાં રાગ-દ્વેષ ન કરવા, તેમાં લુબ્ધ કે વૃદ્ધ ન થવું. આ છે સાધક જીવનનો વિવેક. મનમોહક રૂપમાં જરાપણ લુબ્ધ થાય, તો આચાર–આમ્રવૃક્ષોને ઉઘઈ લાગીને તમારા આમ્રફળ ખવાઈ જશે માટે હે વત્સો ! ચિત્રો જોવાના વિચારમાં મનોગુપ્તિ, ચિત્રો જોઈને રાગાત્મક ભાષાપ્રયોગમાં બીજી વચનગુપ્તિ અને સ્વાધ્યાય છોડીને કલાકૃતિ જોવાની તાલાવેલીમાં ત્રીજી કાયગુપ્તિની પરહેજી પાળીને આચાર આમ્રવૃક્ષની રક્ષા મેળવવી. આ પ્રયોગ કરશો તો આમ્રવૃક્ષના ગોઠલી બંધાવાની શરૂઆત થઈ ગઈ છે અને તેના નાના કાચા ફળો બની નભી જશે, મોટા થશે, પાકા થશે. ફળ સુફળ થશે, તેથી ત્રણ ગુપ્તિને હંમેશાં મન, વચન, કાયામાં ગોઠવી દેજો.
આ પ્રમાણે ગુરુદેવનો ઉપદેશ સાંભળી બંને અવાક થઈ ગયા. મૌનભાવે તેનો સ્વીકાર કરી ચક્ષુરિન્દ્રિયને કેળવણી આપવા વીર્ષોલ્લાસવાળા બન્યા. ત્યારપછી બંને બોલી ઉઠ્યા, અમારો આચાર આંબો ઘણો વિકસિત થઈને પાંગરી ઉઠ્યો છે.
44
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt