________________
૧૪ઃ આધ્યાત્મિક નિબંધો ઉદ્યમ કરે છે તે અવશ્ય સફળ થાય છે. તેનું વિચારબળ, જિજ્ઞાસાબળ, નિશ્ચયબળ અને વિરબળ અપવાદ વગર ઉપકારી થઈ આત્મસિદ્ધિને આપનાર થાય છે. વળી જ્ઞાનાવરણયાદિ અન્ય ઘાતક સંબંધી પણ તે જ નિયમ લાગુ પડે છે. આમ જ્યાં જીવને પુરુષાર્થ હમેશા સફળ થાય છે, ત્યાં જીવ પ્રમાદ સેવે છે; તે સ્થળે તે ઉદ્યમી થતો નથી. તેની ઊંધી દષ્ટિ હોવાથી ત્યાં પિતાનું સ્વતંત્રપણે ચાલે તેમ છે ત્યાં તે બેદરકાર રહે છે અને છતી શક્તિએ ઉત્તમ લાક્ષની પ્રાપ્ત ગુમાવે છે– એક અત્યંત ખેદની વાત છે; જીવને દોષની એક કરુણ કથની છે; જીવની દીર્ધ સ્થાયી ભૂલનું જવલંત ઉદાહરણ છે.
આ જગતને વિષે જીવનો સતત ઉદ્યમ અઘાતી કર્મોનાં અશુભ ફળને દૂર કરવા પ્રત્યે વર્તતે હોય છે. તે કાર્યમાં સફળતા મળવી અથવા ન મળવી તે પ્રાસંધને આધીન છે. ઉદ્યમ નિયમથી સફળ થાય એવું કંઈ નથી. ધન, સંપત્તિ વા સમૃદ્ધિની પ્રાપ્તિને ઉદ્યમથી લાભ મળવાને આધાર તેવા અનુકૂળ પ્રારબ્ધના ઉદય ઉપર રહ્યો છે, પરંતુ જે પ્રારબ્ધની પ્રતિકૂળતા વતી હોય ત્યારે ગમે તેટલો પરિશ્રમ કરવામાં આવે તે પણ તે નિયમથી નિષ્ફળ જાય છે. અશાતા વેદનીય કર્મની સ્થિતિ અને અનુભાગરૂપ ઉદયાવસ્થા હોય ત્યાં સુધી અશાતાની નિવૃત્તિ માટે લાખે ગમે ઉપાય કરવામાં આવે તે પણ ત્યાં તે કાર્યકારી થતા નથી અર્થાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org