________________
સપુરુષના મંગલ ઉપદેશને સાર ઃ ૧૭ ભગવંતોએ જ્ઞાનમાં દીઠાં છે તે અહીં જીવના હિતાર્થે રજૂ કરીએ છીએ, આઠેવા કર્મોમાં મેહનીય બળવાન છે, સમ્રાટ છે અને અન્ય કર્મોનાં કારણરૂપ છે. તે એક ન હોય તો બીજાં કઈ કર્મનું અસ્તિત્વ સંભવે નહીં. એ મેનીસ કર્મના બંધનું મૂળ કારણ છે અપેક્ષા, અને પછી તે થકી ઈચ્છા, સ્વછંદ, રાગ દ્વેષ ઈત્યાદિ જન્મ પામે છે. જ્ઞાનાવરણીય કર્મનો બંધ થવાનું મૂળ કારણું છે પદ્રવ્યમાં સુખ બુદ્ધિ, આ પ્રકારની સુખબુદ્ધિ અનેકાનેક રીતે કામ કરતી હોય છે; કઈ હેતુએ જ્ઞાન અને જ્ઞાનીની આશાતના કે અવિનાદિ દોષ કરવાથી જ્ઞાન આડે મહું આવરણ ઉત્પન્ન થાય છે. દર્શનાવરણી કને બંધ મુખ્યતાએ લાલસાવાળી, લોલુપતાવાળી પરિગ્રહબુદ્ધિથી થાય છે; પરગ્રહની પ્રાપ્તિ અર્થે જે આભ પ્રવૃત્તિ કરવી પડે છે, હલનચલના કિયા કરવાનું થાય છે તેથી ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનવરણીય કર્મ બંધાય છે. વિશેષમાં એટલું સ્મૃતિમાં રાખવા એગ્ય છે કે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મો વચ્ચે ખૂબ ગાઢ સંબંધ છે, એટલે જ્યાં જ્ઞાનાવરણીય છે. ત્યાં દર્શનાવરણીય છે જ. હવે અંતરાય કર્મના બંધનું મૂળ કારણ સક્ષેપ કહીએ છીએ અને તે છે બીજા ના સુખને રોકવું, તેની આડે આવવું તેને નાશ ક, ઈત્યાદિ ભાવસહિતની પ્રવૃત્તિ પ્રમાદથી કરવી? આથી અંતરાયકર્મ બંધાય છે.
આ, ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org