________________
૯૪ : આધ્યાત્મિક નિબંધ
તેમને જ શા માટે પ્રેમથી ચાહે છે? અને તેમની જ ભક્તિ શા માટે કરે છે? અન્ય જ્ઞાની પુરૂષ કદાપિ વિદ્યામાન હેય ને તેમની વાણી સાંભળી હોય તથા સુંદર ભાવવાહી અને આકર્ષક લાગી હોય તે પણ તેમને ગુરુ તરીકે સ્વીકારવા તેનું હૃદય તૈયાર થતું નથી, કેમ કે ત્યાં તેવા પ્રકારના ઋણનાં બંધને અભાવ છે. જેની સાથે ઋણાનુબંધને શુભ સંબંધ હોય અને તે ઉદયમાં હોય ત્યાં જ જીવનું આકર્ષણ હોય એ નિયમ છે અને તે અબાધિતપણે કામ કરે છે.
જીવના કેઈ એક ભવમાં જન્મારા સુધી બીજા જીવ સાથે સળંગ શુભ કે અશુભ ભાવ રહ્યા કરે એમ એકાંતે થવું અસંભવિત છે; તેથી એક શુભ કે એક અશુભ ઋણને બંધ થતો નથી, તે પણ અનેક ભાને કાળ જતાં એકાંત શુભ વા એકાંત અશુભ સણને બંધ થ સંભવિત બને છે, અને તેના ઉદયે તપ્રકારનું ફળ ભગવાય છે. દષ્ટાંત તરીકે શ્રી ભાવિ તીર્થકર અને તેમના માતાપિતા વચ્ચે વર્તતે એકલા શુભ ઋણનો ઉદય તથા વાસુદેવ અને પ્રતિવાસુદેવ વચ્ચે વર્તતે એકલા અશુભ ઋણનો ઉદય.
આથી જીવના કોઈ એક ભવમાં જીવન પર્યંત બહુલતા મોટા પ્રમાણમાં જે શુભ કે અશુભ ભાવો વર્યા કર્યા હોય તે અનુસાર શુભ કે અશુભ ઋણાનુબંધની ગણતરી થાય છે. આવા અનેકાનેક ભવમાં શુભ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org