________________
આત્માનુભૂતિ : ૧૫૭ થાય? તે સંબંધનાં કેટલાંક વચને સવિચારાર્થે અહીં આપીએ છીએ.
કર્યોપનિષમાં એક શ્લોક છે (૧-૨-૨૩) જેને ભાવાર્થ છે, કે આ આત્મા પ્રવચનથી, બુદ્ધિથી કે બહુ બહુ સાંભળવાથી પ્રાપ્ત થતું નથી, પરંતુ આત્મા જેનું વરણ કરે છે એટલે કે જેના પર અનુગ્રહ કરે છે એને જ તેની પ્રાપ્તિ હોય છે, તેને જ આત્મા પોતાનું દેખાડે છે અર્થાત્ પિતાના જેવી અનુભૂતિ કરાવે છે.
શ્રીમદ ભાગવતમાં, ગોપીઓની ઉચ્ચ આત્મદશા શાથી પ્રાપ્ત થઈ તે જાણવાની ઉત્સુક શ્રીનારદજીનાં પ્રશ્નના ઉત્તરમાં શ્રી કૃષ્ણ ભગવાન પ્રકાશે છે કે ગેપીઓએ વેદને અભ્યાસ કર્યો નથી, શાસ્ત્રો વાંચ્યાં નથી, તપશ્ચર્યા કરી નથી તેમ જાત્રા પણ કરી નથી, પરંતુ તેઓએ મારામાં પ્રેમ લાવી, પરમ પ્રેમમાં લીન થઈને મારે સમાગમ કર્યો છે અને ઈછળ્યો છે અને તેના પરિણામે તેમને તે દશાની પ્રાપ્તિ થયેલ છે.
જુઓ, અહીં શું કહ્યું? કહ્યું કે અનુપમ અને અનુભવ ગોચર માત્ર જેનું સ્વરૂપ છે એવું આ આત્મતવ બુદ્ધિથી ગ્રાહ્યા નથી, કેમકે મતિની ગતિ ત્યાં પહોંચી શકતી નથી, વળી સાંભળ સાંભળ કરવાથી કે વાંચ વાંચ કરવાથી તે સ્વરૂપ અનુભવગમ્ય થતું નથી, કેમકે તે ઈદ્રિયના પ્રયોગને આધીન નથી, આત્મા પોતે અતીન્દ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org