________________
આત્માનુભૂતિ ઃ ૧૫ છે, બાઢા પદાર્થોનું અનુરક્તતાવાળું આશ્ચર્ય ક્ષમતાને પામતું જાય છે અને અંતરમાં સાચો વૈરાગ્ય ઉપસી આવી પ્રકાશિત થાય છે. તે વિરાગ્યના બળે નિજાત્માની શુદ્ધતા પ્રગટ કરવાના પ્રશસ્ત રાગયુક્ત ભાવ ઉદ્દભવે છે; કેમકે તે ભવ્ય જિજ્ઞાસુને પુરૂષના શુદ્ધાત્માનું માહાસ્ય મન ચક્ષુ સમક્ષ દષ્ટિગોચર થયું છે, અને તેમનું ચિ ચમત્કાર માત્ર આશ્ચર્યકારક સ્વરૂપ પણ તેણે જાણ્યું છે. આ બને ઉપકારી નિમિત્તો પ્રત્યે તેના આત્મામાં અહોભાવ સહજતાઓ ઉત્પન્ન થાય છે, જે આત્મ-વિકાસમાં આડે આવતાં વિદની સત્તાને ક્ષીણ કરવા અથવા દૂર કરવા ખરેખર શક્તિ ધરાવે છે. ચિતન્યાત્મક ભાવની ઊંડી તેમ ઘેરી અસરથી આત્મા જ્યારે ઘેરાય છે ત્યારે વિચારમાં મૂકી દે તેવા અવનવા અનુભવ થાય છે. વિસ્મય પમાડે એવી છતાં સત્ય હકીક્ત છે કે યથાગ્યા નિમિત્ત પામી આત્મા જ્યારે વિકાસની શ્રેણિ ચઢતો હેય છે, ત્યારે પ્રત્યેક વિકાસની સીડીના પગથિયે તેને શ્રી ગુરુની કૃપાએ પ્રતીકોનાં દર્શન થાય છે, જેનું કેટલુંક વર્ણન અમે અમારા પુસ્તકે “ભક્તિ માર્ગનું રહસ્ય,” તથા “નિર્વાણમાર્ગનું રહસ્ય માં કર્યું છે. અહીં એટલું જણાવવાનું આવશ્યક છે કે તે અવનવા અનુભવેમાં આત્માના પ્રતીકરૂપ પ્રકાશના દર્શન થાય છે; દેહના અંગ કે ઉપાંગમાં શીતળતા અથવા ઠંડક જણાય છે તથા સુગંધને અનુભવ થાય છે. આ છે આત્માનુભૂતિ પહેલાંની અનુભવદશા. આત્માનુભૂતિ થશે તેવી ખાત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org